Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૮૮
પંચસંગ્રહ-૧
ઉચ્ચગોત્ર, પાંચ અંતરાય, દેવગતિ, નિદ્રા તથા પ્રચલા આ પંદર પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય થાય છે.
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામથી જ થાય છે. અને અતિસંક્લિષ્ટ પરિણામવાળા જીવને નિદ્રાદ્ધિકનો ઉદય સંભવતો નથી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી અતિક્લિષ્ટ પરિણામથી અટકી ગયા બાદ તે તે નિદ્રાના ઉદયકાલે નિદ્રાદ્ધિકનો જઘન્ય પ્રદેશોદય હોય છે. વળી સ્તિબુક સંક્રમ દ્વારા ઉદ્યોત નામકર્મનાં દલિકો દેવગતિમાં ન આવે માટે ઉદ્યોતના ઉદયવાળા દેવને દેવગતિનો જઘન્ય પ્રદેશોદય હોય છે. એટલું વિશેષ સમજવું
સંયમી આત્મા અવધિજ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરે ત્યારે ઉપરોક્ત પ્રકૃતિઓનાં ઘણાં દલિકોનો ક્ષય થાય અને સત્તામાં ઘણાં ઓછાં રહે, વળી અવધિજ્ઞાન યુક્ત ચતુર્થ ગુણસ્થાનક લઈને દેવલોકમાં ગયા બાદ અંતર્મુહૂર્ત પછી જ મિથ્યાત્વે જાય. મિથ્યાત્વે ગયા વિના કોઈપણ પ્રકૃતિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઈ શકતો નથી. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિના ઘણી ઉદ્વર્તન પણ થતી નથી. ઘણી ઉદ્વર્તના ન કરે તો શરૂઆતનાં સ્થાનોમાં દલિકો ઘણાં રહે, વળી બંધાવલિકા વીત્યા પછી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરેલ દલિકો પણ ઉદીરણા દ્વારા ઉદયમાં આવે તેથી જઘન્ય પ્રદેશોદય ન ઘટે–માટે ઉપર મુજબ કહેલ છે.
અંતરકરણમાં રહેલ ઉપશમ સમ્મસ્વી આત્મા પડતી વખતે કંઈક અધિક આવલિકા કાળ બાકી રહે ત્યારે દ્વિતીય સ્થિતિમાંથી દલિકોને ગ્રહણ કરી અંતરકરણની ચરમ આવલિકામાં પ્રથમ સમયથી ચરમ સમય સુધી ગોપુચ્છાકારે એટલે કે પ્રથમ ઘણાં અને પછી વિશેષહીન-હીન દલિકોની રચના કરે છે. તેને ઉદીરણોદય આવલિકા કહેવાય છે. તે આવલિકાના ચરમ સમયે યથાયોગ્ય ઉદયપ્રાપ્ત ત્રણે દર્શનમોહનીયનો તે આત્માને જઘન્ય પ્રદેશોદય હોય છે.
એ જ પ્રમાણે ઉપશમશ્રેણિના અંતરકરણમાં કાળ કરી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ દેવને ઉદીરણોદય આવલિકાના ચરમસમયે અત્યન્ત અલ્પ દલિકો ઉદયમાં આવતાં હોવાથી અપ્રત્યાખ્યાનીય વગેરે બાર કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા અને પુરુષવેદ એમ મોહનીયની ઉદયપ્રાપ્ત યથાસંભવ સત્તર પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
સંસારમાં પરિભ્રમણ કરતો જીવ ચાર વાર મોહનીયનો ઉપશમ કરી, પ્રથમ ગુણસ્થાને આવી અંતર્મુહૂર્ત કાળ સુધી સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગથી ચારે અનંતાનુબંધિનો બંધ કરી પુનઃ સમ્યક્ત પામી, એકસો બત્રીસ સાગરોપમ સુધી સમ્યક્તનું પાલન કરી મિથ્યાત્વ ગુણસ્થાને આવે ત્યારે બંધાવલિકાના અન્ય સમયે તે જીવને યથાસંભવ ચાર અનંતાનુબંધિનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
ચાર વાર મોહનો ઉપશમ કરવાથી સત્તામાં રહેલ અપ્રત્યાખ્યાનીય વગેરે કષાયનાં દલિકો પણ ઘણાં ક્ષય થાય છે. એથી જયારે મિથ્યાત્વ ગુણસ્થાને આવી અંતર્મુહૂર્ત કાળ સુધી અનંતાનુબંધિનો બંધ કરે ત્યારે તેમાં અન્ય કષાયોનાં અલ્પ દલિકોનો જ સંક્રમ થાય. વળી એકસો બત્રીસ સાગરોપમ પ્રમાણ સમ્યક્તના કાળમાં અનંતાનુબંધિનાં ઘણાં જ દલિકો અન્ય પ્રકૃતિઓમાં સંક્રમવાથી સત્તામાં અત્યંત થોડાં રહે છે, માટે “ચાર વાર મોહનો ઉપશમ' અને