________________
પંચમહાર—પ્રશ્નોત્તરી
પ્રશ્ન—૧. આ દ્વારનું નામ બંધિવિધ એટલે બંધના પ્રકારો છે. તેથી બંધના જ ચાર પ્રકારોનું સ્વરૂપ કહેવું જોઈએ. પરંતુ ઉદય, ઉદીરણા અને સત્તાનું સ્વરૂપ કેમ દર્શાવેલ છે ? ઉત્તર—બંધાયેલાં કર્મોનો જ ઉદય થાય છે. ઉદય હોય ત્યારે જ ઉદીરણા થાય છે. અને બંધાયેલાં કર્મોની જ જ્યાં સુધી આત્મા સાથે વિદ્યમાનતા હોય ત્યાં સુધી સત્તા કહેવાય છે. તેથી ઉદયાદિ ત્રણ પણ બંધના જ પ્રકારો હોવાથી બંધવિધિમાં ઉદયાદિ ત્રણનું સ્વરૂપ કહેવું તે યુક્ત જ છે.
પ્રશ્ન—૨. સમ્યક્ત્વ મોહનીય તથા મિશ્રમોહનીય બંધ વિના જ ઉદયાદિ ત્રણમાં પ્રાપ્ત થાય છે. તો બંધાયેલાં કર્મોનો જ ઉદય થાય છે. એમ કેમ કહેવાય ?
ઉત્તર—આ બે પ્રકૃતિઓ સ્વસ્વરૂપે બંધાતી નથી, પરંતુ બંધાયેલ મિથ્યાત્વના કર્મદલિકને જ ઔપશમિક સમ્યક્ત્વરૂપ વિશુદ્ધિના વશથી રસ ઘટાડીને સમ્યક્ત્વ અને મિશ્રમોહનીયરૂપે બનાવે છે. તેથી બંધાયેલાં કર્મોનો જ ઉદય થાય છે, એમ કહેવામાં હરકત નથી.
પ્રશ્ન—૩. એવું કયું કર્મ છે કે જેનો ઉદીરણા વિના કેવળ ઉદય કે બંધ મિશ્રગુણસ્થાને હોતો જ નથી ?
ઉત્તર—આયુષ્યકર્મ.
પ્રશ્ન—૪. એવાં કયાં મૂળકર્યો છે કે જેમની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી હોતી જ
નથી ?
શકે ?
ઉત્તર—વેદનીય અને આયુષ્યકર્મ.
પ્રશ્ન—પ. કેટલા કાળ સુધી કઈ કઈ પ્રકૃતિઓનો ઉદીરણા વિના પણ કેવળ ઉદય હોઈ
ઉત્તર—બે વેદનીય અને મનુષ્યાયુ એ ત્રણ પ્રકૃતિઓનો દેશોનપૂર્વક્રોડવર્ષ, પાંચ નિદ્રા, ત્રસત્રિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, સૌભાગ્ય, આદેયદ્ઘિક, તીર્થંકરનામકર્મ અને ઉચ્ચગોત્ર એ પંદરનો અંતર્મુહૂર્ત, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, ત્રણવેદ, સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મનુષ્ય આયુ વિના ત્રણ આયુ અને સંજ્વલન લોભ—આ ત્રેવીસ પ્રકૃતિઓનો એક આવલિકા સુધી કેવળ ઉદય હોય છે.
પ્રશ્ન—૬. શરૂઆતના મિથ્યાત્વાદિ ગુણસ્થાને ન બંધાય અને ઉપરનાં અમુક ગુણસ્થાનકોમાં જ બંધાય એવી કઈ કર્મપ્રકૃતિઓ છે ?
ઉત્તર—આહારકદ્વિક અને જિનનામ.
પ્રશ્ન—૭. એવું ક્યું મૂળકર્મ છે કે જેનો સર્વથા ઉદયવિચ્છેદ થાય છતાં ફરીથી ઉદયમાં આવી શકે ?