Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 832
________________ પંચમઢાર-સારસંગ્રહ ૮૦૭ જઘન્યયોગે અલ્પકાળ બંધ કરવાનું કહેલ છે. જો મોહનીયનો ઉપશમ કરે તો અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિકો ગુણસંક્રમ દ્વારા પ્રાપ્ત થઈ જાય. એથી જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે મોહનીયના ઉપશમ સિવાયની ક્ષપિતકર્ભાશની શેષ ક્રિયાઓ કરી ક્ષપકશ્રેણિનો પ્રારંભ કરતાં અપ્રમત્ત ગુણસ્થાનકના અન્યસમયવર્તી આત્મા યથાપ્રવૃત્ત કરણના અંતે યશકીર્તિ અને સંજવલન લોભની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પછી અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અબધ્યમાન અશુભ પ્રવૃતિઓનાં ઘણાં દલિકો ઉપરોક્ત પ્રકૃતિઓમાં આવતાં હોવાથી જઘન્ય પ્રદેશસત્તા ઘટી શકતી નથી. જો કે આ ગ્રંથમાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામીમાં કંઈ વિશેષતા બતાવેલ નથી, પરંતુ કર્મપ્રકૃતિ સત્તાધિક ગા. ૪૩ની ટીકામાં જિનનામકર્મની જઘન્ય પ્રદેશસત્તાના સ્વામી, સાધિક ચોરાશી હંજાર વર્ષ પ્રમાણ જિનનામનો બંધ કરી કેવલજ્ઞાન પામી દેશોને પૂર્વક્રડવર્ષ સયોગી-ગુણસ્થાનકે રહી અયોગી ગુણસ્થાનકના ચરમસમયવર્તી જણાવેલ છે અને કેટલાક આચાર્યોના મતે ત~ાયોગ્ય જઘન્યયોગે જિનનામકર્મનો બંધ કરનાર ક્ષપિતકર્માશ જીવ બંધના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી કહેલ છે. પ્રદેશસત્તાસ્થાન | પ્રદેશસત્તાસ્થાનની વિચારણા માટે સ્પર્ધકની વિચારણા કરે છે. ક્ષપિતકર્માશ આત્માને કોઈપણ પ્રકૃતિના ક્ષયના ચરમસમયે એક સમયની સ્થિતિ પ્રમાણ સત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે પ્રથમ સત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવને બીજું, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજું, ત્રણ પરમાણુની સત્તાવાળા જીવને ચોથું–એમ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ આત્મા સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ક્ષયના ચરમસમયરૂપ એક જ સમયની સ્થિતિ પ્રમાણ કર્મસત્તા વખતે અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ અનંત પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહને એક સ્પર્ધ્વક કહેવામાં આવે છે. કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં અહીં એક-એક પરમાણુની વૃદ્ધિના સ્થાને એક-એક કર્મસ્કંધની વૃદ્ધિ કરવાનું કહેલ છે. આ જ પ્રમાણે ક્ષપિતકર્માશ જીવને તે તે પ્રકૃતિના ક્ષયના ઉપાસ્ય સમયે બે સમય પ્રમાણ સ્થિતિસત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે બીજા સ્પર્ધ્વકનું પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવનું બીજું, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજું. એમ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકર્માશ જીવ સુધીના ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અનંત પ્રદેશસત્કર્મસ્થાનો થાય છે. આ પ્રદેશસત્કર્મસ્થાનોના સમૂહને બીજું સ્પદ્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ત્રણ સમય પ્રમાણ - સ્થિતિસત્તા વખતે ત્રીજું, ચાર સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું, પાંચ સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે પાંચમું, એમ કેટલીક પ્રકૃતિઓનાં આવલિકાના સમય પ્રમાણ, કેટલીકનાં

Loading...

Page Navigation
1 ... 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858