Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૮00
પંચસંગ્રહ-૧
વળી એકવીસ પ્રકૃતિઓમાં જઘન્ય અનુભાગ સત્તાના સ્વામિપણામાં આ વિશેષતા છે.
ક્ષીણમોહ ગુણસ્થાનકના ચરમસમયવર્તી જીવો કેવળજ્ઞાનાવરણ, કેવળદર્શનાવરણ અને પાંચ અંતરાયની. ઉત્કૃષ્ટ કૃતલબ્ધિસંપન્ન ચૌદ પૂર્વધર મહર્ષિઓ મતિ-શ્રુતજ્ઞાનાવરણ તથા ચક્ષુઅચક્ષુદર્શનાવરણ એ ચારની, પરમાવધિવંત અવધિકિાવરણની અને વિપુલમતિ મન:પર્યવજ્ઞાની મન:પર્યવજ્ઞાનાવરણની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી છે.
ક્ષીણમોહના દ્વિચરમસમયવર્તી નિદ્રાદ્ધિકની અને પોતપોતાના ક્ષયના ચરમસમયવર્તી જીવો ત્રણવેદ, સમ્યક્ત મોહનીય તથા સંજ્વલન લોભની જઘન્ય અનુભાગ સત્તાના સ્વામી છે. - સત્તાગત સ્થિતિના ભેદોની જેમ સત્તાગત રસના પણ અનેક ભેદો છે. તે ભેદોને સત્તાગત અનુભાગસ્થાનો કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે.
અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનોથી બંધસમયે બંધ દ્વારા કર્મમાં જે રસ ઉત્પન્ન થાય છે તે બંધોત્પત્તિક અનુભાગસ્થાનો કહેવાય છે. તેના કારણભૂત અધ્યવસાયસ્થાનો ભિન્ન ભિન્ન જીવો આશ્રયી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોવાથી બંધોત્પત્તિક અનુભાગ સ્થાનો પણ અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે.
બંધાયેલ કર્મની બંધાવલિકા વીત્યા પછી ઉદ્વર્તના તથા અપવર્તનારૂપ બે કરણોથી બંધાયેલ સત્તાગત રસને હણી એટલે કે તેમાં વૃદ્ધિ હાનિ કરી બંધ કરતાં નવીન પ્રકારનાં જે સત્તાગત અનુભાગસ્થાનો ઉત્પન્ન કરાય છે તે હતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો કહેવાય છે.
બંધાયેલ સત્તાગત એક-એક અનુભાગ સ્થાનમાં પણ ભિન્ન ભિન્ન જીવો આશ્રયી ઉદ્વર્તના અપવર્તના દ્વારા અસંખ્ય પ્રકારના ફેરફારો થતા હોવાથી બંધોત્પત્તિની અપેક્ષાએ હતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો અસંખ્ય ગુણ છે.
ઉદ્વર્તના-અપવર્તનારૂપ બે કરણ-વિશેષથી ઉત્પન્ન થયેલ સત્તાગત એક-એક અનુભાગસ્થાનોને રસઘાત વડે હણવાથી જે નવીન સત્તાગત અનુભાગસ્થાનો ઉત્પન્ન થાય છે, તે હતeતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો કહેવાય છે.
ઉદ્વર્તના-અપવર્તનારૂપ કરણ દ્વારા ઉત્પન્ન થયેલ એક-એક સત્તાગત અનુભાગ સ્થાનમાં રસઘાતથી ભિન્ન-ભિન્ન જીવો આશ્રયી અસંખ્ય પ્રકારો થાય છે. તેથી હતોત્પત્તિક અનુભાગસ્થાનો કરતાં હતતોત્પત્તિક સત્તાગત અનુભાગસ્થાનો અસંખ્યગુણ છે.
પ્રદેશસત્તા અહીં સાઘાદિ, સ્વામિત્વ અને પ્રદેશસત્કર્મસ્થાન આ ત્રણનો વિચાર કરવાનો છે. તેમાં સાદ્યાદિ પ્રરૂપણા મૂળકર્મવિષયક અને ઉત્તરકર્મવિષયક એમ બે પ્રકારે છે.
ત્યાં આયુષ્ય સિવાય સાતકર્મની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા સાદિ-અધુવ' એમ બે બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ-નવ, એમ સાતકર્મના ત્રેસઠ અને આયુષ્યની ચારે પ્રકારની પ્રદેશસત્તા “સાદિ-અધુવ' એમ બે-બે પ્રકારે હોવાથી આઠ ભંગ એમ મૂળકર્મ આશ્રયી કુલ એકોત્તેર ભંગ થાય છે.