Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

Previous | Next

Page 856
________________ પંચમઢાર-પ્રશ્નોત્તરી ૮૩૧ વિવેક્ષા છે. તેથી ઉપશાન્તમોહાદિ ગુણસ્થાને કષાય ન હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી ન બતાવતાં દશમા ગુણસ્થાને જ બતાવેલ છે. પ્રશ્ન-૮૫. પુરુષવેદનો બંધ-વિચ્છેદ થયા બાદ તેનું દ્વિતીય સ્થિતિમાં બે સમયનૂન બે આવલિકાકાળે બંધાયેલ દલિક જ સત્તામાં કેમ હોય ? તેથી ઓછા કે વધારે કાળમાં બંધાયેલ કર્મકલિક સત્તામાં કેમ ન હોય ? ઉત્તર– જે કર્મ જે વિવક્ષિત સમયે બંધાય છે તે વિવક્ષિત સમયથી એક આવલિકા સુધીના કાળને બંધાવલિકા કહેવાય છે. તે બંધાવલિકામાં કોઈ પણ કરણ લાગતું ન હોવાથી બંધાવલિકા વ્યતીત થયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયથી જ તેનો સંક્રમ શરૂ થાય છે. અને તે દલિકનો અન્ય પ્રકૃતિમાં સંપૂર્ણ સંક્રમ થતાં ઓછામાં ઓછો એક આવલિકા કાળ લાગે, એટલે સંક્રમાવલિકાના દ્વિચરમ સમય સુધી તે દલિક સ્વસ્વરૂપે વિદ્યમાન હોય છે. પરંતુ ચરમસમયે સ્વ-સ્વરૂપે રહેતું નથી. કેમ કે તે સંપૂર્ણપણે અન્ય પ્રકૃતિમાં સંક્રમેલ છે. ધારો કે, અસત્કલ્પનાએ અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના આઠમા સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. અને એક આવલિકાના અસત્કલ્પનાએ ચાર સમય કલ્પીએ તો બંધ-વિચ્છેદ રૂપ આઠમા સમયે બંધાયેલ કર્મદલિકની ચાર સમય રૂપ બંધાવલિકા અગિયારમા સમયે વ્યતીત થાય. ત્યારપછીના બારમા સમયથી સંક્રમ શરૂ થાય, ત્યાં બારથી પંદર સમય સુધીના ચાર સમય રૂપ સંક્રમાવલિકા હોય. સંક્રમાવલિકાના ઉપાજ્ય સમય સુધી એટલે કે, ચૌદમા સમય સુધી આઠમા સમયે બંધાયેલ દલિકની સ્વરૂપે સત્તા હોય. પરંતુ સંક્રમાવલિકાના ચરમસમય રૂપ પંદરમા સમયે સત્તા ન હોય, તે જ પ્રમાણે સાતમા સમયે બંધાયેલ દલિકની તેરમા સમય સુધી, છઠ્ઠા સમયે બંધાયેલ દલિકની બારમા સમય સુધી, એ જ રીતે પાંચમા સમયે બંધાયેલની અગિયારમા સમય સુધી, ચોથા સમયે બંધાયેલની દશમા સમય સુધી અને ત્રીજા સમયે બંધાયેલ દલિકની નવમા સમય સુધી સ્વરૂપે સત્તા હોય છે પણ પછી પછીના સમયે સ્વરૂપે સત્તા હોતી જ નથી. વળી આઠમા સમયે બંધવિચ્છેદ થતો હોવાથી નવમો સમય એ બંધ-વિચ્છેદ પછીનો પ્રથમ સમય કહેવાય. તે નવમા સમયે ઉપર બતાવ્યા મુજબ ત્રીજાથી આઠમા સમય સુધીના છ સમયે બંધાયેલ દલિકની જ સત્તા હોય છે. પણ આ ગુણસ્થાનકના પ્રથમના બે સમયોમાં બંધાયેલ દલિકોની સત્તા હોતી નથી. અને અસત્કલ્પનાએ ચાર સમયની આવલિકાની કલ્પના કરેલ હોવાથી અસત્કલ્પનાએ જે છ સમય છે એ બે સમયગૂન બે આવલિકા કહેવાય. તેથી જ બંધ-વિચ્છેદ પછીના એટલે કે નવમા સમયે બે સમયગૂન બે આવલિકા કાળમાં બંધાયેલ દલિકની જ સત્તા હોય પણ તેથી ઓછા કે વધારે કાળમાં બંધાયેલ દલિકની સત્તા હોઈ શકે જ નહિ. પ્રશ્ન-૮૬. કેટલા પ્રદેશ સત્કર્મસ્થાનનું એક પદ્ધક થાય ? ઉત્તર–સામાન્યથી વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી એક-એક પરમાણુની વૃદ્ધિએ અનંતા પ્રદેશ સત્કર્મસ્થાનનું એક સ્પર્ધક થાય છે. પરંતુ બંધવિચ્છેદ પછી પુરુષવેદ અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચાર પ્રકૃતિનાં દ્વિતીય સ્થિતિગત દલિકનાં જે બે સમયનૂન બે આવલિકા પ્રમાણ પદ્ધકો બતાવેલ છે, ત્યાં વિવક્ષિત સમયે ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી એક

Loading...

Page Navigation
1 ... 854 855 856 857 858