________________
૭૮૬
પંચસંગ્રહ-૧
એમ છનો અને યુગલિક મનુષ્યમાં ગયેલાને મનુષ્યાનુપૂર્વી સહિત યથાસંભવ ઉદયપ્રાપ્ત પૂર્વોક્ત ચાર–એમ પાંચનો ત્રણે ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
ઉપરોક્ત ત્રણ ગુણશ્રેણિઓનો કાલ અનુક્રમે સંખ્યાતગુણ હીન હોવાથી ત્રણેનો શિરભાગ એક સમયે એકીસાથે પ્રાપ્ત થઈ શકે છે.
પૂર્વે ગુણશ્રેણિઓના વર્ણનમાં સર્વવિરતિની ગુણશ્રેણિ કરતાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિનો કાળ સંખ્યાતગુણહીન કહેલ છે તે સાતમા ગુણસ્થાને કરનારની અપેક્ષાએ છે પરંતુ અહીં ચોથા ગુણસ્થાને કરે છે તેથી ચોથા ગુણસ્થાને તેવી વિશુદ્ધિ ન હોવાથી દેશવિરતિની ગુણશ્રેણિથી પણ સંખ્યાતગુણ મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ કાલના સમયમાં દર્શનમોહ ક્ષપક સંબંધી ગુણશ્રેણિના દલિકની રચના થાય છે, એમ લાગે છે.
સંખ્યાત વર્ષ પ્રમાણ મનુષ્ય-તિર્યંચનું આયુષ્ય બાંધ્યા પછી ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત થઈ શકતું ન હોવાથી “કાળ કરી યુગલિક મનુષ્ય-તિર્યંચમાં ગયેલ” એમ કહ્યું છે.
કોઈ આત્મા પ્રથમ દેશવિરતિ પામી દેશવિરતિ સંબંધી, ત્યારબાદ વિશુદ્ધિના વશથી સર્વવિરતિ પામી સર્વવિરતિ સંબંધી, વળી ત્યારબાદ અનંતાનુબંધિનો ક્ષય કરવા તત્પર થયેલ તે અનંતાનુબંધિની વિસંયોજના સંબંધી એમ ત્રણે ગુણશ્રેણિઓ તે એવી રીતે કરે કે, ત્રણેનો શિરભાગ એક જ સ્થાને એક જ સમયે પ્રાપ્ત થાય, તેવા જીવને ઉદયપ્રાપ્ત યથાસંભવ પ્રથમ સિવાયના પાંચે સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
આહારક શરીર બનાવેલ જીવને અપ્રમત્તના પ્રથમ સમયે કરેલ ગુણશ્રેણિના શિરભાગે વર્તતાં આહારકસપ્તક અને ઉદ્યોત એ આઠનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.”
સમ્યક્ત પામી સમ્યક્ત સંબંધી ગુણશ્રેણિ કરી તે ગુણશ્રેણિથી મિથ્યાત્વે જઈ કાળ કરી બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં અપવર્તના દ્વારા સત્તાગત સર્વ સ્થિતિની અપવર્ણના કરી બેઇન્દ્રિયને જેટલો બંધ થાય તેટલી સત્તા કરે, ત્યારબાદ કાળ કરી ખર. બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ અતિ શીધ્ર શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ તે જીવને આતપના ઉદયના પ્રથમ સમયે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય થાય છે.
આપનો ઉદય ખર પૃથ્વીકાયને જ હોય છે. અને પંચેન્દ્રિયમાંથી બેઇન્દ્રિયમાં આવેલ આત્મા જ એકેન્દ્રિયમાં જઈ બેઇન્દ્રિય યોગ્ય સ્થિતિસત્તાને જલદી પોતાના બંધ જેટલી સ્થિતિસત્તા કરી શકે છે. માટે પંચેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં આવી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ ખર બાદર પૃથ્વીકાયજીવ ગ્રહણ કરેલ છે.
જઘન્ય પ્રદેશોદયના સ્વામી પ્રાયઃ સર્વ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય ક્ષપિતકર્માશ જીવને જ હોય છે તેથી સર્વત્ર ક્ષપિતકર્માશ આત્મા જ જઘન્ય પ્રદેશોદયનો સ્વામી સમજવો.
કોઈ ક્ષપિતકર્માશ જીવ દશહજાર વર્ષ પ્રમાણ જઘન્યસ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્ત પછી સમ્યક્ત પ્રાપ્ત કરે, ત્યારબાદ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહ્યું છતે પુનઃ મિથ્યાત્વ