________________
પંચમઢાર-સારસંગ્રહ
૮૦૧
ત્યાં ક્ષપિતકર્માશ આત્માને પોતપોતાના ક્ષયના ચરમસમયે સાતે કર્મની જઘન્ય પ્રદેશસત્તા હોય છે. તે એક સમયે માત્ર હોવાથી “સાદિ-અદ્ભવ' છે. તે સિવાયની સઘળી પ્રદેશસત્તા તે અજઘન્ય પ્રદેશસત્તા છે. તેનો આરંભ ન હોવાથી અનાદિ છે. અભવ્યોને તેનો અંત થવાનો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને અંત થવાનો હોવાથી તે અધ્રુવ છે. - આ સાતે કર્મની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સંપૂર્ણ ગુણિતકર્માશ સાતમી નરકના ચરમસમયવર્તી જીવને હોય છે. શેષ જીવોને અનુષ્ટ હોય છે, માટે આ બન્ને સાદિ-અધ્રુવ છે.
ચારે આયુષ્ય અધુવસત્તાવાળા હોવાથી તેના જઘન્યાદિ ચારે “સાદિ-અધુવ’ એમ બે પ્રકારે છે.
સાતવેદનીય, સંજવલન ક્રોધાદિ ત્રણ, પુરુષવેદ, પંચેન્દ્રિય જાતિ, તૈજસ-કાશ્મણ સપ્તક, સમચતુરગ્ન સંસ્થાન, વજ ઋષભનારા, સંઘયણ, શુભ વર્ણાદિ અગિયાર, પ્રશસ્ત વિહાયોગતિ, અગુરુલઘુ, નિર્માણ, પરાઘાત, ઉચ્છવાસ અને ત્રસનવક–આ ચાળીસ પ્રકૃતિઓની અનુષ્ટ પ્રદેશસત્તા ચાર પ્રકારે, અજઘન્ય સાદિ વિના ત્રણ પ્રકારે અને ઉત્કૃષ્ટ તથા જઘન્ય “સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક પ્રકૃતિના અગિયાર-અગિયાર ભાંગા થાય છે. એથી ચાળીસના કુલ ચારસો ચાળીસ ભાંગા થાય છે.
યશ-કીર્તિ તથા સંજવલન લોભના અનુત્કૃષ્ટ તથા અજઘન્યના ચાર-ચાર અને ઉત્કૃષ્ટ તથા જઘન્યના બે-બે પ્રકાર હોવાથી એક-એકના બાર. એમ બેના ચોવીસ ભંગ થાય છે.
ચાર અનંતાનુબંધિના અજઘન્યના ચાર અને શેષ ત્રણના બે-બે એમ એક-એકના દશદશ જેથી ચારના ચાળીસ ભાંગા થાય છે.
શેષ ચોરાશી ધ્રુવસત્તા પ્રકૃતિઓની અજઘન્ય પ્રદેશસત્તા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રદેશસત્તા “સાદિ-અધુવ’ એમ બે-બે પ્રકારે હોવાથી એક એકના નવ-નવ એમ ચોરાશી પ્રકૃતિઓના કુલ સાતસો છપ્પન ભાંગા થાય છે.
અઠ્ઠાવીસ અધુવસત્તા પ્રકૃતિઓના જઘન્યાદિ ચારે “સાદિ-અધુવ’ એમ બે બે પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ એમ અઠ્ઠાવીસના કુલ બસો ચોવીસ. આ પ્રમાણે પ્રદેશસત્તા આશ્રયી એકસો અઠ્ઠાવન પ્રકૃતિઓના કુલ ચૌદસો ચોરાશી ભાંગા થાય છે.
ત્યાં વજઋષભનારાચ વિના પૂર્વોક્ત સાતવેદનીયાદિ ઓગણચાળીસ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ગુણિતકર્માશ આત્માને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના બંધવિચ્છેદ સમયે માત્ર એક જ સમય હોવાથી “સાદિ-અધ્રુવ’ એમ બે પ્રકારે છે. બંધવિચ્છેદ પછીના સમયે ફરીથી અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા શરૂ થતી હોવાથી સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાના સ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ છે.
વજઋષભનારાચ સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સાતમી નરકમાં રહેલ ગુણિતકર્માશ મિથ્યાત્વાભિમુખ જીવને સમ્યક્તના ચરમસમયે માત્ર એક જ સમય હોય છે. તેથી “સાદિઅધુવ’ એમ બે પ્રકારે છે. વળી તે જ આત્મા મિથ્યાત્વે આવે ત્યારે પુનઃ અનુત્કૃષ્ટ પ્રદેશસત્તા થાય માટે સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ તથા પંચ૦૧-૧૦૧
શ થાય છે.
•