Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૧૬
પંચસંગ્રહ-૧ , પ્રશ્ન–૧૭. એવું કયું ગુણસ્થાનક છે કે જ્યાં જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય તેટલી પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ? તેમજ પહેલે ગુણસ્થાનકે ઉદય હોવા છતાં કેટલી અને કઈ કઈ પ્રકૃતિની ઉદીરણા ન પણ હોય એવું બની શકે ?
ઉત્તર–મિશ્રગુણસ્થાને જેટલી પ્રકૃતિઓનો ઉદય હોય છે, તે દરેક પ્રકૃતિઓની ઉદીરણા પણ હોય જ છે. અને પ્રથમ ગુણસ્થાનકે–ચરમાવલિકામાં ચાર આયુષ્યનો, પ્રથમ સ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો તેમજ શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય. ત્યાં સુધી નિદ્રાપંચકનો એમ દશ પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે.
પ્રશ્ન–૧૮, ઉદયના ચરમસમય પછી પણ જે પ્રકૃતિઓની સત્તા હોય છતાં ચરમાવલિકામાં જેનો કેવળ ઉદય હોય પણ ઉદીરણા ન હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ ?
ઉત્તર–મિથ્યાત્વ, પુરુષવેદ, અને સમ્યક્ત મોહનીય એ ત્રણ અથવા સીવેદ, નપુંસકવેદ અને સંજવલન લોભ સહિત કુલ છે.
પ્રશ્ન–૧૯. ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ પર્યન્ત ઉદીરણા વિના જેનો કેવળ ઉદય પણ હોઈ શકે તેવી પ્રવૃતિઓ કઈ કઈ?
ઉત્તર–એ વેદનીય અને મનુષ્યાયુ, એમ કુલ ત્રણ
પ્રશ્ન-૨૦. ઉદય તથા સત્તાનો એકસાથે વિચ્છેદ થવા છતાં જે પ્રકૃતિઓનો ઉદીરણા વિના કેવળ ઉદય આવલિકા કરતાં પણ વધારે કાળ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઈ કઈ?
ઉત્તર–મનુષ્યગતિ, મનુષ્યાય, ત્રસત્રિક, સૌભાગ્ય, આદેયદ્ધિક, ઉચ્ચગોત્ર, તીર્થકર નામકર્મ, પંચેન્દ્રિય જાતિ અને બે વેદનીય આ તેર પ્રકૃતિઓનો ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે ઉદય-સત્તાનો સાથે વિચ્છેદ હોવા છતાં ચૌદમા ગુણસ્થાનકના અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ઉદીરણા વિના કેવળ ઉદય હોય છે અને તે કાળ આવલિકાથી વધારે છે. વળી આ તેરમાંથી મનુષ્યાય અને બે વેદનીયનો ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પણ ઉદીરણા વિના ઉદય હોઈ શકે છે.
પ્રશ્ન–૨૧. મિથ્યાષ્ટિને અનંતાનુબંધિનો ઉદય ન હોય ત્યારે જઘન્યથી મોહનીય સંબંધી સાત પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે તેથી તેને વિગ્રહગતિમાં સર્વોત્તર પ્રકૃતિનું પિસ્તાળીસનું ઉદયસ્થાન કેમ ન ઘટે ?
ઉત્તર–મિથ્યાત્વગુણસ્થાને અનંતાનુબંધિના ઉદય રહિત જઘન્યથી મોહનીયનું સાત પ્રકૃતિનું ઉદયસ્થાન પર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિયને જ હોય છે અને તે પ્રથમાવલિકામાં કાળ કરતો. નથી. એથી વિગ્રહગતિમાં સાતનો ઉદય ઘટતો ન હોવાથી સર્વોત્તરપ્રકૃતિનું પિસ્તાળીસનું ઉદયસ્થાન પણ ઘટતું નથી.
પ્રશ્ન–૨૨. સર્વોત્તર પ્રવૃતિઓનાં છવ્વીસ ઉદયસ્થાનોમાં ટીકાકાર મહર્ષિએ દર્શાવેલ ચોવીસ અલ્પતરોદયથી વધારે કયો અલ્પતરોદય ઘટી શકે ?
ઉત્તર–ટીકાકાર મહર્ષિએ ઓગણસાઠ અને ચોત્રીસ વિના શેષ ચોવીસ અલ્પતરોદય