Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૭૫૬
પંચસંગ્રહ-૧ મોહનીય કર્મનો જઘન્ય સ્થિતિબંધ લપક નવમા ગુણસ્થાનકના ચરમસમયે અને આયુષ્ય વિના શેષ છ કર્મનો સૂક્ષ્મસંપાયના ચરમસમયે એક જ સમયે પહેલી જ વાર કરે, પછી બંધવિચ્છેદ થાય. માટે સાદિ અધ્રુવ.
ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ઉપશમશ્રેણિમાં ચડતી વખતે સામાન્યથી તે તે સ્થાને તે તે કર્મનો દ્વિગુણ અને ઉપશમશ્રેણિથી પડતી વખતે તે તે સ્થાને તે તે કર્મનો તેથી પણ દ્વિગુણ એટલે કે ક્ષપકશ્રેણિના બંધ કરતાં ચાર ગુણો સ્થિતિબંધ થાય છે.
જઘન્ય સિવાય સર્વ સ્થિતિબંધ અજઘન્ય કહેવાય, તે સાતે કર્મનો ઉપશાંત મોહે અબંધ કરી ત્યાંથી પડતો દશમે ગુણસ્થાને આવી છે કર્મનો અને નવમે આવી મોહનીયકર્મનો પુનઃ બંધ શરૂ કરે ત્યારે અજઘન્ય સ્થિતિબંધની સાદિ, જેઓ અબંધસ્થાનને પામ્યા જ નથી તેઓને અનાદિ, અભવ્ય જીવોને બંધનો અંત જ થવાનો નથી માટે ધ્રુવ અને ભવ્ય જીવોને કાલાન્તરે બંધવિચ્છેદ થશે. માટે અધ્રુવ એમ અજઘન્ય બંધ ચાર પ્રકારે છે
ઉપરોક્ત સાતે કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અતિ સંક્લિષ્ટ પરિણામી સંજ્ઞી-પંચેન્દ્રિય અંતર્મુહૂર્ત પર્યન્ત કરે, ત્યારબાદ સંજ્ઞી અને અસંજ્ઞી જીવો જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાલ પર્યન્ત અનુષ્ટ બંધ કરે, પુનઃ અતિસંક્લિષ્ટાવસ્થામાં સંજ્ઞી-પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ અને અન્યકાળે અનુત્કૃષ્ટ બંધ કરે. એમ વારાફરતી અનેક વાર પ્રાપ્ત થતા હોવાથી બન્ને સ્થિતિબંધો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોય છે.
આયુષ્યકર્મ અધુવબંધી જ હોવાથી તેના જઘન્યાદિ ચારે પ્રકારના બંધની જ્યારે શરૂઆત કરે ત્યારે સાદિ અને અંતર્મુહૂર્ત પછી બંધ પૂર્ણ કરે ત્યારે અધ્રુવ એમ જઘન્યાદિ ચારે બંધ બે પ્રકારે છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, ચાર સંજવલન આ અઢાર પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ સ્થિતિબંધો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દશ એમ અઢાર પ્રકૃતિના (૧૮૪૧૦=૧૮૦) એકસો એંશી અને શેષ એકસો બે પ્રકૃતિઓના જઘન્યાદિ ચારે સ્થિતિબંધ સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના આઠ ભાંગા થાય. તેથી એકસો બેના કુલ (૧૦૨૪૮૩૮૧૬) આઠસો સોળ ભાંગા થાય. આ રીતે સર્વ ઉત્તરપ્રકૃતિઓના નવસો છ– (૯૯૬) ભાંગા થાય છે.
ત્યાં પાંચ જ્ઞાનાવરણ વગેરે ચૌદ પ્રકૃતિઓનો સૂક્ષ્મ સંપરાયના ચરમસમયે અને ચાર સંજ્વલનનો નવમા ગુણસ્થાને સ્વ-સ્વ બંધવિચ્છેદ સમયે ક્ષપક પહેલી જ વાર એક સમય જઘન્ય સ્થિતિબંધ કરે અને પછી બંધવિચ્છેદ થાય તેથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે જઘન્યબંધ થાય. તે સિવાયનો સર્વ અજઘન્ય સ્થિતિબંધ છે. તે અજઘન્ય સ્થિતિબંધની ઉપશમશ્રેણિમાં અબંધસ્થાનથી પડતાં પોતપોતાના બંધના આદ્ય સમયે સાદિ થાય છે. અબંધસ્થાન નહિ પામેલાઓને અનાદિ છે. અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ છે. એમ અજઘન્ય સ્થિતિબંધ ચાર પ્રકારે હોય છે.
શેષ ઓગણત્રીસ યુવબંધી પ્રકૃતિઓનો સર્વવિશુદ્ધ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય અંતર્મુહૂર્ત