________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૪૯
અપેક્ષાએ ઐશ્વર્ય, સત્કાર, સમૃદ્ધિ આદિથી અધિક હોય છે, એમ કેટલાક આચાર્યો કહે છે. જુઓ પંચમ કર્મગ્રંથ ગાડ ૩૩ની ટીકા.
કોડાકોડી સાગરોપમમાં કાંઈક ન્યૂન હોય તે અંતઃકોડાકોડી સાગરોપમ કહેવાય છે. તેના અંતર્મુહૂર્તની જેમ અસંખ્ય ભેદો થઈ શકે છે.
આ ત્રણે પ્રકૃતિઓની અલ્પનિકાચિત સ્થિતિ ઉત્કૃષ્ટથી સંખ્યાત ગુણહીન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ અને ગાઢ નિકાચિત સ્થિતિ તીર્થંકર નામકર્મની કંઈક ન્યૂન એક ક્રોડ ચોરાશી લાખ પૂર્વ અધિક તેત્રીસ સાગરોપમ અને આહારકદ્ધિકની પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટથી હોય છે.
જેની ઉદ્વર્તના-અપવર્નના થઈ શકે તે અનિકાચિત અથવા અલ્પનિકાચિત કહેવાય તેવા જિનનામની સત્તાવાળો જીવ તિર્યંચમાં પણ જાય છે. અથવા તિર્યંચગતિમાં જતી વખતે અપવર્તના દ્વારા અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ તીર્થકર નામકર્મની સ્થિતિસત્તાનો ક્ષય કરી તિર્યંચગતિમાં જાય છે તેથી આગમ સાથે કોઈ વિરોધ આવતો નથી.
તીર્થંકર નામકર્મનો અલ્પનિકાચિત કે ગાઢનિકાચિત સ્થિતિબંધ તીર્થંકર થવાના ત્રીજા ભવમાં અને તે પણ મનુષ્યભવમાં જ થાય છે અને તેવી જિનનામની ગાઢનિકાચિત સત્તાવાળો તિર્યંચગતિમાં જતો નથી, પરંતુ બીજા ભવે દેવ કે નરકમાં જઈ ત્યાંથી મનુષ્યમાં આવી તીર્થંકર થાય છે. ગાઢનિકાચિત એટલે જે રીતે બાંધ્યું હોય તે જ રીતે ભોગવવું પડે પણ તેમાં કોઈપણ કરણો દ્વારા કોઈપણ જાતનો ફેરફાર ન થાય.
તીર્થંકર નામકર્મની સાધિક પલ્યોપમ દેવની અપેક્ષાએ અથવા સાધિક ચોરાશી હજાર વર્ષ પ્રમાણ નારકની અપેક્ષાએ જઘન્યથી ગાઢનિકાચિત સ્થિતિ થાય છે.
મતાન્તરે જિનનામકર્મનો જઘન્ય સ્થિતિબંધ દશ હજાર વર્ષ પ્રમાણ અને આહારકટ્રિકનો અંતર્મુહૂર્ત પ્રમાણ કહ્યો છે. તે જે મતે તીર્થંકર નામકર્મની સત્તાવાળા ભવનપતિ આદિમાં ઉત્પન્ન થાય છે તેમની અપેક્ષાએ તીર્થકર નામકર્મનો અને અપ્રમત્તે અંતર્મુહૂર્ત પ્રમાણ આહારકદ્ધિકનો બંધ કરી પ્રમત્ત ગુણસ્થાને આવી આહારક શરીર બનાવે તે અપેક્ષાએ આહારકદ્વિકનો જઘન્યબંધ ઘટી શકે એમ લાગે છે. પરંતુ સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી અંતઃકોડાકોડીથી ઓછો સ્થિતિબંધ જ નથી એમ આ જ ગ્રંથમાં કહ્યું છે અને આ ત્રણે પ્રકૃતિઓનો બંધ પણ અપૂર્વકરણના છઠ્ઠા ભાગ સુધી જ છે, છતાં મતાન્તરે આટલો સ્થિતિબંધ કહ્યો છે. જુઓ આચારાંગ ચૂર્ણિ નો મધ્યમો વદતિ તસ નહ ને સંતોમુહુd, ૩ોસેળ અલંવારૂ (સ્થિતિબંધ થાય.) - ભવ્ય કે અભવ્ય સંજ્ઞી-પંચેન્દ્રિય મિથ્યાષ્ટિ તેમજ સંજ્ઞી-પંચેન્દ્રિય આયુષ્ય સિવાય સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાનક સુધી કોઈપણ કર્મનો અંતકોડાકોડી સાગરોપમથી હીન બંધ કરતા જ નથી તેથી સંજ્ઞી-પંચેન્દ્રિયને અપૂર્વકરણ ગુણસ્થાનક સુધીમાં આયુષ્ય સિવાય જે પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થાય છે તેમાંની જે પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં બંધ હોય છે તે પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો જ કરે છે તેવી પ્રવૃતિઓ પંચાશી છે અને જે પ્રકૃતિઓનો એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય બંધ કરતા નથી પરંતુ અસંશી કે સંજ્ઞી-પંચેન્દ્રિયો જ કરે છે તે વૈક્રિયષકનો જઘન્ય