Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

Previous | Next

Page 836
________________ પંચમદ્વાર-સારસંગ્રહ ૮૧૧ કુલ સંખ્યાતમા ભાગના સમયોથી એક અધિક પદ્ધક થાય છે. માત્ર ક્ષીણમોહના ચરમસમયે નિદ્રાદ્ધિકની સ્વરૂપ સત્તા ન હોવાથી શેષ ચૌદ પ્રકૃતિઓ કરતાં આ બે પ્રકૃતિઓનું ચરમસમયરૂપ એક સ્પર્ધ્વક ઓછું થાય છે. હાસ્યષકનું એક સ્પર્ધ્વક આ પ્રમાણે થાય છે. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશ સત્તાવાળો જે જીવ ત્રસના ભાવોમાં ઉત્પન્ન થઈ અનેક વાર સમ્યક્ત અને દેશવિરતિ પ્રાપ્ત કરી ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરે, ત્યારબાદ નપુંસકવેદ અને સ્ત્રીવેદની વારંવાર બંધથી તેમજ હાસ્યાદિના દલિકના સંક્રમથી ઘણી પ્રદેશસત્તા કરી મનુષ્યમાં જઈ ચિરકાળ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિનો આરંભ કરે, તે જીવને હાસ્યષર્કના ચરમસંક્રમ વખતે જે જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન, તેમાં જ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટપ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી તે ચરમસમયે જે અનંતપ્રદેશસત્કર્મસ્થાનો થાય છે તેઓનો સમૂહ તે એક સ્પર્ધ્વક, આ રીતે હાસ્ય-ષકનું આ એક સ્તક જણાવેલ છે. પરંતુ તેથી વધારે બીજાં પણ સ્પષ્ક્રકો સંભવી શકે છે. અને તે આ એક સ્પર્ધકના ઉપલક્ષણથી લેવાનાં હોય એમ મને લાગે છે. ત્રણ વેદોનાં બે-બે રૂદ્ધકો આ પ્રમાણે છે–અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પ્રદેશ સત્તાવાળો જે આત્મા ત્રસમાં ઉત્પન્ન થઈ અનેક વાર દેશવિરતિ અને સર્વવિરતિ પ્રાપ્ત કરી ચાર વાર મોહનીયનો ઉપશમ કરે અને એકસો બત્રીસ સાગરોપમ પ્રમાણ સમ્યક્તનો કાળ પૂર્ણ કરી સમ્યક્તથી પડ્યા વિના જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થાય તે જીવને પોતપોતાના વેદના ઉદયના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે સર્વ જઘન્ય પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય. તેમાં તેમાં એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકશ જીવ સુધીના ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી તે જ ચરમસમયે જે અનન્તપ્રદેશસત્કર્મસ્થાનો થાય છે તેઓનો સમૂહ તે પહેલું સ્પદ્ધક છે. તે જ પ્રમાણે નપુંસકવેદ અને સ્ત્રીવેદની બીજી સ્થિતિના ચરમસમયે ચરમપ્રક્ષેપથી આરંભી પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશ સત્તા સુધીનું ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી અનન્તપ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહરૂપ બીજું સ્પષ્ડક થાય છે. અને પુરુષવેદમાં પ્રથમ સ્થિતિના ચરમસમયે જે દ્વિતીયસ્થિતિ સંબંધી ચરમપ્રક્ષેપ થાય છે તે દ્વિતીય સ્થિતિ સંબંધી સર્વ જઘન્ય પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. ત્યારબાદ પૂર્વોક્ત રીતે ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનાં અનન્તપ્રદેશસત્કર્મસ્થાનોનું બીજું સ્પર્ધ્વક થાય છે. અથવા પહેલી અને બીજી એમ બન્ને સ્થિતિઓની વિદ્યમાનતા વખતે સર્વજઘન્ય પ્રદેશસત્તાથી આરંભી પોતપોતાની સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તા સુધીનું ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી એક અને બેમાંથી ગમે તે એક સ્થિતિનો ક્ષય થયા બાદ એક સ્થિતિ શેષ રહે ત્યારે બીજું એમ પણ બે રૂદ્ધકો થાય છે. ત્યાં નપુંસકવેદ અને સ્ત્રીવેદના બીજી સ્થિતિના ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપ * પછી પ્રથમસ્થિતિ માત્ર એક ઉદય સમય પ્રમાણ રહે છે. અને પુરુષવેદની પ્રથમસ્થિતિના ક્ષય પછી બે સમયનૂન બે આવલિકા પ્રમાણ તેની બીજી સ્થિતિમાં રહેલ દલિકનાં રૂદ્ધકો થાય છે. પણ તે પદ્ધકોને અહીં સામાન્યથી એક પદ્ધક કહેલ છે.

Loading...

Page Navigation
1 ... 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858