________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૬૯
સર્વથી અલ્પ વીર્યવાળો, લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે મોહનીયકર્મનો એક જ સમય જઘન્ય પ્રદેશબંધ કરે, ત્યારબાદ અપર્યાપ્ત-અવસ્થામાં પ્રતિસમયે અસંખ્યગુણ યોગની વૃદ્ધિ થતી હોવાથી બીજા સમયથી સંખ્યાત અથવા અસંખ્યાત કાળ સુધી તેનો અજઘન્ય પ્રદેશબંધ કરે, પુનઃ ઉપરોક્ત અવસ્થા પ્રાપ્ત કરી એક સમય જઘન્ય બંધ કરી અજઘન્ય પ્રદેશબંધ કરે. એમ જઘન્ય-અજઘન્ય પ્રદેશબંધ પણ સંસારમાં વારાફરતી અનેક વાર થતા હોવાથી સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે.
પહેલા તથા ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકે રહેલ પર્યાપ્ત સંક્ષીપંચેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગે જયારે આયુષ્ય બાંધે ત્યારે તેનો ઉત્કૃષ્ટ અને પછી અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, આયુષ્યકર્મ અધુવબંધી હોવાથી તેના આ બન્ને બંધ સાદિ અધ્રુવ એમ બે પ્રકારે છે.
સર્વથી અલ્પ વીર્યવાન, લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ અનુભૂયમાન આયુષ્યના બે ભાગ ગયા પછી ત્રીજા ભાગના પ્રથમ સમયે આયુષ્યનો બંધ કરે ત્યારે એક સમય જઘન્ય અને પછી અજઘન્ય પ્રદેશબંધ થતો હોવાથી તે બન્ને પણ સાદિ-અધ્રુવ છે.
દશમા ગુણસ્થાને લપક અથવા ઉપશમશ્રેણિમાં વર્તમાન કોઈપણ જીવ ઉત્કૃષ્ટ યોગે એક અથવા બે સમય સુધી શેષ છે કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે માટે તે સાદિ અધ્રુવ છે અને તે જ આત્મા જ્યારે ઉત્કૃષ્ટ યોગસ્થાનકથી પડી અથવા અગિયારમા ગુણસ્થાનકે અબંધક થઈ ત્યાંથી પડી દશમા ગુણસ્થાને આવી મંદયોગસ્થાને વર્તતો હોય ત્યારે આ છયે કર્મનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે ત્યારે અનુત્કૃષ્ટ પ્રદેશબંધની સાદિ, દશમા ગુણસ્થાને ઉત્કૃષ્ટ યોગસ્થાનને અથવા અબંધસ્થાનને નહિ પ્રાપ્ત કરેલ જીવને અનાદિ, અભવ્યને કોઈપણ કાલે અનુત્કૃષ્ટ પ્રદેશબંધનો વિચ્છેદ ન થતો હોવાથી ધ્રુવ અને ભવ્યોને કાલાન્તરે વિચ્છેદ થશે માટે અધુવ. એમ અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે છે.
આ છ કર્મનો જઘન્ય અને અજઘન્ય પ્રદેશબંધ પણ મોહનીયકર્મની જેમ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.
દશમાં ગુણસ્થાને ક્ષપક અથવા ઉપશમશ્રેણિમાં ઉત્કૃષ્ટ યોગે વર્તમાન આત્મા પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદનો ચોથા ગુણસ્થાને વર્તમાન સપ્તવિધ બંધક, ઉત્કૃષ્ટ યોગી પર્યાપ્ત સંજ્ઞી–પંચેન્દ્રિય અપ્રત્યાખ્યાનીય ચતુષ્કનો, પંચમ ગુણસ્થાને વર્તમાન પ્રત્યાખ્યાનીય ચતુષ્કનો, ચોથાથી આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી વર્તમાન નિદ્રાદ્ધિકનો, આઠમા ગુણસ્થાને વર્તમાન આત્મા ભય-જુગુપ્સાનો અને નવમા ગુણસ્થાને બીજા, ત્રીજા, ચોથા તથા પાંચમા ભાગે વર્તમાન આત્મા અનુક્રમે સંજ્વલન ક્રોધાદિ ચારનો ઉત્કૃષ્ટ યોગે એકથી બે સમય સુધી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. માટે તે સાદિ-અધ્રુવ છે.
ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરી અથવા બંધવિચ્છેદ સ્થાનથી આગળ જઈ ત્યાંથી પડતાં મંદ યોગસ્થાને વતાં તે તે પ્રકૃતિઓના અનુત્કૃષ્ટ પ્રદેશબંધની સાદિ, ઉત્કૃષ્ટ પ્રદેશબંધ અથવા અબંધસ્થાનને નહિ પામેલાઓને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અદ્ભવ એમ આ ત્રીસ યુવબંધી પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ ચાર પ્રકારે છે. * પંચ૦૧-૯૭