________________
૮૧૮
પંચસંગ્રહ-૧
૧૨૯નું સત્તાસ્થાન ટીકાકારશ્રીએ માત્ર ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાને બતાવ્યું છે. પણ ૧૨૭ની સત્તાવાળા તેઉકાય અને વાયુકાય ત્યાંથી કાળ કરી પૃથ્વીકાયાદિમાં જઈ મનુષ્યદ્ધિકનો બંધ કરે ત્યારે ૧૨૯નું સત્તાસ્થાન પણ પહેલે ગુણસ્થાને ઘટી શકે એમ મને લાગે છે. વળી ટિપ્પણીમાં જણાવ્યા મુજબ ૧૪૩નું સત્તાસ્થાન પણ પહેલા ગુણસ્થાને માનવામાં આવે તો કુલ પંદર સત્તાસ્થાનો ઘટે. પછી તો બહુશ્રુતો જાણે.
પ્રશ્ન-૨૭. તે તે કર્મનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ બતાવેલ છે તે બંધ તે તે વિવક્ષિત સમયે . બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ છે કે બીજી કોઈ રીતે ?
ઉત્તર–વિવક્ષિત સમયે બંધાયેલ સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ નહિ, પરંતુ તે સમયે બંધાયેલ કર્મદલિકના છેલ્લા નિષેકસ્થાનની અપેક્ષાએ હોય છે અને તેથી જ વિવક્ષિત સમયે બંધાયેલ છે તે કર્મનાં દલિકો પોતાના અબાધાકાળના સમયો છોડી પ્રથમ સમયથી ચરમ સમય સુધીનાં સ્થાનોમાં ગોઠવાય છે. અને અબાધાકાળ પૂર્ણ થતાં જ તે તે સમયમાં ગોઠવાયેલાં દલિકો તે તે સમયે રસોદય કે પ્રદેશોદયથી ભોગવાઈ આત્માથી છૂટાં પડી જાય છે. દૃષ્ટાન્ત તરીકે – જે સમયે જ્ઞાનાવરણીય કર્મનો ત્રીસકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ થાય છે ત્યારે તે બંધ સમયે જ ત્રણ હજાર વર્ષ પછીના ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણે બધા સમયોમાં દલિકો ગોઠવાઈ જાય છે. અને અબાધાકાળનાં ત્રણ હજાર વર્ષ પૂર્ણ થતાં જ પહેલા સમયમાં ગોઠવાયેલાં દલિકો પહેલા સમયે બીજા સમયમાં ગોઠવાયેલાં દલિકો બીજા સમયે, ત્રીજા સમયમાં ગોઠવાયેલાં દલિકો ત્રીજા સમયે ભોગવાઈ આત્માથી છૂટું પડે છે. એમ જો તે કર્મમાં કરણ દ્વારા કોઈ ફેરફાર ન થાય તો યાવતુ ત્રીસ કોડાકોડી સાગરોપમના ચરમસમયે ગોઠવાયેલું દલિક બરાબર ત્રીસ કોડાકોડી સાગરોપમના ચરમસમયે ભોગવાઈને છૂટું પડે છે. અને આ રીતે ન માનતાં જો સંપૂર્ણ કર્મલતાની અપેક્ષાએ માનીએ તો જે સમયે ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કર્મ બંધાય તે સમયથી વાવ, ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કર્મનાં કોઈપણ દલિકો ભોગવાઈને છૂટાં પડવા ન જોઈએ, પણ તેમ નથી માટે જ જે સમયે જેટલો સ્થિતિબંધ થાય છે તે સ્થિતિબંધ તે સમયે બંધાયેલ ચરમસ્થિતિસ્થાનમાં ગોઠવાયેલાં દલિકોની અપેક્ષાએ જ કહેવાય છે.
પ્રશ્ન-૨૮, પ્રથમ સમયથી પાવત દશમા સમય સુધી પ્રત્યેક સમયે સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મોહનીયકર્મનો બંધ કરે તો દશમા સમયે મોહનીય કર્મની કુલ કેટલી સ્થિતિસત્તા થાય?
ઉત્તર–પ્રતિ-સમયે બંધાયેલ કર્મલતાનાં દલિકો અલગ-અલગ ગોઠવાતાં નથી પરંતુ અબાધાકાળ પછીના દરેક સ્થાનોમાં સાથે-સાથે જ ગોઠવાય છે અને પૂર્વબદ્ધ દલિકોની સાથે જ રહી તેની સમાન યોગ્યતા કે વિસમાન યોગ્યતા પ્રાપ્ત કરે છે. એથી દશ સમય સુધી નિરંતર સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ થવા છતાં દશમા સમયે પણ મોહનીય કર્મની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ જ સ્થિતિસત્તા થાય છે. પણ તેથી વધારે થતી નથી. •
પ્રશ્ન–૨૯. કોઈ એક જીવ જ્ઞાનાવરણીય કર્મનો પ્રથમ અંતર્મુહૂર્તમાં પાંચ, બીજા