Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમહાર-સારસંગ્રહ
એકસો બત્રીસ સાગરોપમ સુધી સમ્યક્ત્વનું પાલન કરવાનું' કહેલ છે.
પહેલા ગુણસ્થાને બંધાવલિકા વીત્યા પછી તો નવીન બંધાયેલ તથા સંક્રમથી પ્રાપ્ત થયેલ અનંતાનુબંધિનાં દલિકોની બંધાવલિકા તથા સંક્રમાવલિકા વ્યતીત થયેલ હોવાથી ઉદીરણા દ્વારા ઘણાં દલિકો ઉદયમાં આવે તેથી બંધાવલિકા વીત્યા બાદ જઘન્ય પ્રદેશોદય ન થાય.
૭૮૯
પૂર્વે બંધાયેલ બંધ નિષેકસ્થાનોમાં અને અપવર્તનાકૃત નિષેકસ્થાનોમાં પ્રથમના સમયો કરતાં પછી-પછીના સમયોમાં દલિકો હીન-હીન હોય છે. માટે બંધાવલિકાના પ્રથમાદિ સમયે ન કહેતાં બંધાવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે.
સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાને વર્તતા ઓછામાં ઓછા જેટલા કાળમાં આયુષ્યનો બંધ થઈ શકે તેટલા ઓછા કાળમાં યથાયોગ્ય ચારે આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી, છેલ્લા સ્થિતિસ્થાનમાં અત્યંત અલ્પ દલિકનો નિક્ષેપ કરી, આયુષ્ય પૂર્ણ કરી તે તે ભવમાં ઉત્પન્ન થયેલા, દીર્ઘકાલ પર્યન્ત તીવ્ર અસાતાવેદનીયના ઉદયવાળા જીવને પોતપોતાના ભવના અન્ય સમયે યથાયોગ્ય ચારે આયુષ્યનો જઘન્ય પ્રદેશોદય હોય
અલ્પદલિકો ગ્રહણ થાય તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે દરેક સ્થિતિસ્થાનમાં થોડાં થોડાં દલિકોનો નિક્ષેપ થાય માટે ‘જઘન્ય યોગ અને અલ્પકાલ વડે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરવાનું' કહ્યું છે.
ચરમસ્થિતિસ્થાનમાં દલિક રચના અત્યંત અલ્પ જ થાય છે. વળી દીર્ઘકાલ પર્યન્ત તીવ્ર અસાતાવેદનીયના ઉદયથી આયુષ્ય કર્મનાં ઘણાં દલિકોનો ક્ષય થઈ જાય છે તેથી પોતપોતાના ભવના ચરમ સમયે ઘણાં જ થોડાં દલિકો ઉદયમાં આવે છે. માટે ‘દીર્ઘકાળ પર્યન્ત તીવ્ર અસાતાવેદનીયના ઉદયવાળા જીવને પોતપોતાના ભવના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય થાય' એમ કહ્યું.
ક્ષપિતકર્માંશ કોઈક સ્ત્રી દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમનું પાલન કરે અને તેટલા કાળ સુધી પુરુષવેદનો જ બંધ હોવાથી ઉદય-ઉદીરણા તથા સંક્રમ દ્વારા સત્તામાં રહેલ સ્રીવેદનાં ઘણાં દલિકો ઓછાં કરે. ત્યારબાદ જો સમ્યક્ત્વ સહિત કાળ કરે તો દેવી પણે ઉત્પન્ન ન થાય માટે અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે ત્યારે મિથ્યાત્વ પામી કાળ કરી દેવીપણે ઉત્પન્ન થાય ત્યાં શીઘ્ર પર્યાપ્તિઓ પૂર્ણ કરી સ્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ઉત્કૃષ્ટ ઉર્જાના કરી ઉત્કૃષ્ટ સ્થિતિબંધની બંધાવલિકાના ચરમસમયે સ્ત્રીવેદનો જઘન્ય પ્રદેશોદય કરે.
કોઈ ક્ષપિતકર્માંશ જીવ અનંતાનુબંધિની વિસંયોજના કરી જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય, ત્યાં અંતર્મુહૂર્ત બાકી રહ્યુ છતે મિથ્યાત્વ પામી અતિસંક્લિષ્ટ પરિણામ દ્વારા એકેન્દ્રિય પ્રાયોગ્ય પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ આયુ પૂર્ણ કરી અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી કાળ કરી અન્ય અસંજ્ઞી પર્યાપ્તાઓ કરતાં અત્યંત અલ્પ આયુષ્યવાળા અસંજ્ઞી પર્યાપ્તમાં ઉત્પન્ન થઈ શીઘ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી શક્ય તેટલો જલદી નરકગતિનો બંધ કરી મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થાય. ત્યાં શીઘ્ર સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરનાર તે જીવને નરકગતિનો જઘન્ય પ્રદેશોદય હોય છે.