Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૮૫
સાધારણ અને અપર્યાપ્ત નામકર્મ એ આઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
ઉપશમશ્રેણિમાં નવમા ગુણસ્થાને જે સમયે અંતરકરણની ક્રિયા શરૂ કરવાનો છે તેના પૂર્વ સમયે કાળ કરી દેવમાં ગયેલા જીવને અંતર્મુહૂર્ત પછી તે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં અનેક જીવ આશ્રયી ઉદયપ્રાપ્ત યથાસંભવ અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક, પ્રત્યાખ્યાનીય ચતુષ્ક અને હાસ્યાદિ છ નોકષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
આયુ બંધ વખતે જેટલો ઉત્કૃષ્ટ યોગ સંભવી શકે તેટલા ઉત્કૃષ્ટયોગે અને વધારેમાં વધારે જેટલો કાળ બાંધી શકાય તેટલા કાળ સુધી જઘન્ય આયુષ્ય બાંધી પ્રથમ ઉદય સ્થિતિમાં ઘણાં દલિકો ગોઠવી દેવ અને નરકમાં ગયેલા જીવને પ્રથમ સમયે અનુક્રમે દેવ અને નરકાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ઉત્કૃષ્ટ યોગ વડે અને ઉત્કૃષ્ટ કાળ વડે બંધ કરવાથી દલિકો ઘણાં પ્રહણ થાય અને દશ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુ બાંધવાથી તે બધાં દલિતો દશ હજાર વર્ષ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાય એટલે દરેક સ્થિતિસ્થાનમાં દલિકો ઘણાં આવે. વળી તેમાં પણ શક્ય હોય તેટલાં વધુમાં વધુ દલિકો પ્રથમ સ્થિતિસ્થાનમાં ગોઠવે તેથી ઉદયમાં આવતાં પ્રથમ સમયે તે તે આયુષ્યના ઘણા પ્રદેશોનો ઉદય થાય, માટે ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ કાળ વડે જઘન્ય આયુ બાંધે અને પ્રથમસ્થિતિમાં ઘણાં દલિકો ગોઠવે તેમ કહ્યું છે.
તે વધારેમાં વધારે કાળ સુધી બાંધી શકાય તેટલા મોટા અંતમુહૂર્ત પ્રમાણ કાળ વડે અને સ્વયોગ્ય ઉત્કૃષ્ટ યોગથી યુગલિક મનુષ્ય કે તિર્યંચનું ત્રણ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ બાંધી મરણ પામી યુગલિક મનુષ્ય કે તિર્યંચમાં જઈ અત્યંત શીઘ અતિ જઘન્ય અંતર્મુહૂર્ત સિવાયના ત્રણ પલ્યોપમ આયુની અપવર્તન કરે, ત્યારપછીના સમયે મનુષ્યને મનુષ્યાયુનો અને તિર્યંચને તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
- યુગલિકોને પર્યાપ્તાવસ્થામાં આયુની અપવર્નના થતી નથી માટે અપર્યાપ્તાવસ્થામાં જઘન્ય અંતર્મુહૂર્ત સિવાયના આયુની અપવર્તન કરવાનું કહ્યું છે. વળી અપવર્નના થયા બાદ ત્રણ પલ્યોપમ પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાયેલાં સર્વ દલિકો અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સ્થિતિસ્થાનોમાં ગોઠવાઈ જાય છે. અને તેમાં પણ પ્રથમ સ્થિતિસ્થાનમાં સર્વથી વધારે દલિક હોય છે માટે અપવર્નના થયા પછી તરતના સમયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય, એમ કહ્યું છે.
અવિરત ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ પ્રથમ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં દર્શનમોહક્ષપક સંબંધી ગુણશ્રેણિ કરે, ત્યારબાદ વિશુદ્ધ પરિણામે દેશવિરતિ પ્રાપ્ત કરી દેશવિરતિ સંબંધી અને ત્યારબાદ સર્વવિરતિ પ્રાપ્ત કરી સર્વવિરતિ સંબંધી પણ ગુણશ્રેણિ કરે. આ ત્રણે ગુણશ્રેણિઓ એવી રીતે કરે કે, ત્રણેનો શિરભાગ એક જ સમયે પ્રાપ્ત થાય અને તે પહેલાં ચોથે ગુણસ્થાને જાય તે આત્માને ત્રણે ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં દૌર્ભાગ્ય, અનાદેય, અયશ અને નીચગોત્ર આ ચારમાંથી જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
' વળી અવિરતિ પામી શીધ્ર કાલ કરી નરકમાં ગયેલ આત્માને પૂર્વોક્ત ચાર તથા નરકટ્રિક એમ છનો અને યુગલિક તિર્યંચમાં ગયેલાને યથાસંભવ પૂર્વોક્ત ચાર તથા તિર્યંચદ્ધિક પંચ.૧-૯૯