________________
પંચમત્કાર-પ્રશ્નોત્તરી
૮૧૫ ઉદય થાય ત્યારે ત્રણ રીતે ત્રેપનનું અને ત્રણેનો ઉદય સાથે થાય ત્યારે એક રીતે ચોપનનું ઉદયસ્થાન થાય છે.
પ્રશ્ન–૧૩. સર્વોત્તરપ્રકૃતિનાં અડતાળીસ સત્તાસ્થાનોમાંથી સાસ્વાદન ગુણસ્થાને કેટલાં અને કયાં કયાં સત્તાસ્થાનો હોય ? તેમજ તેમાં કયા કર્મની કેટલી પ્રકૃતિઓ હોય ?
ઉત્તર–૧૪૦, ૧૪૧, ૧૪૪, અને ૧૪૫ એ ચાર સત્તાસ્થાનો સાસ્વાદન ગુણસ્થાને હોય. ત્યાં જ્ઞા૫, ૬, ૯, વેટ ૨, મો. ૨૮ આ૦ ૧, ના. ૮૮ ગો૨ અને અંતર ૫. એમ ઓછામાં ઓછું એકસો ચાળીસ પ્રવૃતિઓનું સત્તાસ્થાન હોય અને આહારક ચતુષ્કની સત્તા હોય ત્યારે એકસો ચુંમાળીસનું, વળી તે બન્ને સત્તાસ્થાનોમાં પરભવના અન્ય આયુષ્યની સત્તા વધે ત્યારે અનુક્રમે એકસો એકતાળીસનું અને એકસો પિસ્તાળીસનું એમ કુલ ચાર સત્તાસ્થાનો હોય છે.
પ્રશ્ન૧૪. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા આશ્રયી કયા ક્યા મૂળ કર્મનો અવક્તવ્ય સંભવતો નથી ?
ઉત્તર–બંધ આશ્રયી વેદનીયનો, ઉદય આશ્રયી મોહનીય સિવાય સાત કર્મનો, ઉદીરણા આશ્રયી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય, નામ તથા ગોત્ર કર્મ–એ પાંચનો અને સત્તા આશ્રયી એક પણ મૂળ કર્મનો અવક્તવ્ય સંભવતો નથી.
પ્રશ્ન–૧૫. કેવલી-સમુદ્ધાતમાં સામાન્ય કેવલી અને તીર્થકર કેવલીને બીજા સમયે નામકર્મની છવ્વીસ અને સત્તાવીસ પ્રકૃતિઓનો ઉદય એક સમય જ હોય છે. અને તે અલ્પતરોદય કહેવાય છતાં તે બન્ને ઉદય અવસ્થિતોદય કેમ કહેવાય ?
ઉત્તર–કેવલી-સમુદ્ધાતના બીજા સમય આશ્રયી છવ્વીસ અને સત્તાવીસ પ્રકૃતિના અંવસ્થિતોદય ઘટતા નથી પરંતુ કેવલી-સમુઘાતમાં જ છઠ્ઠા અને સાતમા સમયે આ બન્ને ઉદયસ્થાનો બે સમય રહેતાં હોવાથી પહેલા સમયે ભૂયસ્કારરૂપે પ્રાપ્ત થાય છે અને બીજા સમયે અવસ્થિતોદયરૂપે પ્રાપ્ત થાય છે. તેમજ છદ્મસ્થજીવોને પણ છવ્વીસ અને સત્તાવીસનાં ઉદયસ્થાનો અંતર્મુહૂર્ત તથા તેથી પણ અધિક ઘણા કાળ સુધી ઘટતાં હોવાથી અવસ્થિતોદય કહી શકાય.
પ્રશ્ન-૧૬. ચૌદમા ગુણસ્થાનકના વિચરમ સમયે નીચગોત્રનો ક્ષય થવાથી ઉચ્ચગોત્રરૂપ એકનું સત્તાસ્થાન ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયરૂપ એક જ સમય હોવાથી ગોત્રકર્મના બે અને એક પ્રકૃતિરૂપ બે અવસ્થિત સત્તાસ્થાનો કેમ કહેવાય ? તેમજ ઉચ્ચગોત્રરૂપ એકની સત્તા ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમયે જ હોવાથી અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી બે પ્રકૃતિની સત્તારૂપ ગોત્રકર્મનો ભૂયસ્કાર પણ કેમ થાય ?
ઉત્તર–અહીં આ અપેક્ષાએ એક પ્રકૃતિની સત્તાસ્વરૂપ અવસ્થિત અને બે પ્રકૃતિની સત્તાસ્વરૂપ ભૂયસ્કાર જણાવેલ નથી. પરંતુ તેઉકાય અને વાયુકાયમાં ઉચ્ચગોત્રની ઉદ્ધલના કર્યા પછી ઘણા કાળ સુધી કેવળ નીચગોત્રરૂપ એકની સત્તા હોય છે. તેથી નીચગોત્ર આશ્રયી એક પ્રકૃતિનું સત્તાસ્થાન અવસ્થિત રૂપે છે. અને તે જ જીવ તેઉકાય-વાયુકાયમાંથી નીકળી અન્ય એકેન્દ્રિયાદિકમાં જઈ ઉચ્ચગોત્રનો બંધ કરે ત્યારે બેની સત્તારૂપ ભૂયસ્કાર પણ થાય છે.