________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૬૭
નથી. ત્યાં વેદનીય સિવાય જે કર્મની સ્થિતિ ઓછી હોય તે કર્મને ઓછો અને જે કર્મની સ્થિતિ વધારે હોય તે કર્મને વધારે એમ કર્મની સ્થિતિને અનુસાર તે તે કર્મને ભાગ મળે છે. તથાસ્વભાવે જ અલ્પ પુદ્ગલોથી સુખ-દુઃખરૂપ વેદનીય કર્મપુદ્ગલોનો અનુભવ થતો નથી માટે વેદનીયને કર્મપુદ્ગલોનો સર્વથી અધિક ભાગ મળે છે. તે આ પ્રમાણે–
જ્યારે આઠ કર્મ બંધાય ત્યારે આયુષ્યકર્મની સ્થિતિ માત્ર તેત્રીસ સાગરોપમની હોવાથી તેને સર્વથી ઓછો, તેનાથી નામ તથા ગોત્રને અધિક અને પરસ્પર સમાન ભાગ મળે છે, તે થકી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય એ ત્રણને અધિક અને પરસ્પર સમાન, તે થકી મોહનીયને અધિક ભાગ મળે છે અને તેનાથી સ્થિતિ અલ્પ હોવા છતાં પણ ઉપરોક્ત કારણથી વેદનીયને અધિક ભાગ મળે છે..
આયુષ્ય કરતાં નામ-ગોત્રની સ્થિતિબંધ સંખ્યાતગુણ છે છતાં તથાસ્વભાવે જ આયુષ્ય કરતાં નામ-ગોત્રને સંખ્યાતગુણ નહિ પણ અધિક જ ભાગ મળે છે. એમ યથાસંભવ અન્ય કર્મના વિષયમાં પણ સ્વયં વિચારી લેવું.
એ જ પ્રમાણે સાત કે છ કર્મ બંધાય ત્યારે સ્થિતિને અનુસાર તે તે સમયે બંધાતા તે સાત કે છ કર્મને જ ભાગ મળે છે, પરંતુ અબધ્યમાન આયુષ્ય આદિને ભાગ મળતો નથી. એ જ રીતે જ્યારે માત્ર એક વેદનીય કર્મ જ બંધાય છે ત્યારે બધ્યમાન સર્વ કર્મદલિક તેને જ મળે છે.
ઉત્કૃષ્ટ યોગ હોય ત્યારે કર્મદલિક ઘણાં ગ્રહણ થાય છે. તે ઉત્કૃષ્ટ યોગ પર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને જ હોય છે. વળી જયારે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓ ઓછી બંધાય ત્યારે ભાગો થોડા પડતા હોવાથી ઉત્કૃષ્ટ યોગી, પર્યાપ્ત સંજ્ઞી-પંચેન્દ્રિય મૂળ અને ઉત્તરપ્રકૃતિઓ જ્યારે થોડી બાંધતો હોય ત્યારે તે તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે.
જઘન્યયોગ હોય ત્યારે કર્મદલિક થોડાં ગ્રહણ થાય છે. તે સર્વથી જઘન્યયોગ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જ હોય છે. વળી તેને યથાસંભવ જ્યારે મૂળ અને ઉત્તરપ્રકૃતિઓ ઘણી બંધાય ત્યારે કર્મદલિકના ભાગ ઘણા પડતા હોવાથી સર્વ જઘન્યયોગી, લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદના જીવને મૂળ અને ઉત્તરપ્રવૃતિઓ ઘણી બંધાતી હોય ત્યારે તે તે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ થાય છે.
- લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મનિગોદનો જીવ જે જે પ્રકૃતિઓ બાંધતો નથી તે તે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ સ્વામિત્વદ્વારમાં કહેશે.
- આયુષ્યકર્મને અન્ય કોઈ કર્મનો ભાગ મળતો ન હોવાથી અને એક કાળે ચારમાંથી એક જ આયુષ્ય બંધાતું હોવાથી જ્યારે ઉત્કૃષ્ટયોગે યથાયોગ્ય જઘન્ય સ્થિતિ બાંધે ત્યારે જ આયુષ્યનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
જ્ઞાનાવરણીય આદિ છ મૂળકર્મને મોહનીય તથા આયુષ્યનો ભાગ મળવાથી અને મોહનીયને માત્ર આયુનો ભાગ મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે.
' ઉત્તરપ્રવૃતિઓમાં કેટલીક પ્રવૃતિઓ કેવળ મૂળકર્મરૂપ પરપ્રકૃતિનો ભાગ મળવાથી, કેટલીકને પોતાની સ્વજાતીય મૂળકર્મથી અભિન્ન અન્ય પ્રકૃતિઓનો ભાગ મળવાથી અને