Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧ -
૮૨૪
તે શુભ ગણાય છે.
પ્રશ્ન—૫૩. અશુભ પ્રકૃતિઓમાં એવી કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેઓનો જઘન્ય સ્થિતિબંધ તથા જઘન્યરસબંધ એક જ જીવ એકીસાથે અવશ્ય કરે ?
ઉત્તર—પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓનો ક્ષપક સૂક્ષ્મસંપરાયના ચરમસમયે અને પુરુષવેદ તથા ચાર સંજ્વલનનો ક્ષપક નવમા ગુણસ્થાને પોતપોતાના બંધવચ્છેદ સમયે એક જ જીવ એકીસાથે જધન્ય સ્થિતિબંધ તથા જઘન્ય રસબંધ અવશ્ય કરે.
પ્રશ્ન—૫૪. પુન્યપ્રકૃતિઓમાં એવી કઈ પ્રકૃતિઓ છે કે જેઓનો જધન્ય સ્થિતિબંધ કરે ત્યારે જ ઉત્કૃષ્ટ સબંધ થાય ?
ઉત્તર—સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, યશઃકીર્ત્તિ, જિનનામ તથા આહારકદ્ધિક—આ છ · પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે જ ઉત્કૃષ્ટ રસબંધ થાય.
પ્રશ્ન—૫૫. ત્રણ આયુષ્ય સિવાય સર્વ પુન્યપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કહેવાય છે. તો ઉપરના પ્રશ્નના ઉત્તરમાં છ પ્રકૃતિઓનો જ જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એમ કેમ કહ્યું ?
ઉત્તર—ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ પુન્યપ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધ વખતે ઉત્કૃષ્ટ રસબંધ થાય, એ સામાન્ય કથન છે. એટલે સંશી-પંચેન્દ્રિય પર્યાપ્તો જઘન્યમાં જઘન્ય સ્થિતિબંધ કરે તે વખતે શેષ પુન્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ પડે એમ સમજવાનું છે. એથી સાતાવેદનીય આદિ છ પ્રકૃતિ સિવાય શેષ પુન્યપ્રકૃતિઓનો એકેન્દ્રિયો અને દેવદ્વિક તથા વૈક્રિયદ્વિકનો પર્યાપ્ત અસંશી પંચેન્દ્રિય જઘન્ય સ્થિતિબંધ કરે છે. ત્યારે તેઓને તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી તેઓનો ઉત્કૃષ્ટ રસબંધ એકેન્દ્રિયો કે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય કરતા નથી. પરંતુ કેટલીક પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિમાં વર્તતા અને કેટલીક પ્રકૃતિઓનો અન્ય જીવો કરે છે.
પ્રશ્ન—૫૬. કાર્મણવર્ગણા લોકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. જ્યારે વિવક્ષિત કોઈ પણ એક જીવ લોકના અમુક ભાગમાં જ રહે છે તો તે વિવક્ષિત જીવ કઈ કાર્મણવર્ગણાને કેટલા પ્રમાણમાં ગ્રહણ કરે ?
ઉત્તર—જેમ અગ્નિની જ્વાળા તેનાથી દૂર રહેલ પદાર્થો દહનયોગ્ય હોવા છતાં તે પદાર્થોને અગ્નિરૂપે બનાવતી નથી, પરંતુ અગ્નિવાળાની અંદર આવેલ પદાર્થોને જ અગ્નિરૂપે બનાવે છે, અર્થાત્ બાળે છે. તેમ વિવક્ષિત જીવ પણ તે જીવના આત્મપ્રદેશોને સ્પર્શેલ કે નહિ સ્પર્શેલ વર્ગણાઓને કર્મરૂપે બનાવતો નથી, પણ જીવપ્રદેશોની અંદર રહેલ કાર્યણવર્ગણાને યોગના અનુસારે અલ્પ કે વધુ પ્રમાણમાં અનંત સંખ્યામાં ગ્રહણ કરી કર્મરૂપે બનાવે છે.
પ્રશ્ન—૫૭. જ્યારે આયુષ્યકર્મ બંધાય છે ત્યારે અવશ્ય આઠેય મૂળકર્મ બંધાય છે, એટલે આયુષ્યને અન્ય કોઈ પણ મૂળકર્મનો ભાગ મળતો નથી. વળી જ્યારે આયુષ્ય બંધાય ત્યારે ચારમાંથી એક જ બંધાય છે, એથી આયુષ્યકર્મને પ્રાપ્ત થતો સર્વભાગ બધ્યમાન તે એક જ આયુષ્યને મળે છે તો બંધાતા આયુષ્યને સર્વદા સમાન ભાગ મળવા છતાં આયુષ્યકર્મના