________________
૭૯૨
પંચસંગ્રહ-૧
જીવોને હોય છે.
સાસ્વાદન ગુણસ્થાને મોહનીયકર્મનું અઠ્ઠાવીસનું એક જ સત્તાસ્થાન હોવાથી ત્યાં સમ્યક્ત મોહનીયની અવશ્ય સત્તા હોય છે. અભવ્યો, અનાદિ મિથ્યાદૃષ્ટિ ભવ્યો તેમજ સમ્યક્તથી પડી પહેલા ગુણસ્થાને આવી જેમણે સમ્યક્ત મોહનીયની ઉદ્વલના કરેલ છે તેવા મિથ્યાત્વીઓને પણ સમજ્યની સત્તા હોતી નથી અને જેમણે મિથ્યાત્વ ગુણસ્થાને આવવા છતાં હજુ સમ્યક્ત મોહનીયની ઉલના કરી નથી તેવા જીવોને પહેલા ગુણસ્થાને સત્તા હોય છે. વળી મિથ્યાત્વે આવી ઉદ્ધલના દ્વારા સમ્યક્ત મોહનીયનો ક્ષય કર્યા પછી મોહનીયની સત્તાવીસની સત્તાવાળો જીવ મિથ્યાત્વથી મિશ્ર ગુણસ્થાનકે જાય ત્યારે તે જીવને મિશ્ર ગુણસ્થાને સમ્યક્ત મોહનીયની સત્તા હોતી નથી અને શેષ જીવોને હોય છે.
ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને સમ્યક્ત મોહનીયની સત્તા હોતી નથી અને અન્ય જીવોને હોય છે. - સાસ્વાદન ગુણસ્થાને અઠ્ઠાવીસની જ સત્તા હોવાથી અને મિશ્ર મોહનીયની સત્તા વિના મિશ્ર ગુણસ્થાનકનો જ અસંભવ હોવાથી આ બે ગુણસ્થાને મિશ્રમોહનીયની સત્તા અવશ્ય હોય છે.
છવ્વીસની સત્તાવાળા મિથ્યાષ્ટિઓને પહેલે ગુણસ્થાને મિશ્રમોહનીયની સત્તા હોતી નથી અને અઠ્ઠાવીસ તથા સત્તાવીસની સત્તાવાળા અન્ય જીવોને અવશ્ય હોય છે.
જે જીવોએ મિશ્રમોહનીયનો ક્ષય કરેલ છે તે જીવોને ચોથાથી અગિયારમા ગુણસ્થાનક સુધી મિશ્રમોહનીયની સત્તા હોતી નથી, અન્ય જીવોને હોય છે.
આ ત્રણે દર્શન મોહનીયની સત્તા ક્ષપકશ્રેણિમાં વધુમાં વધુ સાતમા ગુણસ્થાનક સુધી જ હોય છે. પણ તેથી આગળ હોતી નથી.
પ્રથમનાં બે ગુણસ્થાનોમાં નિયતબંધ હોવાથી અનંતાનુબંધિની અવશ્ય સત્તા હોય છે અને ત્રીજાથી સાતમા સુધીનાં પાંચ ગુણસ્થાનોમાં અનંતાનુબંધીનો ક્ષય કરેલ જીવોને અનંતાનુબંધિની સત્તા હોતી નથી. શેષ જીવોને હોય છે.
અનંતાનુબંધિની વિસંયોજના કરીને જ ઉપશમશ્રેણિનો આરંભ કરી શકાય એવો આ ગ્રંથકર્તા મસા. વગેરેનો અભિપ્રાય છે. અન્યથા અન્ય આચાર્ય મસાહેબોના અભિપ્રાય ત્રીજાથી અગિયારમા ગુણસ્થાનક સુધી અનંતાનુબંધિની સત્તા હોઈ શકે છે. જુઓ પંચમ કર્મગ્રંથ ગા. ૧૧.
ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ સુધી મધ્યમના આઠ કષાયની, ત્યારબાદ સંખ્યાતા સ્થિતિઘાતો જેટલો કાળ વ્યતીત થાય ત્યાં સુધી થીણદ્વિત્રિક, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સાધારણ, આતપ, ઉદ્યોત, તિર્યંચદ્ધિક અને નરકદ્ધિક તથા સૂક્ષ્મ નામકર્મ એ સોળ પ્રકૃતિઓની, ત્યારબાદ સંખ્યાત સ્થિતિઘાતો થાય ત્યાં સુધી પુરુષવેદે કે સ્ત્રવેદે શ્રેણિનો આરંભ કરનારને નપુંસકવેદની. ત્યારબાદ તેટલા જ સ્થિતિઘાતો વ્યતીત થાય ત્યાં સુધી સ્ત્રીવેદની અને નપુંસકવેદે શ્રેણિનો આરંભ કરનારને સોળ પ્રકૃતિઓના ક્ષય પછી સંખ્યાતા