________________
૭૮૪
પંચસંગ્રહ-૧
ઉત્તર પ્રકૃતિ આશ્રયી ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્વામી સાત માસ અધિક આઠ વર્ષની ઉંમરે સંયમ લઈ અંતર્મુહૂર્તમાં જ ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન પામે તે આત્માને લઘુક્ષપણાવાળો કહેવાય છે.
તેવા આત્માઓને પ્રથમ થોડા જ પ્રદેશો ક્ષય થાય છે અને ઉદયના અંતે સત્તામાં ઘણા પ્રદેશો હોવાથી ઉદયમાં પણ ઘણા પ્રદેશો આવે છે. એથી લઘુક્ષપણાએ કર્મનો ક્ષય કરવા તૈયાર થયેલ ગુણિતકર્માશ જીવને ક્ષાયિક સમ્યત્વના ચરમ સમયે સમ્યક્ત મોહનીયનો, અંતરકરણ કર્યા બાદ પ્રથમ સ્થિતિના ચરણોદયે ત્રણ વેદનો, નવમા ગુણસ્થાને પોતપોતાના ઉદયના ચરમસમયે ક્રોધાદિ ત્રણ સંજવલનનો અને સૂક્ષ્મસંપરાયના ચરમસમયે સંજવલન લોભનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
તે જ આત્માને ક્ષીણમોહના ચરમસમયે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે. પરંતુ અવધિજ્ઞાન વિનાના આત્માને અવધિઢિકાવરણનાં ઘણાં યુગલો સત્તામાં હોવાથી ઉદયમાં પણ વધુ આવે તેથી તેને અવધિઢિકાવરણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય સમજવો.
તે જ આત્માને સયોગીના ચરમસમયે ઔદારિકસપ્તક, તૈજસ-કાશ્મણસપ્તક, સંસ્થાનષદ્ધ, પ્રથમ સંઘયણ, વર્ણાદિ વસ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, પ્રશસ્ત-અપ્રશસ્ત વિહાયોગતિ, પ્રત્યેક, સ્થિર, અસ્થિર, શુભ, અશુભ, અને નિર્માણ રૂપ બાવન પ્રકૃતિઓનો તેમજ તે જ સયોગી આત્માને સ્વરનિરોધના ચરમસમયે બે સ્વરનો, અને શ્વાસોચ્છવાસનિરોધના ચરમસમયે ઉચ્છવાસ નામકર્મનો વળી અયોગીના ચરમસમયે મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસત્રિક, સુભગ, આદેય, યશ, તીર્થંકર નામકર્મ, બે વેદનીય અને ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય છે.
' ઉપશાંતમોહ ગુણસ્થાનકે પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિરભાગે વર્તતા જીવને નિદ્રા અને પ્રચલામાંથી જેનો ઉદય હોય તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે. વળી તે જ ગુણશ્રેણિના શિરભાગના પૂર્વ સમયે કાલ કરી દેવમાં ઉત્પન્ન થયેલાને પ્રથમ સમયે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં દેવદ્રિક અને વૈક્રિયસપ્તક એ નવનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
કોઈક આત્મા દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી ગુણશ્રેણિ કરે અને તે ગુણશ્રેણિ કરતાં કરતાં જ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી ગુણશ્રેણિ પણ એવી રીતે કરે કે, તે બને ગુણશ્રેણિના મસ્તકનો યોગ એક સમયે પ્રાપ્ત થાય, તેવો જીવ સર્વવિરતિથી પડી શીઘ્ર મિથ્યાત્વે જાય તેને ઉપરોક્ત બને ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં મિથ્યાત્વ તથા અનંતાનુબંધિનો અને થીણદ્વિત્રિકના ઉદયવાળાને યથાસંભવ થીણદ્વિત્રિકનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય છે. વળી થીણદ્વિત્રિકનો ઉદય પ્રમત્તગુણસ્થાનક સુધી હોવાથી મિથ્યાત્વે ન ગયેલ આત્માને પણ તે બને ગુણશ્રેણિઓના શિરભાગે વર્તતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થઈ શકે છે.
વળી મિથ્યાત્વે જઈ મરણ પામી છે તે પ્રકૃતિને ઉદયયોગ્ય એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થયેલ તે જ જીવને બને ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં એકેન્દ્રિયાદિ ચાર જાતિ, સ્થાવર, સૂક્ષ્મ,