Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૮૦૪
અશુભ પ્રકૃતિઓનાં ઘણાં દલિકો પ્રાપ્ત થાય છે.
વધારેમાં વધારે જેટલા ઉત્કૃષ્ટ યોગ વડે અને વધારેમાં વધારે જેટલા મોટા અંતર્મુહૂર્ત સુધી આયુષ્ય બાંધી શકાય તેટલા ઉત્કૃષ્ટ બંધકાળ વડે તેત્રીસ સાગરોપમ પ્રમાણ દેવ અને નરકાયુષ્યનો જે આત્મા બંધ કરે તે આત્મા બંધના અન્તિમ સમયથી આરંભી દેવ અને નરકભવમાં ઉત્પત્તિના પ્રથમ સમય સુધી અનુક્રમે દેવ અને નરકાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પછી-પછીના સમયે ઉદય દ્વારા સત્તામાંથી દલિકો ઓછાં થતાં હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંભવી શકતી નથી.
ઉત્કૃષ્ટ યોગ વડે અને ઉત્કૃષ્ટ બંધકાળ વડે પૂર્વક્રોડવર્ષ પ્રમાણ તિર્યંચાયુનો બંધ કરી આયુ પૂર્ણ થયે પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થઈ અતિ સુખપૂર્વક અંતર્મુહૂર્ત પ્રમાણ તિર્યંચાયુ ભોગવી મરણ સન્મુખ થયેલ છતાં હજુ જેણે અપવર્ઝના કરી નથી એવો જીવ ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ બંધકાળથી આગામી ભવનું તિર્યંચાયુ બાંધે ત્યારે બંધના અંતસમયે તે જીવ તિર્યંચાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. કારણ કે તે જીવને તે સમયે જ અંતર્મુહૂર્ત ન્યૂન સંપૂર્ણ બે આયુષ્યના પ્રદેશો સત્તામાં હોય છે. ત્યારબાદ તરત જ અપવર્ત્તના દ્વારા અનુભૂયમાન આયુષ્યનાં ઘણાં દલિકો દૂર થાય છે. માટે પછી ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ઘટી શકતી નથી.
ઉપરોક્ત વિશેષતાવાળો મનુષ્ય મનુષ્યાયુની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે. પરંતુ ઉપ૨ જ્યાં જ્યાં તિર્યંચાયુ કહેલ છે. તેના સ્થાને અહીં મનુષ્યાયુ સમજવું.
પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા મનુષ્ય કે તિર્યંચના નિરંતર સાત ભવમાં અતિસંક્લિષ્ટ અધ્યવસાયોથી વારંવાર નરકદ્ધિકનો બંધ કરી નરકાભિમુખ થયેલો જીવ મરણના અન્ય સમયે નરકદ્વિકની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
જે જીવ પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળા કે મનુષ્ય-તિર્યંચના નિરંતર સાત ભવમાં દેવદ્વિક તથા વૈક્રિયદ્વિકનો વારંવાર બંધ કરી આઠમા ભવે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય. ત્યાં દેવપ્રાયોગ્ય જ બંધ હોવાથી નિરંતર આ ચારે પ્રકૃતિઓનો બંધ કરનાર તે જીવ યુગલિકભવના અન્ય સમયે આ ચારે પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી થાય છે.
સાતમી નરકમાં ઉત્પન્ન થઈ અત્યંત શીઘ્ર પર્યાપ્ત થઈ તરત જ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મનુષ્યદ્વિક તથા વજ્રઋષભનારાચ સંઘયણ—આ ત્રણનો અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યાં સુધી એટલે કે—બે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પર્યન્ત' નિરંતર બંધ કરી મિથ્યાત્વાભિમુખ થયેલ જીવ સમ્યક્ત્વના અન્યસમયે મનુષ્યદ્ધિક તથા વજઋષભનારાચની ઉત્કૃષ્ટ પ્રદેશત્તાનો સ્વામી થાય છે.
જે જીવ સાધિક એકસો બત્રીસ સાગરોપમ પર્યન્ત નિરંતર બંધ તથા અન્ય પ્રકૃતિઓના સંક્રમથી અત્યંત ઘણાં દલિકો સત્તામાં એકઠાં કરે અને તે કાળની અંદર જ ચાર વાર મોહનીયનો ઉપશમ કરી અંતે ક્ષપકશ્રેણિનો આરંભ કરે તે જીવ સ્વ-સ્વ બંધના અન્ત્યસમયે પંચેન્દ્રિય જાતિ, સમચતુરસ સંસ્થાન, પરાઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસચતુષ્ક, સુસ્વર, સૌભાગ્ય