Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
૭૯૮
હોવાથી તે સાતના અવિરતિ જીવો પણ જઘન્ય સ્થિતિસત્તાના સ્વામી ઘટી શકે.
મનુષ્યગતિ, સમ્યક્ત્વ મોહનીય અને ઉચ્ચગોત્ર એ ત્રણ પ્રકૃતિઓ પ્રથમ ગુણસ્થાને ઉદ્ગલના ક૨ના૨ જીવો આશ્રયી ઉદયવતી ન હોવાથી સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય પ્રમાણ સ્થિતિ હોવા છતાં સામાન્ય કર્મપણાની અપેક્ષાએ બે સમય પ્રમાણ જઘન્ય સ્થિતિસત્તા હોય છે અને સમ્યક્ત્વીને પોતાના ક્ષયના અન્ય સમયે સમ્યક્ત્વ મોહનીયની તેમજ શેષ બેની ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે—એમ ત્રણેની એક જ સમયની સ્થિતિસત્તા હોવાથી કદાચ પહેલા ગુણસ્થાને જઘન્ય સ્થિતિસત્તા ન પણ ઘટે છતાં શેષ પ્રકૃતિઓની જધન્ય સ્થિતિસત્તાના સ્વામી યથાસંભવ પહેલા તથા ચોથા ગુણસ્થાને રહેલ જીવો પોતપોતાના ક્ષયના ચરમસમયે પણ હોઈ શકે એમ લાગે છે. પરંતુ ટીકામાં હકીકતની વિવક્ષા કરી નથી એમ લાગે છે.
સ્થિતિસ્થાનો
સ્થિતિસ્થાનો એટલે સ્થિતિના ભેદો, તે ‘બંધથી થયેલ સ્થિતિસ્થાનો’ અને ‘સત્તાગત સ્થિતિસ્થાનો' એમ બે પ્રકારે છે. અહીં માત્ર સત્તાગત સ્થિતિનો જ વિચાર કરવાનો છે.
કોઈપણ એક જીવને એક સમયે સત્તામાં જેટલી સ્થિતિ હોય તે સત્તાગત એક સ્થિતિસ્થાન કહેવાય. જેમ—કોઈ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે પ્રથમ સ્થિતિસ્થાન કહેવાય. સમયન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે બીજું. આ રીતે બે સમય ન્યૂન, ત્રણ સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય તે અનુક્રમે ત્રીજું, ચોથું સત્તાસ્થાન કહેવાય. એમ એક-એક સમયહીન કરતાં એક કાળે એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા હોય ત્યાં સુધીનાં સત્તાથત સ્થિતિસ્થાનો પંચેન્દ્રિયથી એકેન્દ્રિય સુધીના ભિન્ન ભિન્ન જીવોને નિરંતરપણે પ્રાપ્ત થાય.
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાની નીચેનાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણિમાં અને કેટલીક પ્રકૃતિઓનાં ઉદ્દલના કરતી વખતે સાન્તર અને નિરંતર એમ બન્ને પ્રકારે પ્રાપ્ત થાય છે.
એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાંના ઉપરના ભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તાનો અંતર્મુહૂર્તમાં એકીસાથે નાશ કરે ત્યારે અંતર્મુહૂર્તના પહેલા સમયથી જ ઉદયવતી પ્રકૃતિઓની એક-એક સ્થિતિનો અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રકૃતિઓની એક-એક સ્થિતિનો સ્તિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય અને ત્યારબાદ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો એક સાથે ક્ષય થતો હોવાથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોનું અંતર પડે છે. ત્યારબાદ પુનઃ અંતર્મુહૂર્વકાલમાં બીજો સ્થિતિઘાત કરે, ત્યારે પણ ઉપર મુજબ શરૂઆતમાં અંતર્મુહૂર્તકાલ પ્રમાણ નિરંતર અને પછી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અંતરવાળું સ્થિતિસ્થાન પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચરમસ્થિતિઘાત થાય ત્યાં સુધી સમજવું.
પછી એક આવલિકા પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. તેના એક-એક સ્થિતિસ્થાનનો ઉદયવતી પ્રકૃતિઓમાં અનુભવવા દ્વારા અને અનુદયવતી પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમ દ્વારા પ્રતિસમયે ક્ષય થતો હોવાથી ઉદયવતી પ્રકૃતિઓનાં આવલિકાના સમય પ્રમાણ અને અનુદયવતી