Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 845
________________ ૮૨૦ પંચસંગ્રહ-૧ પ્રશ્ન—૩૩. અનપવર્તનીય અને નિરુપક્રમી આયુષ્યમાં શું ફરક છે ? ઉત્તર—અનપવર્તનીય આયુષ્ય નિરુપમી જ હોય છે ત્યારે નિરુપક્રમી આયુષ્ય અનપવર્તનીય અને અપવર્તનીય એમ બન્ને પ્રકારનું હોય છે. આ બન્નેમાં તફાવત છે. પ્રશ્ન—૩૪. વામન સંસ્થાનની સ્થિતિ બાબત શું મતાન્તર છે ? ઉત્તર—મૂળકારશ્રીએ પાંચમા સંસ્થાન અને પાંચમા સંઘયણની અઢાર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બતાવી છે. ત્યાં કર્મગ્રંથ તથા આ ગ્રંથના મતે પાંચમા સંસ્થાન તરીકે ‘વામન’ જણાવેલ છે. જ્યારે બૃહત્સંગ્રહણી આદિ કેટલાક ગ્રંથોમાં વામનને ચોથા સંસ્થાન તરીકે ગણાવેલ છે. તેથી તેમના મતે વામનની ઉત્કૃષ્ટ સ્થિતિ સોળ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. પ્રશ્ન—૩૫. કર્મપ્રકૃતિના મતે પોતપોતાની પ્રકૃતિની વર્ગોત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગતાં જેટલો આવે તેટલો તે તે પ્રકૃતિઓનો એકેન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. ત્યાં વર્ગ એટલે શું ? ઉત્તર—અહીં સ્વજાતીય કર્મપ્રકૃતિઓના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. જેમ :મતિજ્ઞાનાવરણ આદિ પાંચે પ્રકૃતિઓનો સમૂહ ‘જ્ઞાનાવરણીય વર્ગ’ કહેવાય છે. એ જ રીતે દર્શનમોહનીયની પ્રકૃતિ તે દર્શન મોહનીય વર્ગ, કષાય મોહનીય પ્રકૃતિઓનો સમૂહ તે કષાય મોહનીય વર્ગ અને નોકષાય પ્રકૃતિઓનો સમૂહ તે નોકષાય મોહનીય વર્ગ કહેવાય છે. આ પ્રમાણે દરેક કર્મમાં સ્વયં વિચારી લેવું. પ્રશ્ન—૩૬. શ્વાસોચ્છ્વાસ એટલે શું ? તે એક મિનિટમાં કેટલા થાય ? ઉત્તર—‘માનસિક ચિંતા અને શારીરિક વ્યાધિ રહિત નવયુવાન માનવને એક શ્વાસ લેવા-મૂકવામાં એટલે કે નાડીના એક ધબકારામાં જેટલો ટાઇમ લાગે તેટલા ટાઇમ પ્રમાણ' શ્વાસોચ્છ્વાસ કહેવાય છે. તે એક મિનિટમાં ૭૮। થી કંઈક અધિક થાય છે. પ્રશ્ન—૩૭. નવમા અને દશમા ગુણસ્થાને અનેક જીવ આશ્રયી પણ વિવક્ષિત સમયે એક-એક જ અધ્યવસાય હોય છે. તેથી આ બે ગુણસ્થાને આવેલ ત્રણે કાલવત્ત સર્વ આશ્રયી અધ્યવસાયસ્થાનો પણ આ બે ગુણસ્થાનકના કાળના જેટલા સમયો હોય તેટલા જ હોય છે, પણ તેથી વધારે નહિ, અને તે ઘણા જ થોડા અસંખ્યાત પ્રમાણ છે. વળી મતિજ્ઞાનાવરણીય વગેરે કેટલીક પ્રકૃતિઓનો જધન્યસ્થિતિબંધ ક્ષપકશ્રણિમાં દશમા ગુણસ્થાનકના ચરમ સમય આદિમાં જ થાય છે. અને તેમાંની અશુભ પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ તથા શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ પણ ત્યાં જ થાય છે. તેમજ ત્યાં અનેક જીવ આશ્રયી પણ એક જ અધ્યવસાય હોય છે. જ્યારે જઘન્ય આદિ પ્રત્યેક સ્થિતિબંધમાં તે તે સ્થિતિબંધના કારણભૂત કાષાયિક અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે અને પૂર્વ-પૂર્વ કરતાં પછી-પછીના સ્થિતિસ્થાનમાં તે અધિકઅધિક હોય છે. તેમજ જઘન્ય આદિ સ્થિતિબંધના કારણભૂત એક-એક કાષાયિક અધ્યવસાયમાં રસબંધના અધ્યવસાયો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ કહ્યા છે. તો ક્ષપકશ્રેણિમાં દશમા અને નવમા ગુણસ્થાને જ જે પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ

Loading...

Page Navigation
1 ... 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858