Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮૦૬
પંચસંગ્રહ-૧
અપ્રમત્ત ગુણસ્થાને સ્વભૂમિકાનુસાર જઘન્યયોગે વર્તતાં સ્વબંધ યોગ્ય જઘન્ય અંતર્મુહૂર્વકાળ પ્રમાણ આહારકસપ્તકનો બંધ કરી પ્રથમ ગુણસ્થાને આવેલ આત્મા ઉદલના દ્વારા સંપૂર્ણ અન્તિમ સ્થિતિઘાતનો ક્ષય કરી સ્તિબુકસંક્રમ દ્વારા ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે આહારકસપ્તકની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
સાધિક એકસો બત્રીસ સાગરોપમ કાળ પ્રમાણ સમ્યક્તનું પાલન કરતાં યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં દલિકો ઓછાં કરી મિથ્યાત્વે ગયેલ ક્ષપિતકર્માશ જીવ ઉલના કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ સમય પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે સમ્યક્ત મોહનીય તથા મિશ્રમોહનીયની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
ક્ષપિતકર્માશ જે જીવ એકેન્દ્રિયપણામાં વૈક્રિય એકાદશનો ઉદ્દલના દ્વારા ક્ષય કરી સંજ્ઞીતિર્યંચમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્તકાળ સુધી ઉપરોક્ત પ્રકૃતિઓનો બંધ કરી સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા નારકપણે ઉત્પન્ન થાય. ત્યાં ઉદય તથા સંક્રમ દ્વારા યથાસંભવ સત્તામાંથી ઘણા પ્રદેશો ઓછા કરી ત્યાંથી સંજ્ઞી-તિર્યંચમાં ઉત્પન્ન થઈ તથા પ્રકારના અધ્યવસાયના અભાવે ત્યાં આમાંની એક પણ પ્રકૃતિનો બંધ કર્યા વિના જ કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે જીવ ઉઠ્ઠલના કરતાં જયારે સ્વરૂપની અપેક્ષાએ સમય. પ્રમાણ અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે વૈક્રિયસપ્તક, દેવદ્વિક તથા નરકદ્ધિક આ અગિયાર પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
ઘણાં દલિકો સત્તામાં હોય તો જઘન્ય પ્રદેશસત્તા ન થાય. માટે પ્રથમ એકેન્દ્રિયપણામાં ઉલના કરવાનું અને અસંજ્ઞી સાતમી નરકમાં જતો ન હોવાથી તેમજ બંધ દ્વારા ઘણાં દલિકો ન આવે તેથી સંજ્ઞી-તિર્યંચમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્વકાળ પ્રમાણ બંધ કરવાનું કહેલ છે.
અલ્પકાળમાં બંધાયેલ દલિકો પણ યથાસંભવ ઉદય તથા સંક્રમ દ્વારા સત્તામાંથી ઘણાં ઓછાં થાય અને ફરીથી બંધ દ્વારા નવાં દલિકો સત્તામાં ન આવે તેથી સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ સુધી તિર્યંચમાં આવીને પણ બંધ કર્યા વિના જ એકેન્દ્રિયમાં જાય—એમ કહેલ છે.
પિતકર્મીશ તેઉકાય અથવા વાયુકાય ઉદ્દલના દ્વારા મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રનો ક્ષય કરી સૂક્ષ્મ પૃથ્વીકાય આદિમાં ઉત્પન્ન થઈ જધન્યયોગે સ્વબંધયોગ્ય જઘન્ય અંતર્મુહૂર્તકાળ સુધી તે ત્રણનો બંધ કરી ફરીથી તેઉકાય અથવા વાયુકાયમાં ઉત્પન્ન થઈ દીર્ઘ ઉદ્ધલના કરે, ત્યાં છેલ્લી ઉદયાવલિકાનો ક્ષય કરતાં જ્યારે સ્વરૂપની અપેક્ષાએ એક સમય અને કર્મત્વની અપેક્ષાએ બે સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે તે આત્મા મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રની જઘન્ય પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
પહેલાંના ઘણા કાળનાં બંધાયેલ દલિકો સત્તામાં ન રહે માટે પહેલાં તેઉકાય કે વાયુકાર્યમાં ઉદ્ધલના કરવાનું અને અન્ય જીવો કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયાદિને યોગ અલ્પ હોવાથી નવીન બંધ વખતે પણ ઘણાં જ અલ્પ દલિકો બંધાદિથી પ્રાપ્ત થાય તેથી સૂક્ષ્મ પ્રથ્વીકાયાદિમાં
તાપી શાય છે