________________
૭૯૦
પંચસંગ્રહ-૧ અનંતાનુબંધિની વિસંયોજના કરતાં સત્તામાં રહેલ નરકગતિ વગેરે શેષ સઘળાં કર્મનાં પણ ઘણાં દલિકોનો ક્ષય થાય છે. માટે “અનંતાનુબંધિની વિસંયોજના કરવાનું જણાવેલ છે.
એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામી મિથ્યાત્વી જ કરી શકે. માટે “દેવભવનું અંતર્મુહૂર્ત બાકી રહ્યું છતે મિથ્યાત્વે જવાનું જણાવેલ છે.
દેવ સીધો પર્યાપ્ત અસંજ્ઞીમાં જઈ શકતો નથી. માટે “એકેન્દ્રિયમાં જવાનું અને નામકર્મની અન્ય પ્રકૃતિઓ બંધાદિથી વધુ પુષ્ટ ન થાય માટે “જઘન્ય-અંતર્મુહૂર્ત આયુષ્યવાળા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવાનું કહેલ છે.
સંજ્ઞી કરતાં અસંજ્ઞીને યોગ અત્યંત ઓછો હોય છે. વળી વારંવાર બાંધવાથી બંધાદિ દ્વારા દરેક ગતિ ઘણી પુષ્ટ થાય છે. માટે “અસંજ્ઞી-પર્યાપ્તને શક્ય તેટલો જલદી નરકગતિનો બંધ કરી, મૃત્યુ પામી નરકગતિમાં ઉત્પન્ન થવાનું જણાવેલ છે.
જે પ્રકૃતિઓનો વિપાકોદય પર્યાપ્તાવસ્થામાં જ થવાનો છે તે પ્રકૃતિઓનું દલિક પણ સ્તિબુકસંક્રમથી અપર્યાપ્તાવસ્થામાં નરકગતિ આદિમાં પડે છે તેથી અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશોદય ન કહેતાં પર્યાપ્તાવસ્થામાં જ નરકગતિનો જઘન્ય પ્રદેશોદય થાય” એમ કહેલ છે.
ગતિઓની જેમ જ આનુપૂર્વીઓનો પણ જઘન્ય પ્રદેશોદય થાય છે. પરંતુ આનુપૂર્વીઓનો ઉદય વિગ્રહગતિમાં જ વધુમાં વધુ ત્રણ સમય સુધી જ હોય છે. માટે તે ગતિના પ્રથમ સમયે જ તે તે આનુપૂર્વીઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
કોઈ ક્ષપિતકર્માશ ચૌદ પૂર્વધર મુનિ દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરી ઘણાં કર્મનો ક્ષય કરે, ત્યારબાદ અન્તિમકાળે આહારક શરીર બનાવે ત્યારે ઉદ્યોત સહિત ત્રીસના ઉદયે વર્તતા તેમને આહારકસપ્તકનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ક્ષપિતકર્માશ આત્માને પોતાના ઉદયના પ્રથમ સમયે તીર્થંકર નામકર્મનો જઘન્ય પ્રદેશોદય હોય છે. - શેષ સિત્યાસી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય ચક્ષુદર્શનાવરણની જેમ કહેવો, પરંતુ તેમાંથી જે પ્રકૃતિઓનો ઉદય એકેન્દ્રિયમાં હોઈ શકે તે જ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં કહેવો. શેષ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાંથી નીકળી શીધ્ર તે તે પ્રકૃતિઓના ઉદય યોગ્ય ભવમાં ગયેલાં, સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, તે તે ભવ યોગ્ય ઘણી પ્રકૃતિઓનો ઉદય હોય ત્યારે, તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવને જઘન્ય પ્રદેશોદય હોય છે.
ત્યાં એકેન્દ્રિય જાતિ, ઔદારિકષક, વૈક્રિયષક, તૈજસ-કાશ્મણસપ્તક, હંડક સંસ્થાન, વર્ણાદિ વીસ, તીર્થકર નામકર્મ વિના પ્રત્યેક પ્રકૃતિઓ સાત, દુઃસ્વર વિના સૂક્ષ્મઅષ્ટક, બાદરપંચક અને યશ નામકર્મ–આ બાસઠ પ્રકૃતિઓનો એકેન્દ્રિયમાં, બેઇન્દ્રિય જાતિ, સેવાર્ત સંહનન, ઔદારિક અંગોપાંગ, અશુભ વિહાયોગતિ, ત્રસ, સુસ્વર અને દુઃસ્વર આ સાતનો બેઇન્દ્રિયમાં, તેઈન્દ્રિય જાતિનો તેઈન્દ્રિયમાં, ચઉરિન્દ્રિય જાતિનો ચઉરિન્દ્રિયમાં, પંચેન્દ્રિય જાતિનો પર્યાપ્ત અસંજ્ઞીમાં, મનુષ્યગતિ, વૈક્રિય અંગોપાંગ, આદ્ય પાંચ સંહનન, પાંચ સંસ્થાન, પ્રશસ્ત વિહાયોગતિ, સૌભાગ્ય તથા આદેય આ પંદર પ્રકૃતિઓનો પર્યાપ્ત સંજ્ઞીમાં જઘન્ય