________________
૭૭૮
પંચસંગ્રહ-૧
જે સમયે કર્મ બંધાય છે તે સમયથી આરંભી એક આવલિકા સુધી તેમાં કોઈપણ કરણ લાગતું નથી. અને તેને બંધાવલિકા કહેવામાં આવે છે. તે બંધાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરના સ્થિતિસ્થાનથી આરંભી યાવત્ ચરમ સ્થિતિસ્થાન સુધીમાં રહેલ દલિકોની ઉદીરણા કરે છે.
ઉદયાવલિકા એટલે ઉદયસમયથી આરંભી એક આવલિકાના સમય પ્રમાણ કાળમાં ભોગવવા માટે શરૂઆતનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવાયેલ જે દલિકરચના.
તે ઉદયાવલિકામાં પણ કોઈ કરણ લાગતું ન હોવાથી ઉદયાવલિકામાંના કોઈપણ સ્થિતિસ્થાનનો ભોગવટો કરતાં તે ઉદયાવલિકાની ઉપરનાં સર્વ સ્થિતિસ્થાનમાં રહેલ દલિકની ઉદીરણા થાય છે. માટે બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉદીરણા થાય છે. માત્ર ઉદયાવલિકાગત જે પ્રથમ ઉદય સમયે સ્થિતિસ્થાનનો ભોગવટો કરે છે તેનો ઉદય જ હોય છે, પરંતુ ઉદીરણા હોતી નથી, તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય એક સમર્થ અધિક હોય છે.
એ જ પ્રમાણે મનુષ્યગતિ વગેરે ઓગણત્રીસ ઉદયસંક્રમોત્કૃષ્ટા પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન અને ઉદયસંક્રમોત્કૃષ્ટા હોવા છતાં સમ્યક્ત મોહનીયની અંતર્મુહૂર્ત ન્યૂન પોતપોતાના મૂળકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદયમાં તેથી એક સમય અધિક હોય છે.
નરકગતિ આદિ વીસ અનુદયબંધોખા અને જિનનામ વિના મનુષ્યાનુપૂર્વી આદિ સત્તર અનુદયસંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ધૂન પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે અને જિનનામની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય આ દરેક પ્રકૃતિઓનો તેથી એક સમય અધિક હોય છે.
ઉદયબંધોત્કૃષ્ટાદિ ચારે પ્રકારની પ્રકૃતિઓનું સ્વરૂપ આ જ ગ્રંથમાં ત્રીજા દ્વારની ગાથા ૬૧થી ૬૪ સુધીની ચાર ગાથામાં જણાવેલ છે.
“ 08ાવલ છે.
• પૂર્વે જે એકતાળીસ પ્રવૃતિઓમાં ઉદય અને ઉદીરણામાં તફાવત દર્શાવેલ છે, તેમાંથી નિદ્રાપંચક હીન શેષ છત્રીસ પ્રવૃતિઓનો ઉદીરણા અટક્યા બાદ પણ કેટલોક કાળ કેવળ ઉદય હોય છે–તેથી પોતપોતાની ચરમદિયાવલિકાના અન્ય સમયે એક સ્થિતિ પ્રમાણ જઘન્ય સ્થિતિ ઉદય હોય છે.
શેષ એકસો બાવીસ પ્રકૃતિઓની ઉદીરણાકરણમાં જેટલી જઘન્ય સ્થિતિ ઉદીરણા કહી છે તેનાથી તે જ સમયે ભોગવાતા સમય રૂપ એક સ્થિતિસ્થાન જઘન્યસ્થિતિ ઉદયમાં અધિક હોય છે.
જો કે નિદ્રાપંચકનો શરીરપર્યાપ્તિની સમાપ્તિ પછીના સમયથી ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉદીરણા વિના કેવળ ઉદય કહ્યો છે પરંતુ તે વખતે અપવર્તન ચાલુ હોવાથી અપવર્તના દ્વારા ઉદયાવલિકાની ઉપરનાં સત્તાગત સઘળાં સ્થિતિસ્થાનોમાંથી દલિકોને ઉદયાવલિકામાં નાખી ઉદયગત સ્થિતિસ્થાન સાથે ભોગવે છે. માટે તે વખતે પણ એક