Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૨૬
પંચસંગ્રહ-૧
પ્રશ્ન-૬૨. ચિરક્ષપણા એટલે શું ?
ઉત્તર–ચિર-લાંબા કાળે, ક્ષપણા=કર્મનો ક્ષય કરવો તે, એટલે કે પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાળો જે આત્મા ઘણા કાળ પછી સંયમનો સ્વીકાર કરે, વળી દીર્ઘકાળ સંયમ પાળી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે. તે આત્માને કર્મનો જે ક્ષય થાય છે, તે ચિરક્ષપણા કહેવાય છે.
પ્રશ્ન–૬૩. અગિયારમાંથી કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ ઉદય દ્વારા સંપૂર્ણ ભોગવીને જ આત્મા કાળ કરી શકે? પરંતુ તે પહેલાં નહિ ?
ઉત્તર–મોક્ષપક, ક્ષીણમોહ, સયોગી અને અયોગી એમ આ ચાર સંબંધી ગુણશ્રેણિઓ ઉદય દ્વારા સંપૂર્ણ ભોગવીને જ અયોગીના ચરમસમય બાદ કાળ કરે, પણ તે પહેલાં નહિ. શેષ સાત ગુણશ્રેણિઓ કાળ કરી અન્ય ભવમાં પણ ભોગવે.
પ્રશ્ન–૬૪. પહેલે ગુણસ્થાને કેટલી ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે?
ઉત્તર–સમ્યક્ત વગેરે સંબંધી પ્રથમની ત્રણ ગુણશ્રેણિઓ કરી શીઘ મિથ્યાત્વ પામનાર આત્માને ઉદયની અપેક્ષાએ પહેલે ગુણસ્થાનકે આ ત્રણ ગુણશ્રેણિઓ પ્રાપ્ત થઈ શકે છે.
પ્રશ્ન–૬૫. નરકાદિ ચાર ગતિમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ કરી શકે ?
ઉત્તર–નરક તથા દેવગતિમાં સમ્યક્ત સંબંધી તેમજ અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ બે, તિર્યંચગતિમાં આ બે અને દેશવિરતિ સંબંધી એમ ત્રણ અને મનુષ્યગતિમાં અગિયારે અગિયાર ગુણશ્રેણિઓ કરી શકે છે.
પ્રશ્ન–૬૬. નરકાદિ ચાર ગતિઓમાં કેટલી અને કઈ કઈ ગુણશ્રેણિઓ ઉદયમાં પ્રાપ્ત થાય ?
ઉત્તર–નરક તથા તિર્યંચગતિમાં પ્રથમની પાંચ, દેવગતિમાં પ્રથમની સાત અને મનુષ્યગતિમાં અગિયારે-અગિયાર ગુણશ્રેણિઓમાં કરેલ દલિતરચનાનો અનુભવ હોઈ શકે છે.
પ્રશ્ન-૬૭. એવી કઈ ગુણશ્રેણિઓ છે કે, જેમાં પ્રત્યેક સમયે ઉપરની સ્થિતિમાંથી સમાન દલિતો ઉતારી અસંખ્યાત ગુણાકારે ગોઠવે? તે કારણ સાથે જણાવો.
ઉત્તર–ઉપશાંતમોહ તથા સયોગી આ બે ગુણસ્થાનકોમાં સ્થિર પરિણામ હોવાથી તે બે ગુણસ્થાનકો સંબંધી ગુણશ્રેણિઓમાં પ્રતિસમયે ઉપરની સ્થિતિમાંથી સરખાં દલિકો ઉતારી અસંખ્ય ગુણાકારે ગોઠવે છે.
પ્રશ્ન-૬૮. કઈ કઈ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કઈ કઈ ગતિમાં હોય ?
ઉત્તર–વૈક્રિયસપ્તક, દેવત્રિક, મધ્યમ આઠ કષાય, અને હાસ્યષક–આ ચોવીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય દેવગતિમાં જ હોય. નરકત્રિકનો નરકગતિમાં જ હોય. એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, અને તિર્યંચત્રિક. આ બાર પ્રકૃતિઓનો તિર્યંચગતિમાં જ, તેમજ જ્ઞાનાવરણ પાંચ, દર્શનાવરણ છે, વૈદનીય છે, સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય, ત્રણ વેદ, સંજ્વલનચતુષ્ક, મનુષ્ઠાયુ, મનુષ્યદ્ધિક, પંચેન્દ્રિય