Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૭૯ સ્થિતિસ્થાન પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદય હોતો નથી. તેથી ઉદીરણા કરણમાં બતાવેલ છે તેનાથી એક સમય અધિક જઘન્યસ્થિતિ ઉદય ઘટે છે.
અનુભાગોદય અનુભાગ, તેના હેતુઓ, સ્થાન, શુભાશુભ, સાઘાદિ અને સ્વામિત્વ વગેરે જે પ્રમાણે ઉદીરણાકરણમાં કહેલ છે તે પ્રમાણે અહીં પણ સમજવા, માત્ર જઘન્ય અનુભાગ ઉદયના સ્વામીમાં આ પ્રમાણે વિશેષતા છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ક્ષીણમોહના ચરમસમયે, સંજ્વલનલોભનો સૂક્ષ્મસંપાયના ચરમસમયે, ત્રણે વેદનો પોતપોતાની પ્રથમસ્થિતિના ચરમસમયે ક્ષેપકને અને સમ્યક્ત મોહનીયનો ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં ક્ષયોપશમ સમ્યક્વીને ચરમસમયે જઘન્ય અનુભાગોદય હોય છે.
પ્રદેશોદય અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ એ બે ધારો છે.
- (૧) સાદ્યાદિ પ્રરૂપણા સાડ્યાદિ પ્રરૂપણા બે પ્રકારે છે. (૧) મૂળપ્રકૃતિવિષયક (૨) ઉત્તરપ્રકૃતિવિષયક. (૧) ત્યાં મોહનીય તથા આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ શેષ છ કર્મના જઘન્ય અને ઉત્કૃષ્ટ સાદિઅધુવ એમ બે પ્રકારે, અજઘન્ય સાદાદિ ચાર પ્રકારે અને અનુત્કૃષ્ટ સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એક-એક કર્મના અગિયાર-અગિયાર ભાંગા થવાથી કુલ (૧૧૮૬=૬૬) છાસઠ, મોહનીયના જઘન્ય તથા ઉત્કૃષ્ટ સાદિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે, તેમજ અજઘન્ય તથા અનુષ્ટ સાઘાદિ ચાર-ચાર પ્રકારે હોવાથી કુલ બાર અને આયુષ્યના જઘન્યાદિ ચારે પ્રદેશોદય સાદિ-અધુવ એમ બે-બે પ્રકારે હોવાથી આઠ, એમ મૂળકર્મ આશ્રયી પ્રદેશોદયના કુલ (૬૬+૧૨+૪=૮૬) ક્યાસી ભાંગા થાય છે. તે આ પ્રમાણે–
જેને ઓછામાં ઓછા પ્રદેશકમની સત્તા હોય તે જીવ પિતકર્માશ કહેવાય છે અને તે - ભવ્ય જ હોય છે. તેનું વિશેષસ્વરૂપ આ જ ગ્રંથના સંક્રમણકરણમાં બતાવશે. - તે પિતકર્માશ જીવ સીધો એકેન્દ્રિયમાં જતો ન હોવાથી પહેલા દેવલોકમાં જાય, ત્યાં અતિસંક્લિષ્ટ પરિણામી થઈ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે અને તે વખતે ઘણા પ્રદેશોની ઉદ્વર્તન કરે, જે સમયે જેટલો નવીન સ્થિતિબંધ થતો હોય તે સમયે પૂર્વે બંધાયેલ તે કર્મનાં કેટલાં સ્થિતિસ્થાનોમાંના દલિકની જ ઉદ્વર્તન થાય એટલે નીચેનાં સ્થિતિસ્થાનોમાં પહેલાં જે દલિકોની ગોઠવણ થયેલ છે. ત્યાંથી દલિકો ગ્રહણ કરી ઉપરનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવે, છતાં નીચેનાં સ્થિતિસ્થાનો સર્વથા દલિક રહિત થતાં નથી પરંતુ પૂર્વે ઘણાં દલિકો હતાં તેને બદલે હવે ઓછાં થઈ જાય છે જેથી ઉદય વખતે થોડાં દલિકો ઉદયમાં આવે. આ કારણથી અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી ઘણી ઉદ્ધના કરે એમ કહેવામાં આવેલ છે.
ત્યારબાદ બંધને અંતે કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે મોહનીય