________________
૮૧૪
પંચસંગ્રહ-૧ - ઉત્તર–મોહનીયકર્મ, તેનો ઉપશાંતમોગુણસ્થાને સર્વથા ઉદયવિચ્છેદ થાય છે અને ત્યાંથી પડતાં દશમે અથવા ચોથે ગુણસ્થાનકે ફરી ઉદ શરૂ થાય છે.
પ્રશ્ન–૮. બંધ આદિ ચારેના કયા ચાર પ્રકારો છે?
ઉત્તર–બંધ આદિ ચારેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અથવા ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત અને અવક્તવ્ય અથવા સાદિ વગેરે એમ ચાર પ્રકાર છે.
પ્રશ્ન–૯. અજઘન્ય તથા અનુત્કૃષ્ટમાં શું તફાવત છે ?
ઉત્તર–અજઘન્યમાં જઘન્ય સિવાય ઉત્કૃષ્ટ સુધીના દરેક ભેદોનો અને અનુકુષ્ટમાં ઉત્કૃષ્ટ સિવાય જઘન્ય સુધીના દરેક ભેદોનો સમાવેશ થઈ જાય છે. વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અપેક્ષા-વિશેષથી અજઘન્ય અને અનુત્કૃષ્ટ બન્નેમાં ગણી શકાય છે.
પ્રશ્ન–૧૦. ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદો અજઘન્ય અને અનુકૂષ્ટમાં - આવી જાય તો અજઘન્ય કે અનુત્કૃષ્ટરૂપ એક જ ભેદ ન પાડતાં બે ભેદ પાડવાનું શું કારણ ?
ઉત્તર–પ્રકૃતિ આદિનો વિચાર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એમ મુખ્યત્વે બે પ્રકારે કરવામાં આવે છે. તેથી જ્યારે જઘન્યને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અજઘન્ય અને જ્યારે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં રાખીને વિચાર કરવામાં આવે ત્યારે શેષ સઘળા ભેદોને અનુત્કૃષ્ટ કહેવાય છે. આ હકીકત ધ્યાનમાં રાખવા આ બે ભેદો પાડેલ છે. પણ જો જઘન્ય કે ઉત્કૃષ્ટને લક્ષ્યમાં ન રાખીએ તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સિવાયના શેષ દરેક ભેદો ગમે તે એકમાં આવી શકે.
પ્રશ્ન–૧૧. સર્વ ઉત્તર પ્રવૃતિઓનાં ઓગણત્રીસ બંધસ્થાનમાંથી ચતુર્થ ગુણસ્થાને કેટલાં બંધસ્થાનો ઘટી શકે ? અને તે કઈ રીતે ?
ઉત્તર–ચતુર્થ ગુણસ્થાને ત્રેસઠથી છાસઠ સુધીનાં ચાર બંધસ્થાનો ઘટી શકે, ત્યાં જ્ઞાના. ૫, દર્શ૦ ૬, વેદ. ૧, મોહ, ૧૭, ગોત્ર (ઉચ્ચ) ૧, અને અંતર ૫ એમ છે કર્મની પાંત્રીસ સહિત દેવપ્રાયોગ્ય નામકર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓ બાંધે ત્યારે ત્રેસઠનું, તે જ ત્રેસઠ જિનનામ અથવા દેવાયુ સહિત બાંધે ત્યારે અથવા દેવપ્રાયોગ્ય નામકર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિઓના બદલે મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીસ બાંધે ત્યારે એમ ત્રણ રીતે ચોસઠનું, તે જ પૂર્વોક્ત ત્રેસઠ જિનનામ અને દેવાયુ એ બન્ને સહિત બાંધે ત્યારે, અથવા મનુષ્ય પ્રાયોગ્ય ચોસઠ મનુષ્પાયુ કે જિનનામ સહિત બાંધે ત્યારે એમ ત્રણ રીતે પાંસઠનું, અને જ્યારે જિનનામ તથા મનુષ્યા, એ બન્ને સહિત પૂર્વોક્ત મનુષ્ય પ્રાયોગ્ય ચોસઠ બાંધે ત્યારે છાસઠનું બંધસ્થાન થાય છે.
પ્રશ્ન–૧૨. સર્વ ઉત્તર પ્રવૃતિઓનાં છવ્વીસ ઉદયસ્થાનોમાંથી આઠમા ગુણસ્થાને કેટલાં ઉદયસ્થાનો હોય? અને તે કઈ રીતે?
ઉત્તર–આઠમા ગુણસ્થાને એકાવનથી ચોપન સુધીનાં ચાર ઉદયસ્થાનો હોય. ત્યાં જ્ઞા ૫, દ૪, વે. ૧, મો. ૪, (મનુષ્ય) આયુ ૧, (મનુષ્ય પ્રાયોગ્ય) નામકર્મની ૩૦, (ઉચ્ચ) ગોત્ર ૧, અને અં૫, એમ ઓછામાં ઓછું એકાવનનું, તેમાં ભય, જુગુપ્સા અને નિદ્રાદિકમાંથી એક એ ત્રણમાંથી કોઈપણ એકનો ઉદય થાય ત્યારે ત્રણ રીતે બાવનનું, તે જ ત્રણમાંથી કોઈપણ બેનો