Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૯૧
પ્રદેશોદય હોય છે.
સત્તા અધિકાર પ્રકૃતિ, સ્થિતિ, રસ તથા પ્રદેશના ભેદથી સત્તા ચાર પ્રકારે છે.
પ્રકૃતિ સત્તા અહીં સાદ્યાદિ અને સ્વામિત્વ–એમ બે અનુયોગદ્વાર છે. સાદ્યાદિ પ્રરૂપણા પણ મૂળપ્રકૃતિ વિષયક અને ઉત્તરપ્રકૃતિ વિષયક એમ બે પ્રકારે છે.
કોઈપણ મૂળકર્મ સંપૂર્ણ નાશ પામ્યા પછી ફરીથી સત્તામાં પ્રાપ્ત થતું નથી. માટે મૂળકર્મ આશ્રયી “સાદિ' નથી. આઠે મૂળકર્મો અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, મોક્ષગામી ભવ્યોને તેનો ક્ષય થશે માટે અધુવ અને અભવ્યો તથા જાતિભવ્યોને કોઈપણ મૂળકર્મનો સર્વથા ક્ષય થવાનો જ નથી. માટે ધ્રુવ : એમ મૂળકર્મ આશ્રયી સત્તા સાદિ વિના શેષ ત્રણ પ્રકારે છે.
ચાર અનંતાનુબંધિની સત્તા સાદ્યાદિ ચાર પ્રકારે છે. તે આ રીતે–અનંતાનુબંધિની વિસંયોજના કરી મિથ્યાત્વ ગુણસ્થાને જઈ ફરીથી બાંધે ત્યારે તેની સાદિ, જેઓએ સમ્યક્ત પામી ક્ષય કર્યો જ નથી તેઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવિષ્યમાં ક્ષય કરનાર ભવ્યોને અધ્રુવ. - શેષ એકસો છવ્વીસ ધ્રુવસત્તા પ્રકૃતિઓમાંની કોઈપણ પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી નથી માટે તેઓના સાદિ વિના શેષ ત્રણ ભંગ આ પ્રમાણે છે. સર્વ જીવોને અનાદિકાળથી સત્તામાં હોવાથી અનાદિ, અભવ્યોને કોઈ કાળે ક્ષય થવાનો ન હોવાથી ધ્રુવ અને મોક્ષગામી ભવ્યોને ક્ષય થશે માટે અધુવ.
મનુષ્યદ્ધિક વગેરે અઠ્ઠાવીસ પ્રકૃતિઓ અદ્ભવ સત્તાવાળી જ હોવાથી તેઓની સત્તા સાદિ અને અદ્ભવ એમ બે પ્રકારે છે.
જે જે પ્રકૃતિઓની જે જે ગુણસ્થાનક સુધી સત્તા હોય તે તે ગુણસ્થાનક સુધીના જીવો તે તે પ્રકૃતિઓની સત્તાના સ્વામી છે. તેથી કઈ કઈ પ્રકૃતિઓ કયા કયા ગુણસ્થાનક સુધી સત્તામાં છે તે બતાવે છે.
નિદ્રા અને પ્રચલાની ક્ષીણમોહના દ્વિચરમ સમય સુધી અને પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની ક્ષીણમોહના ચરમસમય સુધી સત્તા હોય છે.
તે તે આયુષ્યનો બંધ કરે તે સમયથી આરંભી તે તે ભવમાં ગયેલા જીવને તે તે ભવના અન્ય સમય સુધી તે તે આયુષ્યની સત્તા હોય છે. ત્યાં ગુણસ્થાનક આશ્રયી વિચારીએ તો નરકાયુ અને તિર્યંચાયુની સાતમા ગુણસ્થાનક સુધી, દેવાયુષ્યની અગિયારમા ગુણસ્થાનક સુધી તથા મનુષ્પાયુની ચૌદમાના ચરમસમય સુધી સત્તા સંભવી શકે છે. - મિથ્યાત્વ મોહનીયની પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાં અવશ્ય સત્તા હોય છે અને ચોથાથી અગિયારમા સુધીનાં આઠ ગુણસ્થાનકોમાં મિથ્યાત્વનો ક્ષય કરેલ જીવને સત્તા હોતી નથી, શેષ