________________
પંચમત્કાર-પ્રશ્નોત્તરી
૮૨૩
ત્રણ કર્મો કરતાં સંખ્યાતગુણ છે. શેષ મોહનીયકર્મની સઘળી પ્રકૃતિઓનો સંખ્યાતગુણ નથી. પરંતુ કેટલીક પ્રવૃતિઓનો વિશેષાધિક અને કેટલીકનો જ્ઞાનાવરણીય આદિ ત્રણથી પણ ઓછો સ્થિતિબંધ છે, તેથી જ્ઞાનાવરણીય આદિ ત્રણ કર્મ કરતાં મોહનીયને દલિકભાગ વિશેષાધિક જ મળે છે.
પ્રગ્ન–૪૮. બીજાં કર્મોની જેમ વેદનીયકર્મનાં પુદ્ગલો થોડાં હોય તો સ્પષ્ટ અનુભવ કેમ ન થાય ?
ઉત્તર–વેદનીયકર્મનાં પુદ્ગલો ચાર પ્રકારના આહારમાંથી અશન જેવાં અને શેષ કર્મનાં પુગલો સ્વાદિમ આહાર જેવાં કહેલ છે તેથી જેમ–દાળ, ભાત, શાક, રોટલી વગેરે અશનરૂપ આહાર પૂરતા પ્રમાણમાં હોય તો જ તૃપ્તિરૂપ સ્વકાર્ય કરી શકે અને તજ, ઈલાયચી, સોપારી વગેરે સ્વાદિમ આહાર બહુ જ અલ્પ પ્રમાણમાં હોય તોપણ તૃપ્તિરૂપ સ્વકાર્ય કરી શકે છે. તે જ રીતે અહીં પણ સમજી લેવું.
પ્રશ્ન-૪૯. તીર્થંકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત કોણ કરે ? અને ક્યારે કરે ?
ઉત્તર-તીર્થંકર નામકર્મના નિકાચિત બંધની શરૂઆત મનુષ્ય જ કરે અને તે તીર્થકરના ભવથી પહેલાંના ત્રીજા ભવમાં જ કરે. તે માટે જુઓ આવશ્યક ચૂર્ણિ પૃઇ ૩૭૩, ગાથા નં. ૭૪૩, ૭૪૪.
આ પ્રશ્ન-૫૦. એવી કઈ પ્રકૃતિઓ છે કે જેની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને શુભ ગણાય ?
ઉત્તર–દેવ, મનુષ્ય અને તિર્યંચ એ ત્રણ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ વિશુદ્ધિએ બંધાય અને તેથી તે શુભ ગણાય છે.
. પ્રશ્ન-૫૧. પુણ્યપ્રકૃતિઓમાં એવી કઈ કઈ પ્રકૃતિઓ છે કે જેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસ બંધાય ?
* ઉત્તર–દેવાયુ મનુષ્યાય અને તિર્યંચાયુ આ ત્રણ આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધે જઘન્ય રસબંધ થાય છે.
પ્રશ્ન–પર. ઉપરના પ્રશ્નમાં જણાવેલ ત્રણ આયુષ્ય સિવાય શેષ સર્વ પુન્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામથી થાય અને તેથી તે અશુભ ગણાય તેવી રીતે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસબંધ સંક્લિષ્ટ પરિણામથી કેમ ન બંધાય ? વળી તે અશુભ કેમ ન ગણાય ?
ઉત્તર–જેમ સુવર્ણ ઉત્તમ હોવા છતાં તેના બંધનમાં લાંબા સમય સુધી રહેવું ગમતું નથી તેમ તે પુન્યપ્રકૃતિઓ હોવા છતાં તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંસારમાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરાવનાર હોવાથી તત્ત્વજ્ઞાનીને ગમતો નથી તેમજ તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામથી થાય છે માટે તે અશુભ ગણાય છે, જ્યારે પુન્યપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ વિશુદ્ધિએ બંધાય છે. માટે