Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૯૯
પ્રકૃતિઓનાં સ્વરૂપસત્તાની અપેક્ષાએ એક સમય ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થાય છે.
જો કે ચરમસ્થિતિઘાત પછી અયોગી ગુણસ્થાને સત્તાવાળી પ્રકૃતિઓમાંથી ઉદયવતી પ્રકૃતિઓનાં અયોગી-ગુણસ્થાનકના કાળ પ્રમાણ અને અનુદયવતીનાં એક સમય ન્યૂન અયોગી ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂર્તના સમય જેટલાં સત્તાગત સ્થિતિસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થઈ શકે, પરંતુ તે ટીકામાં જણાવેલ નથી. તેનું કારણ અહીં છમસ્થ જીવોની વિરક્ષા કરી હોય તેમ લાગે છે.
અસત્કલ્પનાએ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા-એક લાખને પાંચ સમય પ્રમાણ, એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા એક હજાર ને પાંચ સમય પ્રમાણ, પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સ્થિતિસત્તા સ્થાનો નેવું, એક સ્થિતિઘાતનો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ–દશ સમય પ્રમાણ અને ઉદયાવલિકા-પાંચ સમય પ્રમાણ કલ્પીએ તો એક લાખ પાંચ સમયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાથી એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા સુધીનાં નવાણું હજાર સત્તાસ્થાનો નિરંતરપણે પ્રાપ્ત થાય. ત્યારબાદ એક હજારને પાંચથી નવસો છ— સુધીનાં દશ સત્તાસ્થાનો નિરંતર, પછી નવસો પંચાણુંથી નવસો છ સુધીનાં નેવું સત્તાસ્થાનો પ્રાપ્ત થતાં નથી. વળી નવસો પાંચથી આઠસો છેનું સુધીનાં નિરંતર પ્રાપ્ત થાય છે. એમ પાંચ સમયની સ્થિતિસત્તા સુધી દરેક સ્થિતિઘાતમાં અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ દશ-દશ સ્થાનો નિરંતર અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ નેવું-નવું સ્થાનોના અંતરપૂર્વક સ્થિતિસ્થાનો પ્રાપ્ત થાય છે અને પાંચ સમય પ્રમાણ છેલ્લી ઉદયાવલિકામાં ઉદયવતી પ્રવૃતિઓમાં પાંચ અને અનુદયવતી પ્રવૃતિઓમાં ચરમસમય વિનાનાં ચાર સત્તાસ્થાનો નિરંતર પ્રાપ્ત થાય છે.
અનુભાગ સત્તા - સંક્રમણ કરણમાં–એક સ્થાનક આદિ સ્થાન આશ્રયી, ઘાતિપણાને આશ્રયી, સાદ્યાદિ અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી જે પ્રમાણે કહેલ છે તે જ પ્રમાણે અહીં અનુભાગસત્તાના વિષયમાં પણ સમજવું. માત્ર ઓગણીસ પ્રવૃતિઓની જઘન્ય અનુભાગ સત્તાના વિષયમાં આ વિશેષતા છે.
મતિ, શ્રત, અવધિ જ્ઞાનાવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિ દર્શનાવરણ, પાંચ અંતરાય, ચાર સંજવલન અને ત્રણ વેદ-એમ અઢાર પ્રકૃતિઓની સ્થાન આશ્રયી એક સ્થાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતિ રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે સંક્રમણકરણમાં જઘન્ય અનુભાગ સંક્રમમાં આ અઢારમાંથી પુરુષવેદ અને ચાર સંજવલન સિવાય તેનો અનુભાગ સંક્રમ દ્રિસ્થાનક અને સર્વઘાતી કહેલ છે.
મન:પર્યવજ્ઞાનાવરણની સ્થાન આશ્રયી દ્વિસ્થાનક અને ઘાતિપણાને આશ્રયી દેશઘાતી - રસની જઘન્ય અનુભાગ સત્તા હોય છે. જ્યારે જઘન્ય અનુભાગ સંક્રમમાં દ્વિસ્થાનક અને સર્વઘાતી રસનો સંક્રમ કહે છે.