________________
પંચસંગ્રહ-૧
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ ઘાતીકર્મની પ્રકૃતિઓ, વર્ણાદિ વીસ, તૈજસ-કાર્પણ સપ્તક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અગુરુલઘુ અને નિર્માણ આ તેત્રીસ નામકર્મની પ્રકૃતિઓ અને મિથ્યાત્વ મોહનીય, આ અડતાળીસ ધ્રુવોદયી પ્રકૃતિઓનો અભવ્યોને અનાદિકાળથી ઉદય છે અને અનંતકાળ સુધી રહેવાનો છે માટે અનાદિ અનંત, તેમજ ભવ્યોને અનાદિકાળથી ઉદય થવા છતાં ભવિષ્યમાં વિચ્છેદ થવાનો હોવાથી અનાદિ સાન્ત. એમ બે પ્રકારે કાળ છે. વળી સમ્યક્ત્વથી પડી મિથ્યાત્વે ગયેલાને મિથ્યાત્વનો પુનઃ ઉદય થાય છે અને સમ્યક્ત્વ પામે ત્યારે ફરી ઉદયનો વિચ્છેદ થાય છે. માટે મિથ્યાત્વનો સાદિ-સાન્ત સહિત ત્રણ પ્રકારે કાળ છે. શેષ એકસો દશ પ્રકૃતિઓ અવોદયી હોવાથી તેઓનો કાળ સાદિ-સાન્ત જ છે.
૭૭૬
બંધની જેમ ઉદય પણ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારે છે. અમુક અપવાદ સિવાય ઉદય અને ઉદીરણા સર્વદા સાથે જ હોય છે, માટે આગળ ઉપર આચાર્ય મ. સા. ઉદીરણાકરણમાં જે પ્રમાણે પ્રકૃતિ આદિ ઉદીરણા, તેના સ્વામી અને સાદ્યાદિ બતાવશે તે પ્રમાણે ઉદયમાં પણ સમજવાના છે. આ પ્રકરણમાં માત્ર ઉદીરણાથી જે વિશેષતા છે, તે જ બતાવવામાં આવશે.
પ્રકૃતિઉદય
ત્યાં પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ક્ષીણમોહ ગુણસ્થાનકની ચરમાવલિકામાં, સંજ્વલન લોભનો સૂક્ષ્મસંપરાયની ચરમ આલિકામાં, ઉપર દલિકનો જ અભાવ હોવાથી કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી.
સાતમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી મનુષ્યાયુ અને બે વેદનીયના ઉદીરણા યોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયોનો અભાવ હોવાથી દેશોન પૂર્વ ક્રોડ કાલ પર્યન્ત આ ત્રણનો કેવળ ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, પર્યાપ્ત, સૌભાગ્ય, આદેય, યશઃકીર્ત્તિ, જિનનામ તથા ઉચ્ચગોત્ર આ દશનો અયોગી-કેવલી ગુણસ્થાને કેવળ ઉદય હોય છે, પરંતુ યોગના અભાવે ઉદારણા હોતી નથી.
તે તે વેદના ઉદયવાળાને પ્રથમ સ્થિતિ એક આવલિકા બાકી રહે ત્યારે તે તે વેદનો ઉદય જ હોય છે. પરંતુ ઉદીરણા હોતી નથી.
ક્ષાયિક અથવા ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરતી વખતે ચોથાથી સાતમા ગુણસ્થાને સમ્યક્ત્વ મોહનીયની ચરમાવલિકા શેષ રહ્યુ છતે સમ્યક્ત્વ મોહનીયનો, પ્રથમ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વની પ્રથમસ્થિતિની ચરમાવલિકામાં મિથ્યાત્વનો અને પોતપોતાના ભવની છેલ્લી આવલિકામાં પોતપોતાના આયુષ્યનો કેવળ ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી.
શરી૨૫ર્યાપ્તિની સમાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિની સમાપ્તિ સુધી પાંચ નિદ્રાનો તથાસ્વભાવે કેવળ ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હોતી નથી.