Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૧૯
પંચમહાર-પ્રશ્નોત્તરી અંતર્મુહૂર્તમાં દશ, ત્રીજા અંતર્મુહૂર્તમાં પંદર અને ચોથા અંતર્મુહૂર્તમાં વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ કરે તો તે જીવને ચોથા અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણીયની કુલ સ્થિતિસત્તા કેટલી હોય ?
ઉત્તર–અઠ્ઠાવીસમા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યા મુજબ ચોથા અંતર્મુહૂર્તમાં જ્ઞાનાવરણીય કર્મની સ્થિતિસત્તા વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ હોય પણ તેથી વધારે નહિ.
પ્રશ્ન-૩૦. ઉપશાન્તમોદાદિ ત્રણ ગુણસ્થાનકે બે સમય પ્રમાણ શાતા વેદનીય બંધાય છે છતાં વેદનીય કર્મનો સકષાય જીવને સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકના ચરમસમયે જે બાર મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ થાય છે તેને જ જઘન્ય સ્થિતિબંધ તરીકે કેમ ગણાવેલ છે ?
ઉત્તર–કોઈપણ કર્મના સ્થિતિબંધ અને રસબંધ કષાયથી જ થાય છે. આ હકીકત આ જ ગ્રંથના ચોથા દ્વારની ૨૦મી ગાથામાં જણાવેલ છે. તેથી ઉપશાન્તમોહાદિ ત્રણ ગુણસ્થાનકોમાં માત્ર યોગના નિમિત્તથી જે સાતવેદનીય બંધાય છે તે માત્ર પ્રકૃતિ અને પ્રદેશરૂપે જ બંધાય છે, પણ વાસ્તવિક સ્થિતિરૂપે બંધાતું નથી. તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ તે દલિક પછી-પછીના સમયે ભોગવાઈ ક્ષય થઈ જાય છે માટે જ બે સમય પ્રમાણ સ્થિતિબંધ થાય છે એમ કહેવાય છે. તેથી તે બે સમય પ્રમાણ સ્થિતિબંધને જઘન્યસ્થિતિબંધમાં ગ્રહણ કરવામાં આવેલ નથી.
પ્રશ્ન-૩૧. આ ગ્રંથમાં ટીકાકાર મહર્ષિએ દેવો, નારકો અને યુગલિકોને નિરુપક્રમી કહ્યા છે. જ્યારે બૃહત્સંગ્રહણીની મૂળગાથામાં આ ઉપરાંત ત્રિષષ્ટિ શલાકા પુરુષો તથા તદ્ભવ મોક્ષગામીઓને પણ નિરુપક્રમી કહ્યા છે. તો આ ભિન્નતાનું કારણ શું? વળી જો તે બરાબર હોય તો પ્રતિવાસુદેવો વાસુદેવોનાં શસ્ત્રોથી જ મૃત્યુ પામે છે અને બંધક મુનિ, ગજસુકુમાલ મુનિ આદિ અનેક ચરમશરીરીઓ પણ શસ્ત્રાદિ નિમિત્તો દ્વારા જ આયુ પૂર્ણ કરી મોક્ષમાં ગયેલ છે, તો તેઓને નિરુપક્રમી કેમ કહેવાય ?
ઉત્તર–અહીં ટીકાકારશ્રીએ “જે જીવોને આયુષ્ય પૂર્ણ થવામાં એટલે કે મૃત્યુ પામવામાં શસ્ત્રાદિ નિમિત્ત બનતાં જ નથી તેવા જીવોને જ નિરુપક્રમી તરીકે ગણાવેલ છે. ત્યારે બૃહત્સંગ્રહણી આદિમાં શસ્ત્રાદિ નિમિત્તો પ્રાપ્ત થવા છતાં જે જીવોનું આયુષ્ય ઘટતું નથી તેવા જીવોને પણ નિરુપક્રમી કહ્યા છે. તેથી જ પ્રતિવાસુદેવો અને બંધક મુનિ આદિ ચરમશરીરી જીવોને જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ થાય છે ત્યારે શસ્ત્રાદિક નિમિત્ત થાય છે પણ તે શસ્ત્રાદિક નિમિત્તોથી તેઓનું આયુષ્ય ઘટતું નથી. તેથી તેઓ નિરુપક્રમી કહેવાય છે. આ પ્રમાણે વિવફાભેદ હોવાથી પૂર્વાપર વિરોધ નથી.
પ્રશ્ન–૩૨. “ત્રીજા આરાને અંતે એક યુગલિક મનુષ્યના તાડવૃક્ષ તળે બેસેલ યુગલમાંથી પુરુષ તેની ઉપર ફળ પડવાથી મૃત્યુ પામ્યો, અને તે યુગલકન્યા નાભિરાજા દ્વારા સુનંદા સાથે પ્રથમ તીર્થાધિપતિ શ્રી ઋષભદેવ પ્રભુને પરણાવવામાં આવી.” આ પ્રમાણે અનેક ગ્રંથોમાં આવે છે. તો યુગલિકો નિરુપક્રમી જ હોય એમ કેમ કહેવાય ? * ઉત્તર–આવા બનાવો ક્વચિત્ જ બનતા હોવાથી આશ્ચર્યરૂપ ગણાય છે. તેથી તેમાં કંઈ દોષ નથી. અથવા આવા બનાવો યુગલિકકાળ નષ્ટ થવાનું સૂચવે છે. જુઓ કાલલોકપ્રકાશ.