Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૫૮
પંચસંગ્રહ-૧
અતિસંક્લિષ્ટ પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે.
- અતિસંક્લિષ્ટ પરિણામી નારકો તથા સહસ્ત્રાર સુધીના દેવો તિર્યંચદ્રિક, ઔદારિકદ્વિક, છેવટું સંઘયણ અને ઉદ્યોત નામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે, ત્યાં ઔદારિક અંગોપાંગ અને છેવટ્ટા સંઘયણનો ઈશાન સુધીના દેવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી, કારણ કે ઈશાન સુધીના દેવો એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થતા હોવાથી અતિસંક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે. છે. તેથી તેની સાથે ઔદારિક અંગોપાંગ અને છેવટું સંઘયણ બંધાતું નથી.
આ છયે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામે જ થાય છે. મનુષ્ય તથા તિર્યંચો અતિસંક્લિષ્ટ પરિણામે નરક પ્રાયોગ્ય જ બંધ કરે છે અને મધ્યમ પરિણામ હોય તો આ પ્રકૃતિઓનો મધ્યમ સ્થિતિબંધ કરે છે પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતા નથી.
સાતવેદનીય, હાસ્ય, રતિ, સ્ત્રીવેદ, મનુષ્યદ્વિક, પ્રથમનાં પાંચ સંઘયણ તથા પાંચ સંસ્થાન, શુભવિહાયોગતિ, સ્થિરષક અને ઉચ્ચગોત્ર આ પચીસ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તત્વાયોગ્ય સંક્લિષ્ટ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિઓ કરે છે, કારણ કે અતિસંક્લિષ્ટ પરિણામે આ પ્રકૃતિઓ બંધાતી જ નથી.
શેષ અડસઠ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિસંક્લિષ્ટ પરિણામી ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો કરે છે.
ક્ષપકસ્વ-સ્વ બંધ-વિચ્છેદ સમયે જિનનામ, આહારદ્ધિક, પુરુષવેદ, ચાર સંજવલન, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, સાતવેદનીય, યશકીર્તિ, ઉચ્ચગોત્ર અને પાંચ અંતરાયઆ પચીસ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કરે છે.
વૈક્રિયષટ્રકનો ત–ાયોગ્ય વિશુદ્ધ પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય, દેવાયુનો તત્કાયોગ્ય સંક્લિષ્ટ અને નરકાયુનો ત~ાયોગ્ય વિશુદ્ધ પર્યાપ્ત અસંજ્ઞી તથા સંજ્ઞી પંચેન્દ્રિય તેમજ શેષ બે આયુષ્યનો તત્વાયોગ્ય સંક્લિષ્ટ એકેન્દ્રિયાદિ સઘળા જીવો જઘન્ય સ્થિતિબંધ કરે છે. -
શેષ પંચાશી પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ યથાસંભવ તપ્રાયોગ્યવિશુદ્ધ અથવા સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અષ્કાય, વનસ્પતિકાય જીવો કરે છે. કેમ કે સંજ્ઞીપંચેન્દ્રિયો આ પંચાશી પ્રકૃતિઓનો અંત:કોડાકોડી સાગરોપમથી ઓછો બંધ કરતા જ નથી. તેમજ બેઇન્દ્રિય વગેરે જીવો પણ એકેન્દ્રિયથી પણ પચીસગુણ વગેરે પ્રમાણ જ બંધ કરે છે.
(૧૧) શુભાશુભત્વ દેવ, મનુષ્ય અને તિર્યંચાયુ વિના શેષ એકસો સત્તર પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અતિસંક્લિષ્ટ પરિણામે બંધાય છે માટે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે. વળી અશુભ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ વખતે રસ પણ ઉત્કૃષ્ટ બંધાય છે તે ઉત્કૃષ્ટ રસ પણ અશુભ છે. જ્યારે શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટસ્થિતિબંધ વખતે રસ જઘન્ય બંધાય છે, પણ ઉત્કૃષ્ટ બંધાતો નથી, અને શુભ પ્રકૃતિઓનો જઘન્ય રસ અશુભ ગણાય છે. માટે પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ છે.
જઘન્યસ્થિતિ કષાયની મંદતા વડે બંધાતી હોવાથી તેમજ અશુભ પ્રવૃતિઓના