________________
પંચમહાર-પ્રશ્નોત્તરી
૮૨૭
જાતિ, ઔદારિકસપ્તક આહારકસપ્તક, તૈજસ-કાશ્મણ સપ્તક, સંસ્થાનષદ્ધ, સંહનનષક, વર્ણચતુષ્કની વસ, વિહાયોગતિદ્રિક, આતપ વિના પ્રત્યેક પ્રકૃતિ સાત, ત્રસદશક, અસ્થિર, અશુભ, દુઃસ્વર, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક–એમ કુલ એકસો સાત પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય મનુષ્યગતિમાં જ હોય છે. વળી થીણદ્વિત્રિકનો મનુષ્યગતિમાં તેમજ મતાન્તરે મનુષ્ય અને તિર્યંચગતિમાં, દૌર્ભાગ્ય, અનાદેય, અપયશ અને નીચગોત્ર આ ચારનો દેવ સિવાય શેષ ત્રણ ગતિમાં તેમજ મિથ્યાત્વ મોહનીય તથા અનંતાનુબંધીચતુષ્ક એ પાંચનો ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે.
પ્રશ્ન૬૯. યુગલિકો નિરુપક્રમી અનાવર્તનીય આયુષ્યવાળા કહેવાય છે. છતાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકને ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્વ આયુ વર્જી શેષ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમ પ્રમાણ આયુષ્યની અપવર્તન કરી ત્યારપછીના પ્રથમ સમયે તિર્યંચને તિર્યંચાયુનો અને મનુષ્યને મનુષ્યાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કહ્યો છે. તો અનાવર્તનીય આયુષ્યવાળા યુગલિકોને આયુષ્યની અપવર્તના શી રીતે હોય?
ઉત્તર–યુગલિકોને અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્યની અપવર્ણના થાય છે, પરંતુ પર્યાપ્ત થયા બાદ અપવર્નના થતી નથી. માટે અનાવર્તનીય આયુષ્યવાળા કહ્યા છે. આ હકીકત શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર તથા આચારાંગ સૂત્રમાં પણ કહેલ છે.
પ્રશ્ન–90. જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ ક્યા જીવને હોય? - ઉત્તર-આયુ સિવાયની સર્વ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય પ્રાયઃ ક્ષપિતકર્માશ જીવને જ હોય છે.
પ્રશ્ન–૭૧. અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય કયા જીવને હોય? તે કારણ સહિત સમજાવો.
. ઉત્તરક્ષપિતકર્મીશ જે કોઈ જીવ ચાર વાર મોહનીયનો ઉપશમ કરી પ્રથમ ગુણસ્થાને આવી સ્વભૂમિકા અનુસાર જઘન્ય યોગે વર્તતાં અંતર્મુહૂર્તકાળ માત્ર અનંતાનુબંધિનો બંધ કરી તરત જ સમ્યક્ત પ્રાપ્ત કરી, સાધિક એકસો બત્રીસ સાગરોપમ પ્રમાણ સમ્યત્ત્વનો કાળ પૂર્ણ કરી પ્રથમ ગુણસ્થાને આવે તે જીવને મિથ્યાત્વના ઉદયની પ્રથમ આવલિકાના ચરમસમયે યથાયોગ્ય ચારે અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
- ચાર વાર મોહનીયનો ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે શેષ કષાયનાં ઘણાં દલિકોનો ક્ષય થાય છે અને થોડાં જ દલિકો સત્તામાં શેષ રહે છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાને અંતર્મુહૂર્ત પ્રમાણ અનંતાનુબંધિના બંધ વખતે તેમાં સંક્રમ દ્વારા અન્ય કષાયોનાં ઘણાં જ ઓછાં દલિકો આવે. ત્યારબાદ સાધિક એકસો બત્રીસ સાગરોપમ સુધી સમ્યક્તના કાળમાં સત્તામાં રહેલ જે અલ્પ પ્રમાણમાં અનંતાનુબંધિનાં દલિકો છે તે પણ અન્ય પ્રવૃતિઓમાં સંક્રમવાથી ઘણાં જ ઓછાં સત્તામાં રહે છે. તેથી ચાર વાર મોહનો ઉપશમ કરનાર અને સાધિક એકસો બત્રીસ સાગરોપમ સુધી સમ્યક્તનું પાલન કરનાર જીવ ગ્રહણ કરેલ છે.
મિથ્યાત્વ ગુણસ્થાને આવતાં જ પ્રથમ સમયથી અનંતાનુબંધિનો બંધ શરૂ થાય છે. તેથી