Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમઢાર-સારસંગ્રહ
૭૫૭
સુધી જઘન્ય સ્થિતિબંધ કરે છે. અને શેષકાળે અજઘન્ય સ્થિતિબંધ કરે છે. ફરી સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિયપણામાં જઘન્ય અને શેષકાળે તે જ એકેન્દ્રિયો અને અન્ય જીવો અજઘન્ય સ્થિતિબંધ કરે છે. તેથી આ બન્ને પ્રકારના સ્થિતિબંધ સાદિ-અધ્રુવ છે.
સુડતાળીસે યુવબંધી પ્રકૃતિઓનો સાત મૂળકર્મમાં જણાવ્યા મુજબ ફરી ફરી અનેક વાર ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ બંધ થતો હોવાથી તે બન્ને સાદિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે છે.
શેષ તોત્તેર પ્રકૃતિઓ અધુવબંધી હોવાથી જ તેના જઘન્યાદિ ચારે બંધો સાદિ-અધુવ એમ બે પ્રકારે છે.
(૧૦) સ્વામિત્વકાર પ્રથમ નરકાયુ બાંધી લયોપશમ સમ્યક્ત પામી જે મનુષ્ય તીર્થંકર નામકર્મ બાંધી નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલાં મિથ્યાત્વ પામે તે મનુષ્ય મિથ્યાત્વપ્રાપ્તિના પૂર્વ સમયે એટલે કે સમ્યક્તના ચરમ સમયે તીર્થંકર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. કેમ કે તેના બંધમાં તે જ અતિસંક્લિષ્ટ છે. ક્ષાયિક સમ્યક્ત લઈને નરકમાં જનારને આવા ક્લિષ્ટ પરિણામ ન હોવાથી તીર્થકર નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતો નથી.
પ્રમત્તાભિમુખ અપ્રમત્તયતિ આહારકહિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, કારણ કે તેના બંધમાં તે જ અતિસંક્લિષ્ટ પરિણામી છે.
પૂર્વક્રોડ વર્ષના આયુવાળો અપ્રમત્તાભિમુખ પ્રમત્ત યતિ પોતાના આયુષ્યના ત્રીજા ભાગના પ્રથમ સમયે તેત્રીસ સાગરોપમ પ્રમાણ દેવાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. પછી-પછીના સમયમાં અબાધામાંથી હાનિ થતી હોવાથી તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહેવાય નહિ, અને અપ્રમત્ત ગુણસ્થાનકે આયુષ્યના બંધનો આરંભ થતો ન હોવાથી તેમજ ત~ાયોગ્ય વિશુદ્ધ પરિણામી મુનિ જ દેવાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા હોવાથી અપ્રમત્તાભિમુખ પ્રમત્તયતિ કહેલ છે.
મનુષ્ય અને તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશુદ્ધ પરિણામી અને શેષ એકસો ચૌદ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંક્લિષ્ટ પરિણામી મિથ્યાદષ્ટિ સંજ્ઞી-પંચેન્દ્રિયો કરે છે.
ત્યાં સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિયત્રિક, નરકત્રિક, દેવદ્રિક, વૈક્રિયદ્રિક અને મનુષ્ય-તિર્યંચાય એ પંદર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ મનુષ્ય-તિર્યંચો જ કરે છે. કારણ કે મનુષ્ય તિર્યંચાયુ સિવાય શેષ તેર પ્રકૃતિઓ દેવ-નારકો તથાસ્વભાવે બાંધતાં નથી, તેમાં નરકદ્ધિક તથા વૈક્રિયદ્ધિકનો અતિસંક્ષિણ અને શેષ નવ પ્રકૃતિઓનો ત~ાયોગ્ય સંક્લિષ્ટ મનુષ્ય-તિર્યંચો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. જ્યારે મનુષ્ય તિર્યંચાયુની ત્રણ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ દેવો તથા નારકો તથાસ્વભાવે જ બાંધતા નથી અને અતિવિશુદ્ધ પરિણામે આયુબંધનો નિષેધ હોવાથી આ બને આયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તત્વાયોગ્ય વિશુદ્ધ મનુષ્ય-તિર્યંચો જે કરે છે. - નારકો તથા સનકુમારાદિ દેવો તેમાં ઉત્પન્ન ન થતા હોવાથી એકેન્દ્રિય, સ્થાવર અને આતપ નામકર્મનો બંધ કરતા નથી અને મનુષ્ય-તિર્યંચો અતિસંક્લિષ્ટ પરિણામે નરક પ્રાયોગ્ય જ બંધ કરતા હોવાથી આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી. જયારે ભવનપત્યાદિ ઈશાન સુધીના દેવોને હલકામાં હલકું ઉત્પત્તિસ્થાન એકેન્દ્રિયમાં જ હોવાથી તેઓ આ ત્રણ પ્રકૃતિઓનો