________________
૭૭૦
પંચસંગ્રહ-૧ , સપ્તકવિધ બંધક, પર્યાપ્ત સંજ્ઞી, મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ યોગ વડે એક-બે સમય સુધી મિથ્યાત્વ, થીણદ્વિત્રિક અને અનંતાનુબંધી ચતુષ્ક એ આઠનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, પછી સંખ્યાત અથવા અસંખ્યાત કે અનંતકાળ સુધી અનુત્કૃષ્ટ કરે એમ મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટબંધ વારાફરતી અનેક વાર થતા હોવાથી સાદિ અધ્રુવ છે.
સપ્તવિધ બંધક, પર્યાપ્ત સંશી, મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ યોગે અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીસ પ્રકૃતિ બાંધતાં નામકર્મની નવ ધ્રુવબંધી પ્રકૃતિઓનો એકથી બે સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, ત્યારબાદ સંખ્યાત અથવા અસંખ્યાત કે અનંતકાળ સુધી અનુત્કૃષ્ટ કરે, પછી પુનઃ ઉપરોક્ત અવસ્થા પામી ઉત્કૃષ્ટ કરે -એમ મિથ્યાદષ્ટિને અનેક વાર થતા હોવાથી આ બન્ને બંધ સાદિ-અધ્રુવ છે.
સર્વથી અલ્પ વીર્યવાળો લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આ સુડતાળીસે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ કરે, ત્યારબાદ દ્વિતીય સમયથી આરંભી સંખ્યાતા અથવા અસંખ્યાતકાળ સુધી અજઘન્ય, ત્યારબાદ જઘન્ય. એમ જઘન્ય-અજઘન્ય વારાફરતી અનેક વાર થતા હોવાથી બન્ને બંધ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. અહીં નામકર્મની નવ ધ્રુવબંધી પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ તિર્યંચ પ્રાયોગ્ય ઉદ્યોત સહિત ત્રીસ પ્રકૃતિ બાંધતો હોય ત્યારે થાય છે. એ લક્ષ્યમાં રાખવું.
શેષ તોતેર અધુવબંધી પ્રકૃતિઓ અધુવબંધી હોવાથી જ તેના જઘન્યાદિ ચારે બંધો સાદિઅધુવ એમ બે પ્રકારે છે.
| (૩) સ્વામિત્વ દ્વાર આ કારમાં મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ તથા જઘન્ય પ્રદેશબંધના સ્વામી કહેવાશે.
અહીં ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામીના વિચારમાં સર્વત્ર ઉત્કૃષ્ટ યોગી અને પર્યાપ્ત સંશીપંચેન્દ્રિય લેવા, તેમજ સાતમાં ગુણસ્થાનક સુધીમાં આયુષ્ય સિવાય જે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો હોય ત્યાં સર્વત્ર સપ્તવિધ બંધક સમજવા. વળી ઉત્કૃષ્ટ યોગસ્થાનનો જઘન્યકાળ એક સમય અને ઉત્કૃષ્ટકાળ બે સમય હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પણ વધુમાં વધુ બે સમય થાય અને સર્વ યોગસ્થાનોનો જઘન્યકાળ એક સમય હોવાથી જઘન્યથી કોઈપણ પ્રદેશબંધ એક સમય જ થઈ શકે. તેમજ અપર્યાપ્તાવસ્થામાં જ ઘટતાં યોગસ્થાનોનો ઉત્કૃષ્ટકાળ પણ એક સમય જ હોવાથી જે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશબંધ અપર્યાપ્ત જીવો કરતા હોય તે પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશબંધનો ઉત્કૃષ્ટ કાળ પણ એક સમય જ અને તદ્યોગ્ય સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવોના જઘન્ય યોગસ્થાનોનો કાળ ઉત્કૃષ્ટથી ચાર સમય છે. તેથી જે પ્રકૃતિઓનો પર્યાપ્તાવસ્થામાં જઘન્ય પ્રદેશબંધ થતો હોય ત્યાં ઉત્કૃષ્ટથી ચાર સમય પ્રમાણ કાળ હોય છે, એમ સર્વત્ર સમજવું.
ત્યાં પ્રથમ ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી આ પ્રમાણે છે.
મિથ્યાત્વી અથવા સમ્યગ્દષ્ટિ આયુષ્યનો, પહેલા તથા ચોથાથી નવમા સુધીના ગુણસ્થાનકવર્તી મોહનીયનો અને દશમા ગુણસ્થાને રહેલ જીવ અધધ્યમાન આયુષ્ય તથા મોહનીયનો ભાગ પણ મળતો હોવાથી શેષ જ્ઞાનાવરણીય વગેરે છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ