Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૧
અધ્યવસાયોથી રસબંધના અધ્યવસાયો અસંખ્યાતગુણા છે અને તે થકી પ્રતિસમયે જીવ વડે ગ્રહણ કરાતા અનંતપ્રદેશી કંધો અનંતા હોવાથી કર્મ પરમાણુઓ અનંતગુણ છે.
૭૬૬
એકેક કર્મ પરમાણુમાં જઘન્યથી પણ સર્વ જીવરાશિથી અનંતગુણ રસાવિભાગો હોય છે તેથી કર્મપરમાણુઓથી પણ રસાવિભાગો અનંતગુણ છે.
પ્રદેશબંધ
અહીં (૧) ભાગ-વિભાગ પ્રમાણ, (૨) સાદ્યાદિ અને (૩) સ્વામિત્વ એ ત્રણ દ્વારો છે. (૧) ભાગ-વિભાગ પ્રમાણ
જગતમાં છૂટા છૂટા પરમાણુઓ પણ હોય છે અને દ્વિપ્રદેશી સંધથી યાવત્ અનંતાનંત પ્રદેશી સ્કંધ પણ હોય છે. પરંતુ તે દરેકને આત્મા કર્મસ્વરૂપે ગ્રહણ કરતો નથી. માત્ર અગ્રહણ મનોયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા પછી એકેક પરમાણુની વૃદ્ધિએ યાવત્ અનંતી જે કાર્મણ વર્ગણાઓ છે તેને જ ગ્રહણ કરી આત્મા કર્મસ્વરૂપે પરિણમાવે છે અને તે જ કર્મ કહેવાય છે.
અગ્નિ પોતાની અંદર રહેલ બાળવા યોગ્ય દ્રવ્યોને જેમ બાળી શકે છે, પરંતુ દૂર રહેલ દ્રવ્યોને બાળી શકતો નથી, તેમ જીવ જે આકાશપ્રદેશોમાં રહેલ હોય તે જ આકાશપ્રદેશોમાં રહેલ કાર્મણ વર્ગણાને પોતે યોગના અનુસારે ઓછી કે વધારે પ્રતિસમયે ગ્રહણ કરે છે અને કર્મપણે પરિણમાવે છે.
જીવના પ્રદેશો સાંકળના અવયવોની જેમ પરસ્પર જોડાયેલ હોવાથી અમુક આત્મપ્રદેશમાં રહેલ કાર્યણવર્ગણાને તે ગ્રહણ કરે છે ત્યારે ઓછા કે વધુ પ્રમાણમાં તે જીવના આઠ રુચક પ્રદેશો સિવાયના સર્વપ્રદેશોમાં વીર્યવ્યાપાર થાય છે, તેથી તે કાર્યણવર્ગણાને પોતાના આઠ રુચક પ્રદેશો સિવાયના સર્વપ્રદેશોમાં ગ્રહણ કરી કર્મરૂપે પરિણમાવે છે, પરંતુ પોતાના અમુક પ્રદેશોમાં રહેલ કાર્યણવર્ગણાને અમુક પ્રદેશોથી જ ગ્રહણ કરી અમુક પ્રદેશોમાં જ કર્મપણે પરિણમાવે છે એવું નથી.
જીવ સમયે સમયે ગ્રહણ કરે છે તે અપેક્ષાએ કર્મબંધની સાદિ અને પ્રવાહની દૃષ્ટિએ અનાદિ છે.
એક જીવનો એક સમયે પ્રવર્તમાન અધ્યવસાય એક હોવા છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની અપેક્ષાએ તે અનેક પ્રકારની વિચિત્રતાવાળો હોય છે, તેથી એકેક સમયે ગ્રહણ કરાયેલ કર્મમાં પણ મૂળ તથા ઉત્તરભેદોની અપેક્ષાએ અનેક જાતના વિચિત્ર સ્વભાવો ઉત્પન્ન થાય છે અને તેથી જ એક સમયે એક જ અધ્યવસાયથી ગ્રહણ કરાયેલ કર્મના મૂળભેદની અપેક્ષાએ આઠ, સાત, છ અને એક ભેદ પડે છે.
આયુષ્ય બંધાય ત્યારે આઠ, શેષકાલે સાત, સૂક્ષ્મસંપરાયે મોહનીય તથા આયુષ્યનો અબંધ હોવાથી છ અને ઉપશાંતમોહાદિ ત્રણ ગુણસ્થાને માત્ર યોગપ્રત્યયિક એક વેદનીય કર્મનો જ બંધ થતો હોવાથી એક જ ભાગ પડે છે.
જે સમયે જેટલાં કર્મ બંધાય તેટલા ભાગ પડે છે, પરંતુ તે દરેક ભાગ સમાન હોતા