________________
પંચમઢાર-સારસંગ્રહ
૭૮૭
પામી અતિસંક્લિષ્ટ પરિણામે તે તે પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત સુધી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. સાથે સાથે નીચેનાં સ્થિતિસ્થાનોમાં રહેલ પૂર્વબદ્ધ ઘણાં દલિતોની ઉદ્વર્તન કરે એટલે કે નીચે-નીચેનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોને ઉપર-ઉપરનાં સ્થિતિસ્થાનકનાં દલિકો સાથે અનુભવવા યોગ્ય કરે. ત્યારબાદ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી અતિસંક્લિષ્ટ પરિણામ સાથે જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ તે જીવને અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ, નપુંસકવેદ, તિર્યંચદ્વિક, સ્થાવર નામકર્મ અને નીચગોત્ર આ બાર પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય હોય છે.
અતિસંક્લિષ્ટ પરિણામ વિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિના ઘણી ઉદ્વર્તના થતી નથી. તેથી જ દેવભવનું અન્ય અંતર્મુહૂર્ત બાકી રહ્યું છતે મિથ્યાત્વ પામી અતિસંક્લિષ્ટ પરિણામે અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે' એમ કહ્યું.
ઘણી ઉર્જના કરવાથી નીચેનાં એટલે શરૂઆતનાં સ્થાનોમાં દલિકો તદ્દન અલ્પ રહે એથી જઘન્ય પ્રદેશોદય થઈ શકે માટે “ઘણી ઉદ્વર્તન કરવાનું કહ્યું.
અપર્યાપ્ત અવસ્થામાં પ્રતિસમયે યોગની અસંખ્ય ગુણ વૃદ્ધિ હોવાથી ઉદીરણા દ્વારા દલિકો અધિક ઉદયમાં આવે છે. વળી દેવભવમાં સમયવ્ન આવલિકામાં બંધાયેલ તથા ઉદ્વવર્તિત કર્મ પણ બંધાવલિકા અને ઉલર્તનાવલિકા વ્યતીત થઈ જવાથી ઉદયમાં આવે છે. તેથી દ્વિતીયાદિ સમયોમાં જઘન્ય પ્રદેશોદય ન થાય માટે એકેન્દ્રિયને પ્રથમ સમયે કહેલ છે. - અતિસંક્લિષ્ટ પરિણામથી અનુભાગની ઉદીરણા વધારે થાય છે. અને જ્યારે અનુભાગઉદીરણા વધુ થાય ત્યારે તથાસ્વભાવે પ્રાયઃ પ્રદેશઉદીરણા અતિ-અલ્પ થાય છે. તેથી પ્રદેશઉદીરણા દ્વારા પણ ઘણાં દલિકો ઉદયમાં ન આવે માટે “અતિ સક્લિષ્ટ પરિણામી એકેન્દ્રિય ગ્રહણ કરેલ છે.
ઉપર જણાવેલ એકેન્દ્રિયને જ જે સમયે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય તે સમયે યથાસંભવ ઉદયપ્રાપ્ત થીણદ્વિત્રિક સંબંધી નિદ્રાનો જઘન્ય પ્રદેશોદય થાય છે. પછીના સમયથી ઉદીરણા દ્વારા દલિક અધિક ઉદયમાં આવે છે તેથી જઘન્ય પ્રદેશોદય સંભવી શકતો નથી.
શરીરપર્યાપ્તિએ પર્યાપ્તને ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યાં સુધી યથાસંભવ નિદ્રાનો ઉદીરણા વિના કેવળ ઉદય જ હોય છે એથી એને તે સંબંધી કોઈપણ સમયે જઘન્ય પ્રદેશોદય કહેવો જોઈએ. પરંતુ તે કાલે પણ અપવર્નના ચાલુ હોય છે અને અપવર્તના દ્વારા શરૂઆતનાં સ્થાનોમાં દલિકનિક્ષેપ વધારે વધારે અને પછી-પછીનાં સ્થાનોમાં હીન હીન થાય છે. તેથી ઈન્દ્રિયપર્યાપ્તિએ પર્યાપ્ત થાય તે સમયે અપવર્તનાકૃત નિક્ષેપથી પ્રાપ્ત થયેલ દલિકો ઘણાં ઓછાં થાય છે. માટે પૂર્વના સમયોમાં ન કહેતાં ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તને જ પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય કહેલ છે.
જે જીવ મનુષ્યભવમાં સંયમનો સ્વીકાર કરી સંયમના પ્રભાવથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થતાં કાળ કરી સમ્યક્ત સહિત દેવલોકમાં ઉત્પન્ન થાય. વળી ત્યાં અંતર્મુહૂર્ત બાદ મિથ્યાત્વ પામી તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તથા ઘણાં દલિકોની ઉદ્વર્તન કરે તે જીવને બંધાવલિકાના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ, બે વેદનીય, અરતિ, શોક,