________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૮૩
ક્ષીણમોહ સંબંધી, અને દશમી સયોગી સંબંધી ગુણશ્રેણિ છે. અને અયોગી ગુણસ્થાને ભોગવવા માટે સયોગી ગુણસ્થાનકના અંતે જે ગુણશ્રેણિ થાય છે તે અગિયારમી અયોગી સંબંધી ગુણશ્રેણિ છે.
આ અગિયારે ગુણશ્રેણિઓનો દરેકનો અલગ અલગ અંતર્મુહૂર્તકાળ હોવા છતાં પૂર્વપૂર્વની ગુણશ્રેણિ કરતાં પછી-પછીની ગુણશ્રેણિઓનો કાળ અનુક્રમે સંખ્યાતગુણ હીન-હીન એટલે સંખ્યાતમા ભાગ જેટલો જ છે અને દલિકની અપેક્ષાએ અનુક્રમે અસંખ્યગુણ અધિક-અધિક હોય છે. માટે ઉત્તરોત્તર ગુણશ્રેણિઓ દલિકની અપેક્ષાએ દીર્ઘ-દીર્ઘ અને કાળની અપેક્ષાએ હ્રસ્વ-ટૂંકી હોય છે.
અહીં અગિયારે ગુણશ્રેણિઓનો અનુક્રમે સંખ્યાતગુણહીન-હીન જે કાળ કહ્યો છે તે તેને તે ગુણશ્રેણિની સમાપ્તિની દૃષ્ટિએ નથી, પરંતુ ઉપરથી ઉતારેલ દલિકોને અંતર્મુહૂર્તના સમય પ્રમાણ જે સ્થિતિસ્થાનોમાં ગોઠવે છે તે સ્થિતિસ્થાનો પછી-પછીની ગુણશ્રેણિમાં સંખ્યાતગુણહીન સમય પ્રમાણ સમજવાનાં છે પણ ગુણશ્રેણિઓ તેટલા કાળ સુધી જ કરે છે એમ સમજવાનું નથી, કારણ કે દેશવિરતિ, સર્વવિરતિની ગુણશ્રેણિઓ અને સયોગી સંબંધી ગુણશ્રેણિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટિ કાળ સુધી પણ થાય છે.
અન્ય આઠ ગુણશ્રેણિઓ રચવાનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે પણ તે સંખ્યાત ગુણ હીનહીન છે એમ ન સમજવું. કારણ કે, ઉપશાંતમોહ અને ક્ષીણમોત સંબંધી ગુણશ્રેણિની રચનાનો કાળ તે તે ગુણસ્થાનકના કાળ પ્રમાણ અંતર્મુહૂર્તનો છે. મોહોપશમક અને મોક્ષપક આ બે ગુણશ્રેણિઓનો કાળ નવમા અને દશમા ગુણસ્થાનકને મળીને જેટલો કાળ થાય તેટલો છે. તેમજ અયોગી સંબંધી ગુણશ્રેણિનો કાળ આયોજિકાકરણના પ્રથમ સમયથી સયોગીના ચરમસમય સુધીના અંતર્મુહૂર્ત પ્રમાણ છે.
સમ્યક્ત, દેશવિરતિ અને સર્વવિરતિ સંબંધી જે પ્રથમની ત્રણ ગુણશ્રેણીઓ કરી મિથ્યાત્વે જઈ અપ્રશસ્ત મૃત્યુ પામે તો જીવ નરકાદિ ચારે ગતિઓમાં આ પ્રથમની ત્રણ ગુણશ્રેણિ પ્રાપ્ત કરે છે.
અનંતાનુબંધી વિસંયોજનાની ગુણશ્રેણિ પણ ચારે ગતિમાં થાય છે, તેમજ ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતો આત્મા પણ કાલ કરી ચારે ગતિમાં જઈ ક્ષાયિક સમ્યક્તની સમાપ્તિ કરે છે, તેથી આ બે ગુણશ્રેણિઓ પણ ચોથા ગુણઠાણે રહેલ આત્માને નરકાદિ ચારે ગતિઓમાં સંભવી શકે છે. પરંતુ મિથ્યાત્વ ગુણસ્થાનક લઈને નરકાદિ ગતિમાં જાય તો પ્રથમની ત્રણ જ ગુણશ્રેણિ સંભવે, એવી વિવક્ષા અહીં કરી હોય તેમ લાગે છે. વળી ઉપશમક મોત સંબંધી અને ઉપશાન્ત મોહ સંબંધી (આ) બે ગુણશ્રેણિઓ કરી કાળ કરી ચતુર્થ ગુણસ્થાનક લઈ અનુત્તર વિમાનમાં જાય તો ત્યાં આ બે ગુણશ્રેણિઓ પણ ઘટે છે.
' સામાન્યતઃ પ્રાયઃ સર્વ પ્રકૃતિઓનો પ્રદેશોદય ગુણશ્રેણિના શિરભાગે વર્તતા ગુણિતકર્માશ આત્માને અને જઘન્ય પ્રદેશોદય પિતકર્મશ આત્માને હોય છે.