Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
ઉત્તર—કોઈપણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત અને જધન્યકાળ એક સમય છે. વળી આયુષ્ય વિના સાતકર્મના જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ બન્ને પ્રકારે કાળ એક સમય જ છે. અને આયુષ્ય કર્મના જઘન્ય સ્થિતિબંધનો ઉત્કૃષ્ટ તથા જધન્ય કાળ અંતર્મુહૂર્ત છે. આયુષ્યના આ સ્થિતિબંધનો કાળ ભોગ્યકાળની અપેક્ષાએ લખેલ છે.
૮૨૨
પ્રશ્ન—૪૪. સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય કઈ કઈ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ? શેષ પ્રકૃતિઓનો કેમ ન કરે ?
ઉત્તર—સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય પાંચ નિદ્રા, મિથ્યાત્વ, આદ્ય બાર કષાય, ભય, જુગુપ્સા અને નામકર્મની ધ્રુવબંધી નવ એમ કુલ ઓગણત્રીસ ધ્રુવબંધી તેમજ હાસ્ય, રતિ, મનુષ્યદ્ધિક, તિર્યંચદ્ધિક, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકક્રિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉચ્છ્વાસ, ત્રસનવક અને નીચગોત્ર એમ કુલ ત્રેપન પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે, શેષ અસાતાવેદનીય આદિ બત્રીસ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ હોવાથી અતિવિશુદ્ધ પરિણામે બંધાતી ન હોવાથી તેઓના જઘન્ય સ્થિતિબંધ ન કરે.
પ્રશ્ન—૪૫. અનાદિ મિથ્યાર્દષ્ટિ પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે જેમ અંતરકરણ કરી મિથ્યાત્વની સર્વોપશમના કરે છે તેમ અંતરકરણ કરી અનંતાનુબંધીનો ઉપશમ કરે કે ન કરે ?
ઉત્તર—મિથ્યાત્વની જેમ અંતરકરણ કરી અનંતાનુબંધિનો પણ ઉપશમ કરે એમ લાગે છે, પરંતુ તેવા અક્ષરો ક્યાંય જોવામાં કે જાણવામાં આવેલ નથી. છતાં મિથ્યાત્વના ઉપલક્ષણથી અનંતાનુબંધિનો ઉપશમ કરે—એમ માનવામાં હરકત લાગતી નથી. વળી જો કદાચ ઉપશમ ન કરે તો ક્ષયોપશમ તો કરે જ. અન્યથા ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ જ ન થાય.
પ્રશ્ન—૪૬. વેદનીય સિવાય સાથે બંધાતાં દરેક મૂળકર્મને સ્થિતિને અનુસારે દલિકનો ભાગ મળે છે. તો આયુષ્યકર્મ કરતાં નામકર્મ તથા ગોત્રકર્મનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવાથી આ બન્ને કર્મને આયુષ્યકર્મ કરતાં સંખ્યાતગુણ દલિક મળવાં જોઈએ તો વિશેષાધિક કેમ કહેલ છે ?
ઉત્તર—આયુષ્ય કરતાં નામ અને ગોત્રકર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં આયુષ્યની પ્રધાનતા હોવાથી તથાસ્વભાવે જ આયુષ્યકર્મના પ્રથમ સ્થિતિસ્થાનથી જ તેમાં દલિકો ઘણાં ઘણાં ગોઠવાય છે, જ્યારે નામ અને ગોત્રકર્મના પ્રથમાદિ સ્થિતિસ્થાનોમાં આયુષ્ય કરતાં ઘણાં ઓછાં ઓછાં દલિકો ગોઠવાય છે. માટે આયુષ્ય કરતાં આ બન્ને કર્મની સ્થિતિ સંખ્યાતગુણ હોવા છતાં દલિકો વિશેષાધિક જ પ્રાપ્ત થાય છે. આ તો પંચમ કર્મ ગા૰ ૮૦ની ટીકાનુસાર યુક્તિમાત્ર છે. પરંતુ તે જ ટીકામાં જણાવેલ છે કે, નિશ્ચયથી તો અહીં શ્રી જિનવચન જ પ્રમાણભૂત છે. આ જ પ્રમાણે પછીના પ્રશ્નોત્તરમાં સમજવું.
પ્રશ્ન—૪૭. જ્ઞાનાવરણીય વગેરે ત્રણ કર્મો કરતાં મોહનીયનો સ્થિતિબંધ સંખ્યાતગુણ હોવા છતાં તેને દલિકો વિશેષાધિક જ કેમ મળે છે ?
ઉત્તર—મોહનીયકર્મમાં માત્ર મિથ્યાત્વ મોહનીયનો જ સ્થિતિબંધ જ્ઞાનાવરણીય વગેરે