Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમઢાર-સારસંગ્રહ
૭૯૫
| ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાનું પ્રમાણ તથા તેના સ્વામી જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે પણ પોતાના મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ થઈ શકે તે ઉદયબંધોસ્કૃષ્ટા પ્રકૃતિઓ કહેવાય છે. તેવી પ્રવૃતિઓ (૮૬) છવાશી છે.
ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, અસાતવેદનીય અને પાંચ અંતરાય એ પંદરની ત્રીસ કોડાકોડી, મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કોડાકોડી, સોળ કષાયની ચાળીસ કોડાકોડી, પંચેન્દ્રિય જાતિ, વૈક્રિયસપ્તક, તૈજસ-કાશ્મણ સપ્તક, હુડક સંસ્થાન, વર્ણચતુષ્કના વીસ, અપ્રશસ્ત વિહાયોગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, નિર્માણ, ઉદ્યોત, ત્રસચતુષ્ક, અસ્થિરષક અને નીચગોત્ર આ ચોપ્પન પ્રકૃતિઓની ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
જો કે નવીન કરેલ સ્થિતિબંધના અબાધાકાળમાં દલિકો હોતાં નથી છતાં જેનો અબાધાકાળ વ્યતીત થયેલ છે તેવા પૂર્વે બંધાયેલ કર્મદલિકો ત્યાં હોય છે. માટે જેટલો સ્થિતિબંધ થાય તેટલી સ્થિતિસત્તા ઘટી શકે છે.
ત્યાં ઉદ્યોતના સહસ્ત્રાર સુધીના દેવો, વૈક્રિયસપ્તકના વૈક્રિયશરીરી મનુષ્યતિર્યંચો, દુઃસ્વર, નીચગોત્ર; હંડક સંસ્થાન તથા અશુભવિહાયોગતિ આ ચારના દેવ વિના ત્રણ ગતિના પર્યાપ્ત સંજ્ઞી અને શેષ ચુમોતેર પ્રકૃતિના ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
જે પ્રકૃતિઓનો ઉદય ન હોય ત્યારે જ પોતાના મૂળકર્મ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તે અનુદયબંધોત્કૃષ્ટા કહેવાય છે. તેવી પ્રકૃતિઓ વિસ છે.
' આ પ્રકૃતિઓનો જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય છે, ત્યારે ઉદય ન હોવાથી બંધકાળના પ્રથમ સમય સંબંધી ઉદયસ્થાનમાં રહેલ દલિકો સ્ટિબુકસંક્રમથી અન્યત્ર-ઉદયવતી પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે તેથી બંધકાળના પ્રથમ સમયે દલિકનો અભાવ હોવાથી એક સમય ન્યૂન પોતાના મૂળકર્મ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે.
ત્યાં નરકદ્ધિક, તિર્યદ્ગિક, ઔદારિક સપ્તક, સ્થાવર, આતપ, છેવટું સંઘયણ અને એકેન્દ્રિય જાતિ આ પંદર પ્રકૃતિઓની સમયજૂન વીસ કોડાકોડી તેમજ નિદ્રાપંચકની સમય ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા છે.
એકેન્દ્રિય, સ્થાવર અને આતપના ઈશાન સુધીના દેવો, તિર્યચઢિક, ઔદારિક સપ્તક અને છેવટ્ટા સંઘયણના પર્યાપ્ત દેવ તથા નારકો, નરકદ્વિકના પર્યાપ્ત સંશી તિર્યંચો અને મનુષ્યો તેમજ નિદ્રાપંચકના ચારે ગતિના પર્યાપ્ત સંજ્ઞી જીવો ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના સ્વામી છે.
જે પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ અન્ય પ્રકૃતિઓના સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થઈ શકે તે ઉદયસંક્રમોત્કૃષ્ટા ત્રીસ પ્રકૃતિઓ છે
સમ્યક્ત મોહનીય સિવાય આ પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ પ્રતિપક્ષ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી તરત જ આ પ્રકૃતિઓનો બંધ શરૂ કરે ત્યારે પ્રતિપક્ષ પ્રકૃતિની બંધાવલિકા