________________
પંચમહાર-સારસંગ્રહ
૭૫૧
સંહનન તથા તૃતીય સંસ્થાનનો, સ્ત્રીવેદ તથા મનુષ્યદ્ધિક એ ત્રણનો ચતુર્થ સંહનન અને ચતુર્થ સંસ્થાનનો , પંચમ સંહનન, પંચમ સંસ્થાન, વિકલત્રિક અને સૂક્ષ્મત્રિક એ આઠનો અને શેષ અતિ, શોક, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, તિર્યંચદ્વિક, એકેન્દ્રિય, પંચેન્દ્રિય જાતિ, ઔદારિકદ્ધિક, તૈજસ, કાર્મણ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, હારિદ્રાદિ ચાર વર્ણ, આમ્લાદિ ચાર રસ, દુરભિગંધ, ગુરુ આદિ ચાર અશુભ સ્પર્શ, અશુભ વિહાયોગતિ, તીર્થંકર નામકર્મ વિના પરાઘાતાદિ સાત પ્રત્યેક પ્રકૃતિ, ત્રસ ચતુષ્ક, સ્થાવર, અસ્થિરષટ્ક અને નીચગોત્ર આ અડતાળીસ પ્રકૃતિઓનો સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ છે.
પંચમ કર્મગ્રંથ તથા જીવાભિગમ આદિ સૂત્રના મતે ઉપર જે જે પ્રકૃતિઓનો જેટલો જઘન્ય સ્થિતિબંધ દર્શાવેલ છે તે જ સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન છે.
કર્મપ્રકૃતિના મતે નિદ્રાપંચક અને અસાતાવેદનીયનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ૐ, મિથ્યાત્વમોહનીયનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક સાગરોપમ, પ્રથમના બાર કષાયનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ૐ અને શેષ બ્યાશી પ્રકૃતિઓનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ૐ સાગરોપમ પ્રમાણ જધન્ય સ્થિતિબંધ છે.
(૨) એકેન્દ્રિયાદિને વિષે જઘન્યાદિ સ્થિતિબંધ
એકેન્દ્રિયો અને વિકલેન્દ્રિયો જિનનામ આદિ અગિયાર વિના શેષ એકસો નવ પ્રકૃતિ બાંધે છે. તેમાંથી મનુષ્ય તથા તિર્યંચાયુનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રથમ જણાવ્યો છે, તેથી હવે શેષ એકસો સાત પ્રકૃતિઓનો બતાવવો જોઈએ.
ત્યાં ઉપર વર્ણચતુષ્કના જે પેટા ભેદો પણ ગણાવ્યા છે તેની વિવક્ષા ન કરીએ તો પંચાશી પ્રકૃતિઓનો ત્રણે મતે જે જઘન્ય સ્થિતિબંધ બતાવ્યો છે—તેટલો તે તે પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો કરે છે. શેષ બાવીસ પ્રકૃતિઓમાંથી પંચસંગ્રહના મતે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ૐ, સાતાવેદનીયનો, ચાર સંજ્વલનનો 4, પુરુષવેદ, યશઃકીર્ત્તિ અને ઉચ્ચગોત્ર આ ત્રણેનો - સાગરોપમ પ્રમાણ અને પંચમ કર્મગ્રંથ તથા જીવાભિગમ આદિ સૂત્રના મતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉપર જણાવેલ છે તે જ અને કર્મપ્રકૃતિના મતે મતિજ્ઞાનાવરણાદિ ચૌદ અને સાતાવેદનીય એ પંદરનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન રૂ, ચાર સંજ્વલનનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન પુરુષવેદ, ઉચ્ચગોત્ર અને યશઃકીર્દિ એ ત્રણનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન : સાગરોપમ પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિયો કરે છે.
ત્રણે મતે એકેન્દ્રિયોને ઉપર જે એકસો સાત પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે દરેકમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ યુક્ત કરતાં જેટલો થાય તેટલો તે તે મતે એકેન્દ્રિયો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે.
પંચસંગ્રહના મતે એકેન્દ્રિયો જેટલો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેથી પચીસ, 'પચાસ, સો અને હજાર ગુણો એકસો સાતે પ્રકૃતિઓનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને અસંજ્ઞી-પંચેન્દ્રિયો કરે છે.