________________
પંચમત્કાર-પ્રશ્નોત્તરી
૮૨૧
અથવા જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે ત્યાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કેમ હોય ?
ઉત્તર–જઘન્ય સ્થિતિબંધથી આરંભી પ્રત્યેક સ્થિતિસ્થાનમાં અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અને ઉત્તરોત્તર અધિક-અધિક સ્થિતિબંધના અધ્યવસાયો તેમજ સ્થિતિબંધના એક-એક અધ્યવસાયમાં રસબંધના અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો કહેલ છે. ત્યાં ક્ષપકશ્રેણિમાં દશમાં ગુણસ્થાનક આદિમાં થતા જઘન્ય સ્થિતિબંધ, જઘન્ય રસબંધ કે ઉત્કૃષ્ટ રસબંધ લેવાના નથી, પરંતુ અભવ્ય સંજ્ઞી-પંચેન્દ્રિયને ઓછામાં ઓછો જે અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે અને તે વખતે જે જઘન્ય કે ઉત્કૃષ્ટ રસબંધ થાય છે તે જઘન્ય સ્થિતિબંધાદિ લેવાના છે. અને તેથી જ અનુસ્કૃષ્ટિ, તીવ્ર-મંદતા આદિનો વિચાર પણ મોટા ભાગે અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસ્થાન આદિ આશ્રયીને જ કરવામાં આવેલ છે.
પ્રશ્ન-૩૮. જે સમયે કોઈપણ કર્મનો દશ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય તે સમયે પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ દલિકનો સ્થિતિસત્તા કાળ કેટલો હોય?
ઉત્તર–પ્રથમ નિષેકસ્થાનમાં ગોઠવાયેલ કર્મદલિક જો કોઈપણ કરણ ન લાગે તો એક હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ પૂર્ણ થતાં જ પ્રથમ સમયે ઉદય દ્વારા ભોગવાઈ આત્માથી છૂટું પડે માટે તેની સ્થિતિસત્તા કાળ એક સમય અધિક એક હજાર વર્ષ કહેવાય.
પ્રશ્ન–૩૯. સંજ્ઞી-પંચેન્દ્રિયો કેટલી અને કઈ કઈ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે ?
ઉત્તર–જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, સંજ્વલનચતુષ્ક, પુરુષવેદ, સાતાવેદનીય, યશકીર્તિ, આહારકદ્ધિક, તીર્થંકર નામકર્મ, ઉચ્ચગોત્ર અને અંતરાયપંચક–આ પચીસ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંજ્ઞી-પંચેન્દ્રિયો જ કરે, તેમજ ચાર આયુષ્યનો જઘન્ય સ્થિતિબંધ પણ સંજ્ઞી-પંચેન્દ્રિયો કરી શકે. એથી કુલ ઓગણત્રીસ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંજ્ઞીપંચેન્દ્રિય કરી શકે છે.
પ્રશ્ન-૪૦. એવી કઈ પ્રકૃતિઓ છે કે જેનો જઘન્ય સ્થિતિબંધ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયો જ કરી શકે ?
ઉત્તર–વૈક્રિયષક. પ્રશ્ન–૪૧. એકેન્દ્રિયો જ જેનો જઘન્ય સ્થિતિબંધ કરી શકે એવી પ્રવૃતિઓ કઈ કઈ?
ઉત્તર–નિદ્રાપંચક, અસતાવેદનીય, મિથ્યાત્વ, આદ્ય બાર કષાય, હાસ્યષર્ક, સ્ત્રીવેદ, નપુંસકવેદ, (વૈક્રિયષક, જિનનામ, યશકીર્તિ અને આહારકદ્ધિક સિવાય શેષ) નામકર્મની સત્તાવન તથા નીચગોત્ર—આ પંચાશી પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો જ કરી શકે છે.
પ્રશ્ન-૪૨. દેવ-નારક સિવાયના એકેન્દ્રિય આદિ સર્વ જીવો જેનો જઘન્ય સ્થિતિબંધ કરી શકે તેવી પ્રવૃતિઓ કઈ છે?
ઉત્તર–મનુષ્યાય તથા તિર્યંચાયુ. . પ્રશ્ન-૪૩. કોઈપણ મૂળકર્મના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધનો કાળ કેટલો?