Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર-પ્રશ્નોત્તરી
૮૧૭ બતાવેલ છે. પરંતુ ભાવિ તીર્થકરને બારમાં ગુણસ્થાનકના ચરમસમયે સુડતાળીસના ઉદયમાંથી નવ આવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ઉદયવિચ્છેદ થવાથી અને પછીના સમયે તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયે ચોત્રીસ પ્રકૃતિના ઉદયસ્થાન સ્વરૂપ પચીસમો અલ્પતરોદય પણ ઘટી શકે છે. છતાં તે ન બતાવવાનું કારણ તો અતિશય જ્ઞાનીઓ જ જાણે.
પ્રશ્ન-૨૩. નામકર્મનાં બાર સત્તાસ્થાનોમાં એવાં ક્યાં સત્તાસ્થાનો છે કે જે બે રીતે પ્રાપ્ત થાય ? અને તે કઈ રીતે ?
ઉત્તર–સપણું નહિ પામેલ અથવા એકેન્દ્રિયમાં જઈ વૈક્રિયઅષ્ટકની ઉઠ્ઠલના કરેલ એકેન્દ્રિયાદિ જીવોને વૈક્રિય અષ્ટક, આહારક ચતુષ્ક અને જિનનામ એ તેર વિના એંશીનું અથવા ક્ષપકશ્રેણીમાં ત્રાણુની સત્તાવાળાને નામકર્મની તેર પ્રકૃતિઓનો ક્ષય થયા પછી નવમા ગુણસ્થાનકના બીજા ભાગથી એંશીનું સત્તાસ્થાન હોય છે. આ રીતે એંશીનું સત્તાસ્થાન બે રીતે થાય છે. વળી એકેન્દ્રિયમાંથી આવેલ એંશીની સત્તાવાળા પંચેન્દ્રિયને પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયચતુષ્ક અને દેવદ્વિકના અથવા વૈક્રિયચતુષ્ક અને નરકદ્ધિકના બંધકાલે છની સત્તા બે રીતે વધવાથી ક્યાસીનું સત્તાસ્થાન પણ બે રીતે થાય છે.
પ્રશ્ન-૨૪. સર્વોત્તરપ્રકૃતિના અડતાળીસ સત્તાસ્થાનોમાં અગિયાર તથા બારનું સત્તાસ્થાન અયોગીના ચરમ સમયે અને ચોરાણું તથા પંચાણુંનું સત્તાસ્થાન ક્ષણમોહના ચરમ સમયે એક સમય માત્ર હોવાથી એ ચાર વર્જિત શેષ ચુંમાળીસ સત્તાસ્થાનો અવસ્થિત કહ્યાં છે. ત્યાં ચોરાણું અને પંચાણુની જેમ અહ્યાણ અને નવ્વાણુનું સત્તાસ્થાન પણ ક્ષીણમોહના ચરમ સમયે એક સમયમાત્ર હોવાથી આ બે સત્તાસ્થાનો પણ અવસ્થિત કેમ કહેવાય ?
ઉત્તર–અઠ્ઠાણું અને નવ્વાણું આ બે સત્તાસ્થાનો ક્ષીણમોહના ચરમસમયે એક સમયમાત્ર હોવાથી ત્યાં અવસ્થિત રૂપે ઘટતાં નથી, પરંતુ જે જીવોને ક્ષીણમોહના ચરમસમયે ચોરાણું અને પંચાણુની સત્તા થશે તે જીવોને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાને જ્યારે માનનો ક્ષય થાય ત્યારે અંતર્મુહૂર્ત કાળ સુધી સંજ્વલન માયા, લોભ અને નિદ્રાદ્રિક એ ચારની સત્તા અધિક હોવાથી તે વખતે અઠ્ઠાણું અને નવાણું આ બે સત્તાસ્થાનો અવસ્થિતરૂપે પ્રાપ્ત થાય છે. માટે કોઈ દોષ નથી.
પ્રશ્ન-૨૫. આ અડતાળીસ સત્તાસ્થાનોમાં એવું કયું સત્તાસ્થાન છે કે જેમાં એક જ પ્રકૃતિ બે વાર ગણવામાં આવેલ છે ? - ઉત્તર–એકસો અઠ્ઠાવીસના સત્તાસ્થાનમાં ચાલુ ભવનું તિર્યંચાયું અને આવતા ભવનું બંધાયેલ તિર્યંચાયું એમ એક જ તિર્યંચાયુ રૂપ પ્રકૃતિ બે વાર ગણવામાં આવે છે.
પ્રશ્ન-૨૬. મિથ્યાત્વ ગુણસ્થાને સર્વોત્તરપ્રકૃતિનાં કુલ કેટલાં અને કયાં ક્યાં સત્તાસ્થાનો હોય ?
ઉત્તર–મિથ્યાત્વ ગુણસ્થાને ૧૨૭, ૧૨૮, ૧૩૦, ૧૩૧ આ ચાર તથા ૧૩૬થી ૧૪૨ એ સાત તેમજ ૧૪૪ અને ૧૪૫ એમ કુલ તેર સત્તાસ્થાનો ટીકાકારશ્રીના લખવા મુજબ ઘટે છે. પંચ૦૧-૧૦૩