Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર-સારસંગ્રહ
૮૦૯
પરંતુ ઉપાત્ત્વ સમયે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિનું એક સ્પર્ધક થાય છે.
ક્ષપિતકર્માંશ આત્માને અયોગીના દ્વિચરમસમયે જે સર્વથા જઘન્ય પ્રદેશસત્તા તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેમાં એક-એક પ્રદેશની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માંશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી તે જ દ્વિચરમસમયે અનન્ત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોને એક સમયની સ્થિતિનું ચરમ સ્પર્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અયોગીના ત્રિચરમસમયે બે સમયની સ્થિતિનું બીજું, ચોથા ચરમસમયે ત્રણ સમયની સ્થિતિનું ત્રીજું—એમ અયોગી ગુણસ્થાને અયોગી ગુણસ્થાનકના સમયોની સંખ્યાથી એક સ્પર્ધ્વક ન્યૂન થાય છે અને સયોગી ગુણસ્થાને ચરમસ્થિતિઘાતના ચરમ પ્રક્ષેપથી માંડી પદ્યાનુપૂર્વીએ અનુક્રમે વૃદ્ધિ પામતાં નિરંતર પ્રદેશસત્કર્મસ્થાનો ત્યાં સુધી કહેવાં યાવત્ પોતપોતાની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય. સંપૂર્ણ સ્થિતિસંબંધી આ યથાસંભવ એક સ્પÁક થાય છે. તેથી આ છાસઠ પ્રકૃતિઓનાં કુલ સ્પÁકો અયોગીગુણસ્થાનકના સમય પ્રમાણ થાય છે.
અયોગી-ગુણસ્થાને ઉદયવાળી ત્રસત્રિક વગેરે આઠ પ્રકૃતિઓનાં સ્પર્ધકો પણ આ જ પ્રમાણે થાય છે. પરંતુ અયોગી-ગુણસ્થાનકના ચરમસમયે પણ આ પ્રકૃતિઓની સ્વરૂપ સત્તા હોવાથી ચરમસમય સંબંધી એક સ્પર્ધ્વક અધિક થવાથી અયોગીના સમય કરતાં એક સ્પર્ધ્વક અધિક થાય છે.
મનુષ્યગતિ વગેરે ચાર પ્રકૃતિઓનાં પણ ત્રણ વગેરેની જેમ અયોગી-ગુણસ્થાનક આશ્રયી સમયાધિક અયોગી-ગુણસ્થાનકના કાળ પ્રમાણ સ્પર્ધકો થાય છે. તેમજ મનુષ્યગતિ તથા ઉચ્ચગોત્રનાં ઉદ્ગલના વખતે ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપ પછી અનુદયાવલિકામાં સમયન્યૂન આવલિકા પ્રમાણ અને ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપથી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીનું એક—એમ કુલ આવલિકાના સમયપ્રમાણ સ્પર્ધકો થાય છે. મનુષ્યાયુના ભવને અંતે સમયાધિક આવલિકાના સમયપ્રમાણ સ્પÁકો થાય છે. વળી યશઃકીર્ત્તિનું અપ્રમત્ત ગુણસ્થાને યથાપ્રવૃત્તકરણના અંતે એક સ્પર્ધ્વક થાય છે. તે આ રીતે—મોહના સર્વોપશમ સિવાયની ક્ષપિતકર્માંશની સઘળી ક્રિયાઓ કરી દીર્ઘકાળ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિ કરનાર આત્માને અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના ચરમસમયે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પહેલું પ્રદેશસત્કર્મસ્થાન છે. તેમાં એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માંશ આત્મા સુધીના ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. તેઓનો સમુદાય તે એક સ્પર્ધક છે.
વૈક્રિયસપ્તક વગેરે સત્તર પ્રકૃતિઓનાં અયોગી-ગુણસ્થાનક આશ્રયી ઔદારિક સપ્તકની જેમ અયોગીના સમયપ્રમાણ સ્પર્ધકો થાય છે. તેમજ ઉદ્ગલના વખતે ચરમસ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ થયા બાદ જે માત્ર ઉદયાવલિકા રહે છે—તેનો પણ સ્તિબુકસંક્રમ દ્વારા ક્ષય કરતાં કરતાં જ્યારે સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય અને સામાન્ય કર્મત્વની અપેક્ષાએ બે સમયપ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સર્વ જઘન્ય પ્રદેશસત્તાવાળા ક્ષપિતકર્માંશ આત્માને જે પંચ ૧-૧૦૨