________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૫૫
(૬) સંક્લેશસ્થાન અને (૭) વિશુદ્ધિસ્થાન દ્વાર (૧) પતિત પરિણામી જીવના કષાયની તીવ્રતા રૂપ જે સંક્લિષ્ટ પરિણામો તે સંક્લેશસ્થાનો અને (૨) ચડતા પરિણામવાળા જીવના કષાયની મંદતા રૂપ જે વિશુદ્ધ પરિણામો તે વિશુદ્ધિસ્થાનો છે.
જેટલાં સંક્લેશસ્થાનો હોય છે તેટલાં જ વિશુદ્ધિસ્થાનો હોય છે. કેમ કે છેલ્લા અને પહેલા સ્થાન સિવાય પડતા પરિણામવાળાને જે સંક્લેશસ્થાનો ગણાય છે તે જ ચડતા પરિણામવાળા જીવને વિશુદ્ધિસ્થાનો ગણાય છે.
તે બન્ને પ્રકારનાં સ્થાનો અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયને સર્વથી અલ્પ છે, તેનાથી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સૂક્ષ્મ અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત તથા પર્યાપ્ત બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંશી-પંચેન્દ્રિય અને સંજ્ઞી-પંચેન્દ્રિય જીવોને અનુક્રમે એક-એકથી અસંખ્ય ગુણ છે.
(૮) અધ્યવસાયસ્થાન પ્રમાણ દ્વાર - એક એક સ્થિતિબંધના કારણભૂત આત્માનાં જે કષાયયુક્ત પરિણામો તે સ્થિતિબંધનાં અધ્યવસાયસ્થાનો કહેવાય છે. અનેક જીવો આશ્રયી પ્રત્યેક સ્થિતિબંધ સ્થાનમાં તે અધ્યવસાય સ્થાનો અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ થાય છે.
ત્યાં આયુષ્યકર્મમાં જઘન્ય સ્થિતિબંધના કારણભૂત જે અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયો છે તેનાથી સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં અસંખ્યગુણ, તેનાથી બે સમયાધિક, ત્રણ સમયાધિક જઘન્ય સ્થિતિબંધ આદિ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીના પ્રત્યેક સ્થિતિબંધમાં અનુક્રમે અસંખ્ય-અસંખ્યગુણ અધ્યવસાયસ્થાનો હોય છે.
શેષ સાત કર્મના જઘન્ય સ્થિતિબંધમાં જે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો છે તે ઉત્તરોત્તર સમય-સમય અધિક સ્થિતિબંધસ્થાનમાં વિશેષાધિક વિશેષાધિક છે. એમ યાવત "ઉત્કૃષ્ટ સ્થિતિબંધસ્થાનક સુધી સમજવું. - એક જ સાથે સમાન સ્થિતિવાળું જ કર્મ બંધાયું હોવા છતાં તે સર્વ જીવોને એક જ સમયે, એક જ ક્ષેત્રમાં, એક જ પ્રકારના દ્રવ્યાદિક નિમિત્તથી એકસરખી રીતે ઉદયમાં આવતું નથી. પરંતુ ભિન્ન ભિન્ન જીવોને, ભિન્ન ભિન્ન સમયે, જુદા જુદા સ્થાનમાં જુદા જુદા પ્રકારનાં - દ્રવ્યાદિ નિમિત્તથી ભિન્ન ભિન્ન રીતે ઉદયમાં આવે છે, તેથી એકેક સ્થિતિસ્થાનની અંદર, એક સમયે એક જીવને એક જ અધ્યવસાય હોવા છતાં અનેક જીવો આશ્રયી અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણ અધ્યવસાયો ઘટી શકે છે.
. (૯) સાદ્યાદિ દ્વાર આયુષ્ય વિના સાત મૂળકર્મના અજઘન્ય સ્થિતિબંધ લાદ્યાદિ ચાર પ્રકાર અને જઘન્યાદિ શેષ ત્રણ બંધ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એકેક કર્મના દશ એમ સાત કર્મના સિત્તેર અને આયુષ્યકર્મના જઘન્યાદિ ચારે બંધ સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી કુલ આઠ. એમ આઠે કર્મના કુલ બોતેર ભાંગા થાય છે. તે આ પ્રમાણે