Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૮૦૨
ભવ્યોને અધ્રુવ છે.
આ ચાળીસે પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા ક્ષપિતકર્માંશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે સમયમાત્ર હોવાથી ‘સાદિ-અવ' છે. વળી ક્ષયના ઉપાત્ત્વ સમય સુધીની સઘળી સત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે.
યશઃકીર્દિ તથા સંજ્વલન લોભની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માંશ જીવને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે એક સમય માત્ર હોવાથી ‘સાદિ-અવ’ છે. અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી થાય છે. માટે તેની સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સ્થાનને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્ય આશ્રયી ધ્રુવ અને ભવ્ય આશ્રયી અધ્રુવ એમ ચાર પ્રકારે છે.
આ બન્ને પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા અપ્રમત્ત ગુણસ્થાને યથાપ્રવૃત્તકરણના અન્યસમયે ક્ષપિતકર્માંશ જીવને માત્ર એક સમય હોય છે તેથી ‘સાદિ-અવ’ છે, તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે, પૂર્વોક્ત જીવને ગુણસંક્રમ દ્વારા બન્ને પ્રકૃતિઓમાં ઘણાં દલિકો પ્રાપ્ત થવાથી અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયે અજઘન્ય પ્રદેશસત્તા ફરીથી પ્રાપ્ત થાય છે માટે તેની સાદિ, જઘન્ય પ્રદેશસત્તા સ્થાનને અથવા સત્તા-વિચ્છેદ સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
ચારે અનંતાનુબંધિની જઘન્ય પ્રદેશસત્તા-સ્વરૂપસત્તાની અપેક્ષાએ પોતપોતાના ક્ષયના અન્ય સમયે સમયમાત્ર હોવાથી ‘સાદિ-અવ' છે. તે સિવાયની સઘળી સત્તા અજઘન્ય છે. ઉપર જણાવેલ આત્મા પહેલા ગુણસ્થાને આવી ફરીથી અનંતાનુબંધિ બાંધે ત્યારે અજઘન્ય પ્રદેશસત્તાની સાદિ, જઘન્ય સત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
શેષ ચોરાશી ધ્રુવસત્તા પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા ક્ષપિતર્થાંશ જીવને પોતપોતાના ક્ષયના ચરમસમયે માત્ર એક સમય હોવાથી ‘સાદિ-અવ’ છે. તે સિવાયની સર્વ સત્તા અજધન્ય છે. તેની આદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
ચાર અનંતાનુબંધિ તથા આ ચોરાશી, એમ ઇઠ્યાશી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માંશ મિથ્યાદૃષ્ટિને હોય છે અને ઉત્કૃષ્ટ સિવાયના કાળે અનુત્કૃષ્ટ હોય છે. તેથી ઉત્કૃષ્ટઅનુત્કૃષ્ટ એ બન્ને પ્રકારો ‘સાદિ-અવ’ છે.
અવસત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તા જ ‘સાદિ-અધ્રુવ' હોવાથી તેઓના જઘન્ય પ્રદેશસત્તા આદિ ચારે પ્રકારો ‘સાદિ-અવ’ એમ બે જ પ્રકારે હોય છે. ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્વામી
સાતમી નરકમાં વર્તમાન ગુણિતકર્માંશ આત્મા અન્ય સમયે ોખરી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાનો સ્વામી છે. તેથી હવે જે પ્રકૃતિઓમાં ।િશેષતા છે તે બતાવે છે. ગુણિતકર્માંશ આત્મા સાતમી નરકમાંથી નીકળી પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થઈ