________________
૮૩૦
પંચસંગ્રહ-૧ રહેલ દલિક તિબુક સંક્રમથી અન્ય પ્રવૃતિઓમાં સંક્રમી જાય છે. માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વખતે અથવા અન્ય પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સંક્રમ વખતે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે અને ઉદય હોય ત્યારે પ્રથમ સ્થિતિસ્થાનનું દલિક સ્વરૂપે વિદ્યમાન હોવાથી એક સમય અધિક સ્થિતિસત્તા થાય છે. માટે આ બન્ને પ્રકારની પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે.
પ્રશ્ન-૮૦. પ્રથમ ગુણસ્થાને જિનનામકર્મની સત્તા અંતર્મુહૂર્ત જ કેમ હોય?
ઉત્તર–પ્રથમ ગુણસ્થાને નરકાયુ બાંધી પછી ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત કરી તેના પ્રભાવથી જિનનામનો નિકાચિત બંધ કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવીને જ નરકમાં જાય છે અને નરકમાં જઈ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ અંતર્મુહૂર્તમાં જ સત્તામાં રહેલ જિનનામના પ્રભાવથી અવશ્ય સમ્યક્ત પ્રાપ્ત કરે છે. એથી મિથ્યાત્વ ગુણસ્થાને અંતર્મુહૂર્તથી વધારે જિનનામની સત્તા ઘટી શકતી નથી.
પ્રશ્ન-૮૧. અનેક જીવો આશ્રયી કેટલાં સત્તામત સ્થિતિસ્થાનો નિરંતરપણે જ પ્રાપ્ત થાય ?
ઉત્તર–એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાથી આરંભી તે તે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તા સુધીનાં સમયો પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે જ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન-૮૨. સત્તાગત અનુભાગસ્થાનના ત્રણ પ્રકારો કયા? અને તેનું કારણ શું?
ઉત્તર–બંધોત્પત્તિક, હતોત્પત્તિક અને હતeતોત્પત્તિક–એમ ત્રણ પ્રકારે સત્તાગત અનુભાગસ્થાનો છે. રસબંધના કારણભૂત અધ્યવસાયસ્થાનોથી જે રસસ્થાનો થાય છે તે બંધોત્પત્તિક, ઉદ્વર્તના-અપવર્તનારૂપ કરણવિશેષથી જે રસસ્થાનો થાય છે તે હતોત્પત્તિક અને રસધાત દ્વારા જે ફરીથી સત્તાગત અનુભાગસ્થાનો બને છે તે હતeતોત્પત્તિક અનુભાગસ્થાનો છે.
પ્રશ્ન-૮૩. ચારિત્રમોહોપશમક અને ચારિત્રમોહક્ષપક સંબંધી ગુણશ્રેણિઓ નવમાં દશમા ગુણસ્થાને કરે એમ જણાવેલ છે. પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકે સ્થિતિઘાતાદિ પાંચે અપૂર્વ પદાર્થો કરે છે. એથી અપૂર્વ ગુણશ્રેણિ પણ કરે છે એમ નક્કી થાય છે. તો આ ગુણશ્રેણિનો અગિયારમાંથી કઈ ગુણશ્રેણિમાં સમાવેશ થાય ?
આ ગુણશ્રેણિનો સમાવેશ ચારિત્રમોહોપશમક અને ચારિત્રમોહક્ષપક ગુણશ્રેણિમાં જ થાય. જો કે પંચકર્મગ્રંથ ગા. ૮૨ની ટીકામાં ઉપરોક્ત બને ગુણશ્રેણિઓ નવમા-દશમા ગુણસ્થાને કહેલ છે. છતાં ઉપલક્ષણથી આઠમા ગુણસ્થાને પણ હોઈ શકે એમ લાગે છે.
પ્રશ્ન-૮૪. ઉપશાંતમોહ આદિ ત્રણ ગુણસ્થાને સાતવેદનીયરૂપ માત્ર એક જ મૂળ અને ઉત્તરપ્રકૃતિનો બંધ હોવાથી બધ્યમાન સર્વ દલિક સાતાને જ મળે—માટે સાતવેદનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ઉપશાંતમોહથી સયોગી-ગુણસ્થાનક સુધી કહેવો જોઈએ છતાં દશમા ગુણસ્થાને જ કેમ કહ્યો?
ઉત્તર તમારી વાત સાચી છે. પરંતુ અહીં સર્વત્ર સકષાયી જીવને થતા કર્મબંધની જ